રમાકાન્ત દેસાઈ
Cricket information | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
બેટિંગ શૈલી | જમણેરી બેટ્સમેન (RHB) | |||||||||||||||||||||||||||||||||||||||
બોલીંગ શૈલી | જમણેરી ફાસ્ટ-મધ્યમ | |||||||||||||||||||||||||||||||||||||||
આંતરરાષ્ટ્રીય માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||
રાષ્ટ્રીય ટીમ | ||||||||||||||||||||||||||||||||||||||||
કારકિર્દી આંકડાઓ | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
Source: [૧] |
રમાકાન્ત ભિકાજી દેસાઈ ઉચ્ચાર (મદદ·માહિતી) (જૂન ૨૦, ૧૯૩૯, મુંબઇ – એપ્રિલ ૨૮, ૧૯૯૮, મુંબઇ), ફાસ્ટ બોલર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા હતા.
૫'૬"થી ઓછી ઉંચાઈ ધરાવતા રમાકાંત દેસાઈ બોલરો માટે અતિ તેજ હતાં. તેમને "ટાઈની" નામનું હુલામણુ નામ મળ્યું હતું. તેઓ ભારતીય ટીમના એકમાત્ર પેસ બોલર હોવાથી તેમને ઘણો શ્રમ પડતો. તેમણે પોતાની ટેસ્ટ કારકીર્દીની શરૂઆત ૧૯૫૮-૫૯માં વેસ્ટ ઇંડિઝ સામે કરી કે જેમાં તેમણે ૪/૧૬૯ નો ફાળો ૪૯ ઓવરમાં નોંધાવ્યો. તેઓ બાઉંસર બોલ ફેંકી બેટ્સમેનને પજવતા જે તે સમયે કોઈ ભારતીય બોલરમાં અસામાન્ય હતું.
તેમણે ૧૯૫૯માં ઈંગ્લેંડ, ૧૯૬૧-૬૨માં વેસ્ટ ઇન્ડિઝ ૧૯૬૭-૬૮માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડનો પ્રવાસ કર્યો. ૧૯૬૦-૬૧માં તેમણે પાકિસ્તાન ગયા અને ૨૧ વિકેટો લીધી. મુંબઈમાં તેમણે ૧૦મા સ્થાને રમતા ૮૫ રન બનાવ્યાં જે એક ભારતીય રેકોર્ડ હતો. તેમણે નાના જોશી સાથે નવમી વિકેટની ભાગીદારીમાં ૧૪૯ રન બનાવ્યાં. તેમનો સર્વોત્તમ દેખાવ ૬/૫૯ નો ૧૯૬૪-૬૫ ન્યૂઝીલેંડ સામે રહ્યો છે. ડ્યુંડીનમાં ડીક મોટ્ઝ દ્વારા તેમના જડબામાં ફ્રેક્ચર કરાયું તેમ છતાં તેમણે બિશન સિંઘ બેદી સાથે ૫૭ રન ઉમેર્યાં. રણજી ટ્રોફીની પ્રથમ વર્ષની મેચમાં તેમણે ૭ મેચમાં ૫૦ વિકેટ લીધી. મુંબઈની ટીમ માટે તે એક રેકોર્ડ છે. ૧૯૬૮-૫૯ થી ૧૯૬૮-૬૯ની મુંબઈ ટીમના સદસ્ય તરીકેના ૧૧ દરમ્યાન તેઓ હારની બાજુમાં ન રહ્યાં. ૧૯૯૬-૯૭ ના વર્ષ દરમ્યાન તેઓ ચયન કર્તાની સમિતિના ચેરમેન હતાં. તેમની મૃત્યુના એક મહીના પહેલાં એમણે રાજીનામું આપ્યું. હૃદય રોગના હુમલા પછી તેઓ ચાર દિવસે હોસ્પીટલમાં અવસાન પામ્યાં.
સંદર્ભ
[ફેરફાર કરો]- Indian Cricket 1998 પર અવસાન લેખ.
- Christopher Martin-Jenkins, The Complete Who's Who of Test Cricketers