રાજાબાઇ ટાવર

વિકિપીડિયામાંથી
રાજાબાઇ ટાવર
રાજાબાઇ ટાવર, ૨૦૦૮.
રાજાબાઇ ટાવર is located in મુંબઈ
રાજાબાઇ ટાવર
મુંબઈમાં સ્થાન
સામાન્ય માહિતી
સ્થાપત્ય શૈલીવેનિસ અને ગોથિક સ્થાપત્ય શૈલી
નગર અથવા શહેરમુંબઈ
દેશભારત
અક્ષાંશ-રેખાંશ18°55′47″N 72°49′48″E / 18.92964°N 72.82999°E / 18.92964; 72.82999
બાંધકામની શરૂઆત૧ માર્ચ ૧૮૬૯
પૂર્ણનવેમ્બર ૧૮૭૮
ખર્ચ ૫,૫૦,૦૦૦
અસીલબોમ્બે પ્રેસિડેન્સી
તકનિકી માહિતી
માપ280 feet (85 m)
રચના અને બાંધકામ
સ્થપતિસર જર્યોજ ગિલ્બર્ટ સ્કોટ્ટ

રાજાબાઇ ટાવર દક્ષિણ મુંબઈમાં આવેલો ઘડિયાળ ટાવર છે. તે મુંબઈ યુનિવર્સિટીના ફોર્ટ પ્રાંગણમાં આવેલો છે. તેની ઊંચાઇ ૮૫ મીટર (૨૮૦ ફીટ) છે. આ મિનારાનો સમાવેશ મુંબઈના વિશ્વ ધરોહર સ્થળમાં થાય છે.[૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

રાજાબાઇ ટાવરની રચના બ્રિટિશ સ્થપતિ સર જર્યોજ ગિલ્બર્ટ સ્કોટ્ટે કરી હતી.[૨] તેણે લંડનના બિગ બેન ટાવરનો આધાર આ રચના માટે લીધો હતો.

૧ માર્ચ ૧૮૬૯ના રોજ પાયો નાખવામાં આવ્યો હતો અને બાંધકામ નવેમ્બર ૧૮૬૯માં શરૂ થયું હતું. આ બાંધકામ નવેમ્બર ૧૮૭૮માં પૂર્ણ થયું હતું. બાંધકામનો કુલ ખર્ચ તે સમયમાં મોટી રકમ ગણાતા એવા ૫,૫૦,૦૦૦ રૂપિયા આવ્યો હતો. આનો બધો જ ખર્ચો પ્રેમચંદ રાયચંદે ઉઠાવ્યો હતો, જેઓ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (મુંબઈ શેર બજાર)ના સ્થાપક અને તવંગર દલાલ હતા. તેમણે આ ટાવરનું નામ તેમની માતા રાજાબાઇના નામ પર રાખવાની શરતે આ ખર્ચ આપ્યો હતો.[૩]

પ્રેમચંદની માતા અંધ હતા અને જૈન ધર્મના ચુસ્ત અનુયાયી હતા અને તેમણે સૂર્યાસ્ત પહેલાં જમી લેવાનું હતું. ટાવરનો સાંજનો ડંકો તેમને કોઇની મદદ વગર સાંજના જમવાના સમયની યાદ અપાવતો હતો.

વારંવાર થતાં આપઘાતના બનાવો પછી જાહેર જનતા માટે આ ટાવર બંધ કરવામાં આવ્યો હતો.

બાંધકામ[ફેરફાર કરો]

ટાવરનું બાંધકામ વેનિસ અને ગોથિક સ્થાપત્ય શૈલીઓના મિશ્રણથી કરવામાં આવ્યું હતું. તે સ્થાનિક એવા કુર્લા પથ્થરોથી બનાવવામાં આવ્યો હતો. ટાવરમાં શહેરની શ્રેષ્ઠ એવા કાચની બારીઓ જડેલી છે.

ટાવરના ભોંયતળિયે બે ઓરડાઓ આવેલા છે, જે દરેક ૫૬ × ૨૭.૫ ફીટ (૧૭ × ૮.૫ મીટર) માપના છે. ટાવર ૨.૪ મી² (૨૬ ફીટ²) જેટલી ઊભી જગ્યા ધરાવે છે અને સર્પાકાર સીડી ૨.૬મી² (૨૮ ફીટ²) આવેલી છે. પ્રથમ મજલાની ઊંચાઇ ૬૮ ફીટ (૨૦.૭ મીટર) થાય છે. ઉપર જતાં ચોરસ ભાગ દસકોણમાં પરિવર્તીત થાય છે અને તેની ઊંચાઇ ૧૧૮ ફીટ (૩૬ મીટર) છે. ત્રીજો ભાગ ૯૪ ફીટ (૨૮.૭ મીટર) છે અને આથી કુલ ઊંચાઇ ૨૮૦ ફીટ (૮૫ મીટર) થાય છે.

એક સમયે આ ટાવર મુંબઈની સૌથી ઊંચી ઇમારત હતી.

ધૂનો[ફેરફાર કરો]

રાત્રિના સમયે પ્રકાશતો રાજાબાઇ ટાવર

બ્રિટિશ શાસન સમયે ટાવરની ઘડિયાળ કુલ ૧૬ ધૂનો વગાડતી હતી, જે દિવસમાં ચાર વખત બદલાતી હતી. હાલમાં તે દર પંદર મિનિટે માત્ર એક જ ધૂન વગાડે છે.

સમારકામ[ફેરફાર કરો]

ઓક્ટોબર ૨૦૧૩ થી ૧૧ મે ૨૦૧૫ દરમિયાન ટાવરનું સમારકામ અનિતા ગરવારે (હેરિટેઝ સોસાયટી), ડો. રાજન વેલકર (ઉપકુલપતિ; મુંબઈ યુનિવર્સિટી) અને એન. ચંદ્રશેખર (CEO, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ)ની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. ૨૦૧૮માં આ સમારકામ પછી યુનેસ્કોએ રાજાબાઇ ટાવરનો સમાવેશ વિશ્વ ધરોહર સ્થળમાં કર્યો હતો.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Team, BS Web (2018-06-30). "Mumbai's Victorian Gothic and Art Deco buildings enter Unesco Heritage list". Business Standard India. મેળવેલ 2020-05-14.
  2. "Re-setting the time". Mumbai: The Hindu. ૩ જાન્યુઆરી ૨૦૧૨. મેળવેલ ૨૨ જુલાઇ ૨૦૧૨.
  3. Rakesh Kumar Bhatt (1 January 1995). History and Development of Libraries in India. Mittal Publications. પૃષ્ઠ 39–40. ISBN 978-81-7099-582-1.
  4. "Mumbai's urban heritage conservation movement is winning accolades". www.hindustantimes.com (અંગ્રેજીમાં). 2018-11-11. મેળવેલ 2018-12-14.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]