યુનિલિવર

વિકિપીડિયામાંથી
Unilever NV
Unilever PLC
Public
(AMS: UNA)
(ઢાંચો:Lse)
(NYSEUN) (Unilever N.V.)
(NYSEUL) (Unilever PLC)
ઉદ્યોગConglomerate
સ્થાપના1930
મુખ્ય કાર્યાલયUnilever House,
London, United Kingdom
Rotterdam, Netherlands
સેવા અપવામાં અવતા વિસ્તારોWorldwide
મુખ્ય લોકોMichael Treschow
(Chairman)
Lord Simon of Highbury
(Vice Chairman)
Paul Polman
(CEO)
ઉત્પાદનોSee brands listing
આવક€39,823 million (2009)[૧]
સંચાલન આવક€5,020 million (2009)[૧]
ચોખ્ખી આવક€3,659 million (2009)[૧]
કર્મચારીઓ163,000 (2010)[૨]
વેબસાઇટhttp://unilever.com

યુનિલિવર વૈશ્વિક સ્તરે ખાદ્યપદાર્થો, પીણાઓ, સફાઇ કરવાના ઉત્પાદનો અને અંગત વપરાશના ઉત્પાદનો જેવી ગ્રાહકલક્ષી વસ્તુઓનું નામી ઉત્પાદન કરતી એન્ગ્લો-ડચ મલ્ટિનેશનલ કંપની છે.

યુનિલિવર નેધરલેન્ડ્સના રોટરદામમાં યુનિલિવર એન.વી. અને લંડનમાં યુનિલિવર પીએલસી એવી બે પેટા કંપનીઓ ધરાવે છે. આ વ્યવસ્થા રીડ એલીસવાઇયર અને રોયલ ડચ શેલ તેમના એકસમાન બંધારણની રચના થઈ એ પહેલાં જેવી વ્યવસ્થા ધરાવતી હતી એની સાથે સામ્યતા ધરાવે છે. યુનિલિવરની આ બંને કંપનીઓના ડિરેક્ટરો અને ઉચ્ચ અધિકારીઓ સમાન છે જેના કારણે એનું સંચાલન એક જ વ્યવસાય તરીકે થઈ શકે છે. અત્યારે યુનિલિવર એન.વી. અને પીએલસીના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે માઇકલ ટ્રિશો અને ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ તરીકે પૌલ પોલમેન કાર્યરત છે. યુનિલિવરના મુખ્ય હરિફોમાં ડેનોન, હેન્કેલ, માર્સ, ઈન્કોર્પોરેટેડ, ક્રાફટ ફુડસ્, નેસ્લે, પેપસીકો, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, રેક્કીટ્ટ બેસ્કીસર, સારા લી અને એસ. સી. જોહન્સન એન્ડ સનનો સમાવેશ થાય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

1930માં સાબુ બનાવતી બ્રિટીશ કંપની લિવર બ્રધર્સ અને માર્ગેરીનનું ઉત્પાદન કરતી ડચ કંપની માર્ગેરીન યુનીના જોડાણને કારણે યુનિલિવરની સ્થાપના થઈ હતી. હકીકતમાં સાબુ અને માર્ગેરીન બંનેના ઉત્પાદનમાં પામ ઓઇલ મુખ્ય ઘટક છે અને મોટા પ્રમાણમાં સરળતાથી પામ ઓઇલની આયાત કરી શકાય એટલે આ બંને કંપનીઓ વચ્ચે જોડાણ કરવામાં આવ્યું હતું.

1930માં સ્થાપના બાદ ક્રમશઃ યુનિલિવરનો વ્યવસાય વિસ્તરવા લાગ્યો અને પરિણામે લેટિન અમેરિકામાં નવા સાહસનો આરંભ કરવામાં આવ્યો. 1972માં યુનિલિવરે A&W રેસ્ટોરાંના કેનેડાના વિભાગને ખરીદી લીધો પણ વેપારના નીતિગત નિર્ણય અંતર્ગત એનો હિસ્સો 1996ના જુલાઇ મહિનામાં ભૂતપૂર્વ A&W ફૂડ સર્વિસ ઓફ કેનેડાના સીઇઓ જેફરસન જે. મૂનીને વેંચી દીધો હતો.[૩] 1980 સુધી સાબુ અને ખાદ્યતેલનો નફામાં માત્ર ચાલીસ ટકા જેટલો જ હિસ્સો હતો જે મૂળ નેવું ટકા હિસ્સા કરતા બહુ ઓછો હતો. 1984માં કંપનીએ બ્રુક બોન્ડ (પીજી ટીપ્સ ચાના નિર્માતા) બ્રાન્ડને ખરીદી લીધી હતી.

1987માં યુનિલિવરે ચીઝબ્રોગ પોન્ડ્સ, ધ મેકર ઓફ રાગુ, પોન્ડ્સ, એક્વા-નેટ, ક્યુટેક્સ નેઇલ પોલીશ અને વેસેલિન ખરીદી લઈને ત્વચાની સંભાળ માટેના ઉત્પાદનોની બજારમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી. 1989માં યુનિલિવરે કેલ્વિન ક્લેન કોસ્મેટિક્સ, ફેબર્જ અને એલિઝાબેથ આર્ડેન કંપનીઓ ખરીદી લીધી હતી. જોકે 2000માં એલિઝાબેથ આર્ડેનને એફએફઆઇ ફ્રેગરન્સને વેંચી દેવામાં આવી હતી.[૪]

1996માં યુનિલિવરે હેલેને કર્ટિસ ઇન્ડસ્ટ્રીને ખરીદી લઈને અમેરિકાના શેમ્પૂ અને ડિઓડરન્ટના બજારમાં નવી દમદાર હાજરી નોંધાવી હતી. [૪] આ નવી કંપનીને કારણે ઉચ્ચકક્ષાના વાળની જાળવણી માટેના ઉત્પાદનો તેમજ ગુણવત્તાસભર ડિઓડરન્ટ બ્રાન્ડની બજારમાં યુનિલિવરનું આગમન થયું હતું.[૫]

2000-2008માં યુનિલિવરની વૈશ્વિક રોજગારી યુરોપની રોજગારીનું પ્રતિનિધિત્વ કાળા રંગ દ્વારા, અમેરિકાની રોજગારીનું પ્રતિનિધિત્વ આછા ભુરા રંગ દ્વારા અને ઘાટો ભુરો રંગ એશિયા, આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોની રોજગારીનું પ્રતિનિધિત્વ કરે છે. 2000થી 2008 વચ્ચે યુનિલિવર વૈશ્વિક સ્તરે કર્મચારીઓની સંખ્યામાં 41 ટકાનો ઘટાડો કરતા આ સંખ્યા 2,95,000માંથી 1,74,000 જેટલી થઈ ગઈ હતી.નોંધઃ 2000-2003ના યુરોપના આંકડા સમગ્ર યુરોપના છે 2004થી કાળા રંગના આંકડા પશ્ચિમ યુરોપના છે2004-2008ના આંકડા એશિયા, આફ્રિકા અને મધ્ય પૂર્વના જે જેમાં પૂર્વ અને મધ્ય યુરોપનો સમાવેશ થાય છે.સ્તોત્રઃ યુનિલિવર વાર્ષિક અહેવાલ 2004, 2008

2000માં કંપનીએ અમેરિકાના બેસ્ટ ફૂડસના વ્યવસાયમાં પગપેસારો કરીને ઉત્તર અમેરિકામાં મજબૂત સ્થિતિ બનાવી હતી અને ખાદ્યપદાર્થોની બ્રાન્ડની શરૂઆત કરી હતી. 2004ના એપ્રિલ મહિનામાં કંપનીએ બેન એન્ડ જેરીઝ તથા સ્લિમ ફાસ્ટને ખરીદી લીધી હતી.

આ મલ્ટિનેશનલ કંપનીએ એન્ટાર્કટિકા સિવાય દરેક ખંડમાં પોતાની પેટા કંપનીઓ અને ઇંગ્લેન્ડમાં પોર્ટ સનલાઇટ અને કોલવર્થ ખાતે, નેધરલેન્ડ્સમાં વ્લારડીનજેન ખાતે, અમેરિકામાં ટ્રુમબુલ, કનેક્ટિક્ટ તેમજ ન્યુ જર્સીના ઇન્ગલવુડ ક્લિફ ખાતે, ભારતના બેંગલોર ખાતે (હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ જુઓ) અને ચીનના શાંઘાઈ ખાતે સંશોધન કેન્દ્રોની સ્થાપના કરી છે.

અમેરિકન વિભાગ નેવુંના દાયકા સુધી મૂળ કંપનીના નામ પરથી અપનાવાયેલું લિવર બ્રધર્સનું નામ વાપરતો હતો. કંપનીના અમેરિકન યુનીટનું વડું મથક ન્યૂ જર્સી ખાતે આવેલું છે અને ન્યૂ યોર્ક સિટીના પાર્ક એવન્યૂ ખાતે આવેલા ભવ્ય બહુમાળી લિવર હાઉસમાં એની કોઈ હાજરી નથી.

ચિત્ર:LiptonRAKericho.jpg
યુનિલિવરની લિપ્ટન બ્રાન્ડ

કંપનીએ હંમેશા પર્યાવરણનું સંતુલન જાળવી રાખવાનું વલણ અપનાવ્યું છે[૬] અને આ સંતુલન જાળવી રાખવા 1998માં ટકાઉ ખેતીવિષયક કાર્યક્રમ પણ શરૂ કર્યો હતો.[૭] 2007ના મે મહિનામાં યુનિલિવર એવી પહેલી ચાની કંપની બની જેણે પોતાની તમામ ચા પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એ વાતનું ધ્યાન રાખ્યું છે,[૮]એણે રેઇનફોરેસ્ટ અલાયન્સ નામની ખાસ પર્યાવરણના ક્ષેત્રે કામ કરતી આંતરરાષ્ટ્રીય બિનસરકારી સંસ્થાને લઈને પૂર્વ આફ્રિકાના ચાના બગીચાઓની તેમજ આફ્રિકા તેમજ વિશ્વના બીજા હિસ્સાઓમાં નિકાસ કરવામાં આવતી ચાની પર્યાવરણને નુકસાન ન કરતી હોય એ વાતની તપાસ કરીને એને પ્રમાણિત કરવાની જવાબદારી સોંપી છે.[૯] એણે 2010 સુધી પશ્ચિમ યુરોપમાં જતી તમામ લિપ્ટન યેલો લેબલ તથા પીજી ટિપ્સ ટી બેગ પ્રમાણિત કરવાનું અને 2015 સુધી વૈશ્વિક સ્તરે બધી ટી બેગ્સ પ્રમાણિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.[૧૦]

યુનિલિવરના આ પ્રકારના અભિગમને કારણે જ કોવેલન્સ નામની કંપનીની નૈતિક પ્રતિષ્ઠાને ક્રમાંકિત કરતી સંસ્થાએ 2007માં યુનિલિવર વિશે પ્રકાશિત થયેલા હકારાત્મક અને નકારાત્મક સમાચારોનોની સમીક્ષા કરીને એને ટોચનું સ્થાન આપ્યું હતું.[૧૧]

2008માં યુનિલિવરને એના કાર્યક્રમ એક્સઃ બુસ્ટ યોર ઈએસપી માટે "આઉટસ્ટેન્ડીંગ અચીવમેન્ટ ઈન એડવાન્સ મીડિયા ટેક્નોલોજી માટે ક્રિયેશન અને ડીસ્ટ્રીબ્યુશન ઓફ ઈન્ટરેક્ટીવ કમર્શિયલ એડવર્ટાઈઝીંગ ડીલીવર્ડ થ્રુવ ડીજિટલ સેટ ટોપ બોક્સીઝ" અંતર્ગત 59માં વાર્ષિક ટેકનોલોજી અને એન્જિનીયરિંગ એમ્મી અવોર્ડઝથી નવાજવામાં આવી હતી.[૧૨]

9 ઓગસ્ટ, 2010ના દિવસે યુનિલિવરે નોર્વિજીયન ડેરી જુથ ટીઆઈએનઈ સાથે મિલકત ખરીદવાનો કરાર કર્યો હતો જેના અંતર્ગત 30 સપ્ટેમ્બર, 2010થી ડેન્માર્કની ડિપ્લોમ-એસએસની બધી પ્રવૃત્તિઓ પર એનો હક થઈ ગયો છે.

24 સપ્ટેમ્બર, 2010ના દિવસે યુનિલિવરે જાહેરાત કરી હતી તેણે ચોક્કસ કરાર દ્વારા બ્રાઝિલથી કાર્જિલ સુધી ટામેટાંના ઉત્પાદનોના વેચાણમાં વ્યવસાયના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે.

27 સપ્ટેમ્બર, 2010ના દિવસે વીઓ5, નેક્સસ, ટ્રીસમ્મે તેમજ મિસીસ ડેશ જેવી વ્યક્તિગત તેમજ ઘરવપરાશની વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપની આલ્બરટો-ક્યુલવરને 3.7 અબજ અમેરિકન ડોલરમાં ખરીદી લીધી હતી. [૧૩]

30 સપ્ટેમ્બર, 2010ના દિવસે યુનિલિવર અને ઈવીજીએએ જાહેરાત કરી હતી કે તેમણે એક સંયુક્ત કરાર કર્યો છે જેના અંતર્ગત જાહેર કરવામાં ન આવેલી કિંમતમાં યુનિલિવરે ઈવીજીએની આઇસક્રીમ બ્રાન્ડ્સ (અમોન્ગસ્ટ અધર્સ, સ્કેન્ડલ, વેરીએટ અને કારાબોલા)ની માલિકી તથા ગ્રીસમાં વિતરણ નેટવર્ક પ્રાપ્ત કર્યું છે.

પેદાશો[ફેરફાર કરો]

અલગઅલગ પ્રકારના જોડાણ અને બીજી કંપનીઓની ખરીદીઓને કારણે યુનિલિવરની 400 કરતા પણ વધારે બ્રાન્ડ્સ ઉપલબ્ધ છે. જોકે કંપનીએ "બિલીયન-ડોલર બ્રાન્ડ્સ" તરીકે ઓળખાતી 13જેટલી બ્રાન્ડ્સ પર ધ્યાન કર્યું છે જેમાંથી પ્રત્યેક બ્રાન્ડ વાર્ષિક ધોરણે 1 બિલીયન € કરતાં પણ વધારેનું વેચાણ કરે છે. યુનિલિવરની ટોચની પચીસ બ્રાન્ડ્સનો કંપનીના કુલ વેચાણમાં સિત્તેર ટકા કરતા વધારે ફાળો છે.[૧૪] આ મોટાભાગની બ્રાન્ડ્સમાં ખાદ્યપદાર્થો અને પીણાંઓ તેમજ ઘર અને અંગત વપરાશની વસ્તુઓનો સમાવેશ થાય છે.

યુનિલિવરની બ્રાન્ડ્સઃ

જાહેરાત[ફેરફાર કરો]

ક્વિન્સ ખાતે ફ્રિઝર, ઇઝરાયેલના હાર્ટબ્રાન્ડ સાથેના સ્ટ્રોસ આઇસ ક્રીમથી ભરેલું ન્યૂ યોર્ક

યુનિલિવરે અનેક જાહેરાતોનું નિર્માણ કર્યું છે

  • લિનેક્સ/એક્સની જાહેરાત નીક લેચી સાથે (માત્ર અમેરિકા માટે) અને બેન એફલેક સાથે (માત્ર અમેરિકા સિવાયની જગ્યાઓ માટે)
  • પીજી ટિપ્સ મંકી અને એએલ
  • નોર ચિકન ટુનાઇટ, આઇ ફિલ લાઇક ચિકન ટુનાઇટ
  • ફ્લોરા લંડન મેરેથોન
  • નોર ગ્લોબલ બ્રાન્ડ
  • ઉત્ક્રાંતિનો સમાવેશ કરતી સાચી સુંદરતાની ડવ માટેની જાહેરાત
  • નેધરલેન્ડ્સમાં કાલ્વ પીનાડાકાસ (પીનટ બટર)
  • મધરકેર દ્વારા પ્રમાણિત કમ્ફર્ટ પ્યોર
  • મનોરંજક કલાકાર રેઇન સાથે ક્લિયર એન્ટિ ડેન્ડ્રફ શેમ્પૂ અને કન્ડિશનર
  • મનોરંજક કલાકાર નિકોલ શ્વાઝનેગર સાથે ક્લિયર એન્ટિ-ડેન્ડ્રફ શેમ્પૂ અને કન્ડિશનર
  • અભિનેત્રી સૈન્ડ્રા ડેવી સાથે ક્લિયર સોફ્ટ અને શાઇની શેમ્પૂ અને કન્ડિશનર

કોર્પોરેટ સંભાળ[ફેરફાર કરો]

યુનિલિવરના સર્વોચ્ચ સત્તાધારી મંડળને યુનિલિવર એક્ઝિક્યુટિવ તરીકે ઓળખાય છે જેના વડા તરીકે ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ (પૌલ પોલમેન) કાર્યરત છે. તેમની જવાબદારી કંપનીના વિકાસ અને નફા પર નજર રાખવાની છે.

કોર્પોરેટ છબી[ફેરફાર કરો]

યુનિલિવરનો દાવો છે કે કોર્પોરેટ સામાજિક જવાબદારી તેમના વ્યવસાયનું હાર્દ છે.[૧૮] જોકે હાલમાં જવાબદાર અને ગુણવત્તાસભર કંપનીમાં પરાવર્તિત થવાની પ્રક્રિયા હજી ચાલી જ રહી છે અને યુનિલિવર અનેક વિષયો પર કરેલા દાવા મુજબના ઉચ્ચ લક્ષ્યાંકોને પામી ન શકવા બદલ રાજકીય, પર્યાવરણને લગતી અને માનવ સંશાધનને લગતી ચળવળક ચલાવતા વ્યક્તિઓની વિવિધ પ્રકારની આલોચનાનું ભોગ બની રહ્યું છે.[૧૯]

પર્યાવરણ વિષયક મુદ્દાઓ[ફેરફાર કરો]

ફોસ્ફેટ

દક્ષિણ અમેરિકામાં ઓએમઓ તથા સ્કીપ જેવા ઉત્પાદનોમાં યુનિલિવર હજી પણ ફોસ્ફેટ[૨૦]નો ઉપયોગ કરી રહ્યું છે જેના કારણે કેટલીક વાર કાયદાનો ભંગ થાય છે અને ફોસ્ફેટ મુક્ત એવા સ્થાનિક ઉત્પાદનોને ભારે સ્પર્ધાનો સામનો કરવો પડે છે.

પામ તેલ

જંગલોને નુકસાન પહોંચાડવા માટે યુનિલિવરે ગ્રીનપીસ તરફથી ભારે આલોચનાનો સામનો કરવો પડ્યો હતો[૨૧] 2008માં ગ્રીનપીસ, બ્રિટને યુનિલિવર પર ભારે માછલાં ધોયા હતા[૨૨] કારણ કે કંપનીને પામ તેલ પુરી પાડતી વ્યક્તિઓ ઇન્ડોનેશિયનાના વરસાદી જંગલોને ભારે નુકસાન પહોંચાડતી હતી. યુનિલિવર રાઉન્ડટેબલ ઓન સસ્ટેનેબલ પામ ઓઇલ (આરએસપીઓ)નું સ્થાપક સભ્ય હોવાના કારણે ટીકાનો જવાબ વાળતા એણે 2015થી પર્યાવરણને નુકસાન ન પહોંચાડતા હોય એવા સ્તોત્રો પાસેથી જ પામ તેલ ખરીદવાનું આયોજન જાહેર કર્યું છે.[૨૩]

યુનિલિવરને પામ તેલ પહોંચાડતા સપ્લાયરોમાંથી એક કોટે ડી લ્વોયર પર પ્લાન્ટેશન માટે જંગલોનો સફાયો કરવાનો આરોપ છે જેના કારણે જંગલની મિસ વેલ્ડ્રન્સ રેડ કોલોબસ જેવી અમૂલ્ય પ્રજાતિઓનો નાશ થયો છે. આ મુદ્દે યુનિલિવરે દરમિયાનગીરી કરીને જ્યાં સુધી પર્યાવરણીય આકલનનો ઉકેલ ન આવી જાય ત્યાં સુધી જંગલનો સફાયો કરવાની પ્રક્રિયા અટકાવી દીધી છે.[૨૪]

4 જુલાઈ, 2010ના દિવસે યુનિલિવરે જાહેરાત કરી હતી એણે યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના વ્યવસાયને આવરી લે એટલા પર્યાવરણને નુકસાન ન પહોંચાડતા પામ તેલ માટેના ગ્રીનપામના પ્રમાણપત્રો મેળવી લીધા છે.[સંદર્ભ આપો] ગ્રીનપામ એક આરએસપીઓનો ખાસ પ્રકારના પ્રમાણપત્રોનો આપલે આધારિત કાર્યક્રમ છે જેની રચના પામ તેલના ઉત્પાદનને કારણે ઉભી થતી પર્યાવરણીય અને સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે કરવામાં આવી છે.

રેઇનફોરેસ્ટ અલાયન્સ

યુનિલિવરે પોતાની તમામ ચા નૈતિક અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડતા સ્તોત્રો પાસેથી ખરીદવાનો નિર્ણય કર્યો છે.[સંદર્ભ આપો] એણે પર્યાવરણના ક્ષેત્રે કાર્યરત આંતરરાષ્ટ્રીય બિનસરકારી સંસ્થા રેઇનફોરેસ્ટ અલાયન્સને આફ્રિકામાં આવેલા ચાના બગીચાઓને પ્રમાણિત કરવાનું કામ સોંપ્યું છે.

લિપ્ટન અને પીજી ટિપ્સ પ્રમાણિત ચા ધરાવતી પહેલી બ્રાન્ડ બની જશે. કંપનીનું લક્ષ્ય 2010 સુધી વેસ્ટર્ન યુરોપમાં વેચવામાં આવતી લિપ્ટન યેલો લેબલ અને પીજી ટિપ્સ બેગ્સને પ્રમાણિત કરવાનું અને 2015 સુધી વૈશ્વિક સ્તરે વેચવામાં આવતી બધી લિપ્ટન ટી બેગ્સને પ્રમાણિત કરવાનું છે.

પ્રાણીઓ પર થતી ચકાસણી

યુનિલિવરનો દાવો છો કે એ પ્રાણીઓ પર કરવામાં આવતી ચકાસણીને સંપૂર્ણપણે નાબુદ કરવા કટિબદ્ધ છે. જે દેશોમાં કાયદા પ્રમાણે પહેલાં પ્રાણીઓ પર ચકાસણી કરવાનુ ફરજિયાત છે, કંપની એ દેશોના સ્થાનિક સત્તાધીશોને મળીને કાયદામાં ફેરફાર કરવા માટે સમજાવે છે.[૨૫] કેટલાક ચળવળકારી[કોણ?]ઓનું માનવું છે કે આ પ્રયાસ કારણ વગર ચર્ચાંમાં રહેવાના નુસખાથી વિશેષ નથી કારણ કે યુનિલિવરે પોતે જ એલડી50 ઝેરનું પરિક્ષણ જેવી ચકાસણીમાં પ્રાણીઓનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું છે.

સામાજિક મુદ્દાઓ[ફેરફાર કરો]

રંગભેદ અને જાહેરાતો
હિંદુસ્તાન યુનિલિવરની ત્વચાને ગોરી બનાવવાનો દાવો કરતી ફેર એન્ડ લવલી ક્રિમની ટેલિવિઝન માટેની જાહેરાતમાં બતાવવામાં આવે છે કે લઘરવઘર કપડાં પહેરેલી એક કાળી ત્વચા ધરાવતી યુવતીની નોકરીદાતાઓ તથા પુરુષો અવગણના કરતા હોય છે, પણ ક્રિમ વાપર્યા પછી તે જ્યારે ગોરી થઈ જાય છે ત્યારે એકાએક તેને નવા બોયફ્રેન્ડ બની જાય છે અને કારર્કિદી પણ ઉજળી થઈ જાય છે. [૨૬]

યુનિલિવરની ઓસ્ટ્રેલિયન શાખા (એસ્કિમો) મોહર ઇમ હેમ્ડ નામથી આઈસ્ક્રીમનું ઉત્પાદન અને માર્કેટિંગ કરે છે. મોહ્ર (મુર) આફ્રિકનો કે પછી કાળા લોકો માટે વપરાતો એક જર્મન શબ્દ છે એ અત્યંત રંગભેદી છે.[૨૭][૨૮] મોહ્ર ઇમ હેમ્ડ (મુર ઇન ધ શર્ટ) એ પરંપરાગત ઓસ્ટ્રેલિયન ચોકલેટ છે જેનો ગુઢાર્થ વસ્ત્રહીન વાઇલ્ડ આફ્રિકન થાય છે. જોકે યુનિલિવરે આ નામ પાછળ એનો કોઈ રંગભેદને લગતો ઇરાદો નથી અને આ નામ રાખતા પહેલાં ઓસ્ટ્રેલિયામાં વિશાળ બજાર સંશોધન કરવામાં આવ્યું હતું અને એમાં કોઈ આપત્તિજનક અભિપ્રાય નહોતો મળ્યો.

22 એપ્રિલ, 2010ના દિવસે યુનિલિવરે બ્રિટીશ નેશનલ પાર્ટી (બીએનપી) સાથે એનો કોઈ સંબંધ ન હોવાની જાહેરાત કરી હતી કારણ કે બીએનપીની ચુંટણી પ્રચારની ફિલ્મમાં માર્મીટ નામના યુનિલિવરના ઉત્પાદનની બરણી દેખાડવામાં આવી હતી.[૨૯] આ મુદ્દે જાહેર કરવામાં આવેલા કંપનીના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે બ્રિટીશ નેશનલ પાર્ટીએ અત્યારે ઓનલાઇન દેખાડવામાં આવી રહેલી રાજકીય ફિલ્મમાં માર્મીટની બરણીનો ઉપયોગ કરી છીએ. આ મુદ્દે અમે સ્પષ્ટ કરી દેવા માગીએ છીએ કે માર્મીટે બીએપીને અમારા પેકિંગનુ શૂટિંગ કરીને ઉત્પાદનને પ્રસારિત કરવાની મંજૂરી નથી આપી. માર્મીટ કે પછી યુનિલિવરની કોઈ બ્રાન્ડ કોઈપણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલી નથી. હાલમાં અમે બીએપી વિરૂદ્ધ તેમના ઓનલાઇન પ્રસારણમાંથી માર્મીટની બરણીના હટાવવા માટેના તેમજ ભવિષ્યમાં એનો ઉપયોગ ન કરી શકે એવા કાયદાકીય આદેશો મેળવવાની દિશામાં કાર્યરત છીએ."

જાહેરાતોમાં જાતીયતા
જાહેરાત મુક્ત બાળપણ માટેની ચળવળે 2007માં યુનિલિવરના સૌથી ઉત્તેજક ગણાતા એક્સ માર્કેટિંગ કેમ્પેઇન માટે એની આકરી આલોચના કરી હતી.[૩૦] આ આલોચનાના જવાબમાં યુનિલિવરે જણાવ્યું હતું કે આ તો હળવા અંદાજમાં કરાયેલો મજાક હતો અને એને ગંભીરતાથી લેવાની કોઈ જરૂર નથી.[૩૧]

યુનિલિવરે 2007માં ડવ "રિયલ બ્યુટી" માર્કેટિંગ કેમ્પેઇન શરૂ કર્યું હતું જેમાં મહિલાઓને આધુનિક જાહેરખબરોમાં ચિતરવામાં આવતી તેમની કુપોષિત અને અત્યંત ઉત્તેજક છાપને નકારી દેવાનું પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.[૩૨]

બાળ મજૂર
2003માં યુનિલિવર પર જે આરોપો લગાવવામાં આવ્યા હતા એમાં બાળ મજૂરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.[૩૩]

રાહતનો ટેકો
15 જાન્યુઆરી, 2010ના દિવસ યુનિલિવરે હૈતીના ભૂકંપપિડીત લોકો માટે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (ડબલ્યુએફપી) સાથેની વૈશ્વિક ભાગીદારીના માધ્યમથી પાંચ લાખ ડોલરની નાણાંકીય મદદ આપી હતી.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Annual Report 2009" (PDF). મૂળ (PDF) માંથી 2010-12-24 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-21.
  2. "Unilever: About us". મૂળ માંથી 2011-03-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-21.
  3. એ એન્ડ ડબલ્યુ રૂટ બીયર કેનેડા માટે ક્રોનોલોજી
  4. ૪.૦ ૪.૧ ન્યૂ યોર્ક ટાઇમ્સ, 15 ફેબ્રુઆરી, 1996 "Unilever Agrees to Buy Helene Curtis".
  5. આઈડી.
  6. એથિકલ કોર્પોરેશન આર્ટિકલ
  7. "યુનિલિવર્સ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર પ્રોગ્રામ". મૂળ માંથી 2008-05-11 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-21.
  8. સાન ડિએગો ટાઇમ્સ
  9. "યુનિલિવર સસ્ટેનેબલ ટી". મૂળ માંથી 2010-01-02 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-21.
  10. "યુનિલિવર પ્રેસ રિલીઝ". મૂળ માંથી 2007-06-17 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-21.
  11. "કોવલન્સ એથિકલ રેન્કિંગ 2007 પ્રેસ રિલીઝ, 2 જાન્યુઆરી 2008" (PDF). મૂળ (PDF) માંથી 2009-03-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-21.
  12. "59મો એન્યુઅલ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ એમ્મી એવોર્ડસ" (PDF). મૂળ (PDF) માંથી 2016-07-21 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-21.
  13. http://www.businessweek.com/news/2010-09-27/unilever-to-purchase-alberto-culver-for-3-7-billion.html
  14. 2008 એન્યુઅલ રિપોર્ટ એન્ડ એકાઉન્ટ્સ સંગ્રહિત ૨૦૧૧-૦૬-૧૬ ના રોજ વેબેક મશિન પાન નં 2-3.
  15. ઢાંચો:Cite url
  16. "Unilever Completes TIGI Acquisition". GCI magazine. April 14, 2009.
  17. ઢાંચો:Cite url
  18. "Beyond Corporate Responsibility:Social innovation and sustainable development as drivers of business growth" (PDF). Unilever. મૂળ (PDF) માંથી 2010-10-11 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-20.
  19. "Unilever Corporate Crimes". Corporate Watch. મેળવેલ 2007-08-02.
  20. "Unilever-Chile REDUCIRA el uso de los fosfatos". Ultimahora. મૂળ માંથી 2011-09-10 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-30.
  21. "Unilever admits toxic dumping: will clean up but not come clean". Greenpeace. મેળવેલ 2007-08-02.[હંમેશ માટે મૃત કડી]
  22. "Ape protest at Unilever factory". BBC. મેળવેલ 2008-03-23.
  23. "Unilever has announced its intention to have all of its palm oil certified sustainable by 2015". મૂળ માંથી 2008-04-22 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-01.
  24. "Manifesto for the Conservation of the Tanoé Swamps Forest". મૂળ માંથી 2008-11-21 પર સંગ્રહિત. મેળવેલ 2008-07-19.
  25. "Developing Alternative Approaches To Animal Testing". મૂળ માંથી 2010-07-31 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-05.
  26. Dhillon, Amrit (2007-07-01). "India's hue and cry over paler skin". The Daily Telegraph. London. મૂળ માંથી 2007-07-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-05-26.
  27. ડેર સ્ટાન્ડર્ડ: "આઈ વીલ મોહ્ર!: વેરબેરાટ પ્રુફ્ટ"
  28. એફએમ4: "વીલ આઈ મોહ્ર?"
  29. Jeffery, Simon (2010-04-22). "Marmite and the BNP: love them or hate them, they've added a new taste to the election". The Guardian. London. મેળવેલ 2010-05-26.
  30. "એક્સ ધ એક્સ કેમ્પેઇન". મૂળ માંથી 2010-11-22 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-21.
  31. યુનિલિવર શન્સ સ્ટિરિયોટાઇપ્સ ઓફ વુમન (અનલેસ ટોકિંગ ટુ મેન) – ન્યૂ યોર્ક ટાઇમ્સ
  32. યુનિલિવર ડિસરોબ્ડઃ ઇન્ટરવ્યૂ વિથ ડવ-એક્સ મેશઅપ આર્ટિસ્ટ
  33. "Monsanto, Unilever use Child Labour in India". India Committee of the Netherlands. મેળવેલ 2007-08-02.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]