લખાણ પર જાઓ

રમાબાઈ આંબેડકર

વિકિપીડિયામાંથી
રમાબાઈ ભીમરાવ આંબેડકર
રમાબાઈ આંબેડકર
જન્મની વિગત(1897-02-07)7 February 1897
વણંદ, મહારાષ્ટ્ર, બ્રિટીશ ભારત
મૃત્યુ27 May 1935(1935-05-27) (ઉંમર 38)
રાજગૃહ, બૉમ્બે, મહારાષ્ટ્ર, બ્રિટીશ ભારત
અન્ય નામોરમાઈ, રમુ
જીવનસાથીબાબાસાહેબ આંબેડકર
સંતાનોયશવંત આંબેડકર, અન્ય ૪

રમાબાઈ ભીમરાવ આંબેડકર (૭ ફેબ્રુઆરી ૧૮૯૭ – ૨૭ મે, ૧૯૩૫) જેમને રમાઈ અથવા માતા રમા તરીકે પણ ઓળખવામાં આવે છે.) બી. આર. આંબેડકરનાં પ્રથમ પત્ની હતાં.[] ડૉ. આંબેડકર જણાવે છે કે રમાબાઈનું સમર્થન તેમને ઉચ્ચ શિક્ષણ અને તેમની સાચી ક્ષમતાને આગળ વધારવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ છે.[] તેઓ ઘણી જીવનચરિત્રાત્મક ફિલ્મો અને પુસ્તકોનો વિષય રહ્યા છે. ભારતભરમાં સંખ્યાબંધ સીમાચિહ્નો તેમના નામ પર રાખવામાં આવ્યા છે.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

રમાબાઈનો જન્મ ભિખુ ધાત્રે (વલાંગકર) અને રુક્મિનીદેવીને ત્યાં એક ગરીબ પરિવારમાં થયો હતો. તેઓ તેમની ત્રણ બહેનો અને એક ભાઈ શંકર સાથે મહારાષ્ટ્રના વાણંદ ગામની અંદર મહાપુરા વિસ્તારમાં રહેતા હતાં. તેમના પિતા દાભોલ બંદરથી બજારમાં માછલીઓની ટોપલીઓ પહોંચાડીને તેમની આજીવિકા મેળવતા હતા. જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમના માતાપિતાનું અવસાન થતાં તેઓ તેમના કાકા સાથે બોમ્બે સ્થાયી થયા હતાં.[]

આંબેડકર સાથે લગ્ન

[ફેરફાર કરો]

રમાબાઈએ ૧૯૦૬માં મુંબઈના ભાયખલાના શાક માર્કેટમાં એક ખૂબ જ સરળ સમારોહમાં આંબેડકર સાથે લગ્ન કર્યા હતા. તે સમયે આંબેડકરની ઉંમર ૧૫ વર્ષની હતી અને રમાબાઈ નવ વર્ષના હતા.[] તેમને પાંચ બાળકો હતા – યશવંત, ગંગાધર, રમેશ, ઇન્દુ (પુત્રી) અને રાજરત્ન. યશવંત (૧૯૧૨–૧૯૭૭) સિવાયના બીજા ચાર નાનપણમાં જ મૃત્યુ પામ્યા હતા.[][]

આંબેડકર સાથેના ૨૯ વર્ષના દાંપત્યજીવન બાદ ૨૭ મે, ૧૯૩૫ના રોજ બોમ્બેના દાદરની હિન્દુ કોલોનીના રાજગૃહ ખાતે લાંબી માંદગી બાદ રમાબાઈનું અવસાન થયું હતું.[]

પ્રભાવ અને વિરાસત

[ફેરફાર કરો]
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૩૦ મે, ૨૦૧૮ના રોજ મહારાષ્ટ્રના પુણે ખાતે રમાબાઈ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

ફિલ્મો, ટેલિવિઝન ધારાવાહિકો તથા નાટકો

[ફેરફાર કરો]

રમાબાઈનું જીવન નીચેની સૂચિ પ્રમાણેની ફિલ્મો, ટેલિવિઝન ધારાવાહિકો તથા નાટકોમાં દર્શાવવામાં આવ્યું છે:

  • રમાઈ, ૧૯૯૨માં અશોક ગવળી દ્વારા દિગ્દર્શિત નાટક[]
  • ભીમ ગર્જના: વિજય પવાર દિગ્દર્શિત ૧૯૯૦ની મરાઠી ફિલ્મ 'ભીમ ગર્જના'માં રમાબાઈની ભૂમિકા પ્રથમા દેવીએ ભજવી હતી.
  • યુગપુરુષ ડૉ. બાબાસાહેબ આંબેડકર: ૧૯૯૩માં શશીકાંત નાલાવડે દિગ્દર્શિત મરાઠી ફિલ્મ યુગપુરુષ 'ડૉ.બાબાસાહેબ આંબેડકર'માં રમાબાઈની ભૂમિકા ચિત્રા કોપ્પીકરે ભજવી હતી.
  • જબ્બાર પટેલ દિગ્દર્શિત અંગ્રેજી ફિલ્મ ડો.બાબાસાહેબ આંબેડકર (૨૦૦૦)માં રમાબાઈની ભૂમિકા સોનાલી કુલકર્ણીએ ભજવી હતી.
  • શરણકુમાર કબ્બુર દિગ્દર્શિત ૨૦૦૫માં આવેલી કન્નડ ફિલ્મ ડૉ.બી. આર.આંબેડકરમાં રમાબાઈની ભૂમિકા તારા અનુરાધાએ ભજવી હતી.
  • રમાબાઈ ભીમરાવ આંબેડકર, પ્રકાશ જાધવ દિગ્દર્શિત ૨૦૧૧ની મરાઠી ફિલ્મમાં રમાબાઈ આંબેડકરની ભૂમિકા નિશા પરુલેકરે ભજવી હતી.
  • રમાબાઈ, ૨૦૧૬માં એમ. રંગનાથ દિગ્દર્શિત કન્નડ ફિલ્મમાં, રમાબાઈ આંબેડકરની ભૂમિકા યજ્ઞા શેટ્ટીએ ભજવી હતી.[]
  • ડીડી નેશનલ પર પ્રસારિત હિન્દી ટેલિવિઝન શ્રેણી ડો. આંબેડકર.
  • સોની મરાઠી પર પ્રસારિત મરાઠી ટેલિવિઝન શ્રેણી ગર્જા મહારાષ્ટ્ર (૨૦૧૮-૧૯).
  • ડૉ. બાબાસાહેબ આંબેડકર: મહામાનવચી ગૌરવગાથા (૨૦૧૯), સ્ટાર પ્રવાહ પર પ્રસારિત થયેલી મરાઠી ટેલિવિઝન શ્રેણી, જેમાં શિવાની રંગોલે રમાબાઈ આંબેડકર તરીકે ચમકી હતી જ્યારે મૃન્મયી સુપાલે પાત્રના યુવા સંસ્કરણનું ચિત્રણ કર્યું હતું.[][]

પુસ્તકો

[ફેરફાર કરો]
  • રમાઈ, લે. યશવંત મનોહર
  • ત્યાગવંતી રમા મૌલી, લે. નાના ધાકુલકર, વિજય પ્રકાશન (નાગપુર)
  • પ્રિય રમુ, લે. યોગીરાજ બાગુલ, ગ્રંથાલી પબ્લિકેશન[]

બી. આર. આંબેડકરનું પુસ્તક થોટ્સ ઓન પાકિસ્તાન, જે ૧૯૪૧માં પ્રકાશિત થયું હતું, તે રમાબાઈને સમર્પિત કર્યું હતું. પ્રસ્તાવનામાં આંબેડકર તેમના સામાન્ય ભીમ અથવા ભીમાથી ડૉ. આંબેડકરમાં પરિવર્તનનો શ્રેય રમાબાઈને આપે છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Khajane, Muralidhara (2016-04-15). "The life and times of Ramabai Ambedkar". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 2018-01-19.
  2. ૨.૦ ૨.૧ "'Ramai' portrays poignant and tragic life of Ramabai Ambedkar - Times of India". The Times of India. મેળવેલ 2018-01-19.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Manohar, Yashwant. Ramabai. India: Pratima Publications. પૃષ્ઠ 51. ISBN 9788192647111.
  4. Jogi, Dr. Sunil (2007). Dalit Samajache Pitamah Dr. Bhimrao Ambedkar (મરાઠીમાં). Diamond Books. પૃષ્ઠ 50.
  5. Gaikwad, Dr. Dnyanraj Kashinath (2016). Mahamanav Dr. Bhimrao Ramji Ambedkar (મરાઠીમાં). Riya Publication. પૃષ્ઠ 186.
  6. Khajane, Muralidhara (14 April 2015). "Remembering Ramabai". The Hindu.
  7. "Shivani Rangole to play Ramabai - Times of India".
  8. "ही बालकलाकार साकारणार छोट्या रमाबाईंची भूमिका". 18 July 2019.
  9. "महापुरुषाची सावली". Loksatta (મરાઠીમાં). 3 December 2017. મેળવેલ 29 March 2018.