યહૂદી કબ્રસ્તાન, લૂથેના

વિકિપીડિયામાંથી
યહૂદી કબ્રસ્તાન, લૂથેના
Details
Locationલૂથેના
Countryસ્પેન
Coordinates37°24′10″N 4°29′18″W / 37.4028799°N 4.48837734°W / 37.4028799; -4.48837734
Typeયહૂદી
Number of graves૩૪૬

લૂથેનાનું યહૂદી કબ્રસ્તાનસ્પેનના લૂથેનામાં આવેલું એક યહૂદી કબ્રસ્તાન છે. તે ૨૦૦૬માં ખોદકામ દરમિયાન મળી આવ્યું હતું અને તેમાં ૮મી સદીની શરૂઆતની કબરો છે. ૩૪૬ નોંધાયેલ કબરો સાથે તે સ્પેનમાં શોધાયેલું સૌથી મોટું યહૂદી કબ્રસ્તાન છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

૧૨મી સદીની શરૂઆતમાં અલ્મોરાવિડ રાજવંશના ઉદય સુધી લૂથેનામાં યહૂદી સમુદાય ઇબેરિયન દ્વીપકલ્પમાં સૌથી સમૃદ્ધ હતો. આ શહેર ૧૧૪૬માં નાશ પામ્યું હતું. [૧]

આ કબ્રસ્તાનમાં ઓછામાં ઓછી ૩૪૬ નોંધાયેલ કબરો છે. ૨૦૦૬માં લૂથેનાના દક્ષિણ રિંગ રોડના બાંધકામના ખોદકામ દરમિયાન તે મળી આવ્યું હતું. તે સ્પેનમાં મળી આવેલ સૌથી મોટું યહૂદી કબ્રસ્તાન છે.[૨] આ સ્થળ પર હિબ્રુ અક્ષરો સાથેની સૌથી જૂની કબરો પૈકીની એક ૮મી સદીની શરૂઆતની છે. કબ્રસ્તાનના ખોદકામ દરમિયાન મળી આવેલા અન્ય અવશેષો વર્ષ ૧૦૦૦ અને ૧૦૫૦ વચ્ચેના સમયગાળાના હતા.[૨]

૨૦૧૧માં ગ્રેનાડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ શહેરના યહૂદી વંશવારસાને વધુ સારી રીતે સમજવા માટે કબરોની અંદરના અવશેષોમાંથી દાંત કાઢી તેનો અભ્યાસ કર્યો. સંશોધકોએ લૂથેનાની સરકાર પાસેથી દાંતની તપાસ કરવાની પરવાનગી મેળવી હતી પણ દેશના સર્વોપરી યહૂદી સમૂહ 'ફેડરેશન ઓફ જ્યુઈશ કોમ્યુનિટીઝ ઓફ સ્પેન' પાસેથી પરવાનગી મેળવી ન હતી.[૩]

પુનઃસ્થાપન કાર્ય દરમિયાન ૧૭૦થી વધુ કબરો બહાર કાઢવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૧૧માં મેડ્રિડના મુખ્ય રબ્બી મોશે બેન દહાને કબ્રસ્તાનમાં યહૂદી દફન ધોરણો અનુસાર મૃતદેહોને પુનઃદફન કરવાના સમારોહનું નેતૃત્વ કર્યું હતું.[૪]

લૂથેના શહેરે ૨૦૧૩માં કબ્રસ્તાનના પુનઃસ્થાપન પાછળ આશરે $૧,૬૦,૦૦૦ ખર્ચ્યા હતા અને ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ 'યહૂદી સંસ્કૃતિના યુરોપિયન દિવસ'ના રોજ પુનઃસ્થાપન સમારોહનું આયોજન કર્યું હતું.[૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Gottheil, Richard. "Lucena". Jewish Encyclopedia. મેળવેલ 3 August 2023.
  2. ૨.૦ ૨.૧ "Spanish city making ancient Jewish cemetery accessible to disabled". Jewish Telegraphic Agency. 2014-06-13. મેળવેલ 3 August 2023.
  3. Burstein, Nathan (2012-02-15). "Spanish scientists take teeth from Jewish graveyard". Times of Israel. મેળવેલ 3 August 2023.
  4. "Reburial Of 170 Remains Of Ancient Jewish Cemetery In Lucena-Spain". Yeshiva World News. 2011-12-18. મેળવેલ 3 August 2023.
  5. "Sephardic Jews Call $6M Heritage Project 'Reparation' for Inquisition and Expulsion". The Forward. Jewish Telegraphic Agency. 2013-10-03.