લખાણ પર જાઓ

યુનિક આઇડેન્ટિફિકેશન નંબર

વિકિપીડિયામાંથી

યુનિક આઇડેન્ટિફિકેશન નંબર, (યુઆઈડી (UID))એ હાલમાં ભારત સરકાર દ્વારા શરૂ થયેલો એક નવતર પ્રયોગ છે, જે દ્વારા ભારતના પુખ્ત નાગરિકો અને વસાહતીઓની કેન્દ્રીકૃત ઓળખ વ્યવસ્થાને નિર્ધારિત કરી જાળવી રાખવાની એક વ્યવસ્થા છે, જેને ઓળખ દર્શાવવાના વિવિધ હેતુઓ માટે ઉપયોગમાં લઈ શકાશે. ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નિલેકણીને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (વિશિષ્ટ ઓળખ ક્રમાંક સત્તા મંડળ, ભારત)ના પ્રમુખ નિમવામાં આવ્યા છે, તેઓ એક પ્રધાનિક હોદ્દો ધરાવે છે.[] આ પ્રોજેક્ટ માટે તેમણે ઇન્ફોસિસ ટેક્નૉલોજીસમાંથી રાજીનામું આપવાનું નક્કી કર્યું.[] આ સત્તા મંડળ આયોજન પંચ અંતર્ગત નોંધાયેલી ઓફિસ ધરાવે છે. ઔપચારિક રીતે તેઓએ આ પ્રોજેક્ટ માટે એક નવું નામ અને ચિહ્ન જાહેર કર્યા છે, કાર્યક્રમને આધાર તરીકે ઓળખવામાં આવે છે, હિન્દીમાં જેનો અર્થ સહાયક એવો થાય છે.

સ્વરૂપ

[ફેરફાર કરો]

આ ઓળખ વ્યવસ્થા મોટા પાયે આલ્ફા-ન્યૂમેરિકની એક ક્રમિક સાંકળ ધરાવે છે, જે ભારતના અબજો નાગરિકો અને ભવિષ્યમાં જન્મ લેનારાઓને ગણતરીમાં લેશે. તેના કાર્ડમાં 16કેબી કે 64કેબીની ક્ષમતા વાળી ચીપ બેસાડવામાં આવી છે. જેમાં એક ફોટો અને બાયોમેટ્રિક માહિતી ક્રમિક રીતે ઉમેરવામાં આવશે.[]

હેતુ અને ઉપયોગ

[ફેરફાર કરો]

મૂળભૂત રીતે ભારતીય નાગરિકોની ઓળખ દર્શાવવા માટે આ આઈડી (ID) તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેથી ગેરકાયદેસર આવતા વિદેશીઓ અને આતંકવાદી સામે વધુ સારી સુરક્ષા પૂરી પાડી શકાય. જોકે, આઈડી (ID)ની સાચી તાકાત ભારતીય નાગરિકોને સગવડભરી ઓળખ સ્થાપિત કરવામાં છે, સરકારી અને ખાનગી-ક્ષેત્રોની સેવાઓમાં તેઓ તેનો છૂટથી ઉપયોગ કરી શકશે.

નવી ઓળખ વ્યવસ્થાથી નાગરિકોને થનારાના શક્યત: લાભો આ પ્રમાણે છે:

1) મેળવવા પાત્ર લોકોને ખોરાક, ઊર્જા, શિક્ષણ વગેરેમાં રાહત, 2) બેંક ખાતુ ખોલાવવામાં 3) નવા ટેલિફોન, મોબાઇલ અથવા ઈન્ટરનેટ જોડાણ મેળવવા 4) લાઇટ અથવા ગેસનું નવું જોડાણ મેળવવા 5) પાસપોર્ટ મેળવવા 6) આ જ કાર્ડને તમારા ડ્રઈવિંગ લાયસન્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે, જેથી ટ્રાફિકને લગતા અપરાધિક રેકોર્ડમાં તેની નોંધ રાખવામાં આવશે. 7) તે તમારા ચૂંટણી ઓળખ કાર્ડ તરીકે કામ આપશે 8) કૌટુંબિક વંશવેલા વિશેની માહિતી પણ મેળવી શકાશે

કેન્દ્ર દ્વારા જાહેર કરનારા યુનિક આઈડેન્ટિટી નંબર માટે વિજ્યા બેંકે પણ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી (યુઆઈડીએઆઈ (UIDAI) સાથે કરાર કર્યા છે.ગઈકાલે સમજૂતી અંગેના કરાર પર હસ્તાક્ષર કરી વિજ્યા બેંક પણ યુઆઈડીએઆઈ (UIDAI)ના આ પ્રયાસમાં સહભાગી બની છે, વિજ્યા બેંકના અધ્યક્ષ અને મેનેજીંગ ડિરેક્ટર અલબર્ટ ટાયુરોએ એક નિવેદનમાં આ વાત કરી હતી. ટાયુરોએ વધુમાં ઉમેર્યું કે, એક રજિસ્ટ્રાર તરીકે બેંક યુઆઈડી (UID) પ્રોજેક્ટમાં સ્થાનિકોની નોંધણી કરાવશે અને વિવિધ તબક્કે સત્તા મંડળને અનુસરશે.મતદારો, ખાતા ધારકો, તકનીક પૂરીપાડનારા અને બીસી (BC) સેવા પૂરી પાડનારા તેમજ વિજ્યા બેંકના અન્ય સહાયકો સાથેના સહ-સંચાલન માટે બેંકે યુઆઈડી (UID) કાર્યક્રમના અમલીકરણ અંતર્ગત અમુક ચોક્કસ સ્થળો તેમજ જિલ્લાઓમાં આંતરિક જૂથની રચના કરવાની રહશે.વિજ્યા બેંકે નવા ગ્રાહકો માટે નાણાંકીય લાભ યોજનાઓને યુઆઈડી (UID)નોંધણી સાથે જોડવાનું આયોજન પણ કર્યું છે. આ સાથે જેમને આધારની સુવિધા પૂરી પાડવા માટે બેંક અસક્ષમ છે, તેમને પણ બેંક દ્વારા આધાર ક્રમાંકો પૂરા પાડવામાં આવશે, જેથી તેના વિવિધ ગ્રાહકોને માઇક્રો એટીએમ (ATM) જેવી વિતરણ સેવાઓ મળી રહે.

અમલીકરણ

[ફેરફાર કરો]

પ્રથમ તબક્કામા, આંધ્ર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, કેરાલા, ગોવા, કર્ણાટકા, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને ઓરિસ્સાના દરિયાકાંઠાના ગામડાઓમાં રહેતા લોકો માટે તે જાહેર કરવામાં આવ્યા. કેન્દ્રીય શાસિત પ્રદેશ પોંડિચેરી, આંદમાન અને નિકોબાર ટાપુઓ, દાદર અને નગર હવેલી સાથો સાથ લક્ષદ્વીપને પણ આ પ્રથમ તબક્કામાં આવરી લેવામાં આવ્યા. 2010ના શરૂઆતના સમયમાં જ કાર્ડનો પ્રથમ જથ્થો વિતરીત કરવામાં આવ્યો હતો.[] આધાર (યુઆઈડી (UID)) ક્રમાંક 2011 સુધીમાં જાહેર થવાનો અંદાજ હતો અને નાણાં મંત્રાલયના અધિકારીઓને આશા છે કે ભવિષ્યમાં પાન કાર્ડની નકલ કરવાના મુદ્દે પાનકાર્ડ જાહેર કરવા સંદર્ભે યુઆઈડી (UID) ખૂબ જ ઉપયોગી નિવડશે.

કાર્યક્રમની જાહેરાત

[ફેરફાર કરો]

આધાર પ્રોજેક્ટનો પ્રારંભ જાહેરાત યુપીએ (UPA) અધ્યક્ષા સોનિયા ગાંધી, વડાપ્રધાન મનમોહન સિંહ, અશોક ચૌહાણ, કે. શંકરનારાયણ અને યુઆઈડીએઆઈ (UIDAI)ના અધ્યક્ષ નંદન નિલેકણી દ્વારા મહારાષ્ટ્રના તિમ્ભલી ગામે 10 આદિવાસીઓને યુનિક આઈડી (ID) આપીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુપીએ(UPA) અધ્યક્ષા સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહનસિંહે યુનિક આઈડી (ID) પ્રોજેક્ટના લાભો અને હકારાત્મક પરિણામો વિશે વાત કરી હતી. હિતેશ સોનવાહે વડાપ્રધાનના હસ્તે યુઆઈડી (UID) કાર્ડ મેળવનાર સૌથી નાનો સભ્ય છે, જ્યારે રંજના સોનવાહે પ્રોજેક્ટ આધાર અંતર્ગત સામાન્ય યુનિક આડી (UID) કાર્ડ મેળવનાર ભારતની પ્રથમ વ્યક્તિ છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]
  • રાષ્ટ્રીય ઓળખ ક્રમાંક
  • સામાજિક સુરક્ષા ક્રમાંક
  • બહુહેતુક રાષ્ટ્રીય ઓળખ કાર્ડ
  • યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]