લખાણ પર જાઓ

રાફડો

વિકિપીડિયામાંથી
ભારતમાં ઉધઈનો એક રાફડો
તામિલનાડુમાં મેલપટ્ટી નજીક વધુ ઊંચો એક રાફડો

રાફડો એ કીટક વર્ગના ઉધઈ નામના જંતુનું ઘર છે. આ રાફડો જમીનના પેટાળમાં તેમ જ ઉપરની બાજુ અદ્ભૂત રચના કરી બનાવવામાં આવતા દર હોય છે. કીડી, મંકોડા, ઉધઇ જેવા કીટકો જમીનમાં ઊંડે દર બનાવીને રહે છે. આ બધા જંતુઓમાં ઉધઇ અગ્રણી છે. ઉધઇ સૌથી નબળુ કીટક છે અને વળી આંખ વગરનું હોવા છતાંય જમીનમાં ખોદકામ કરીને અદ્ભૂત ઘર બનાવે છે.

ઉધઇ વધારે ગરમી કે ઠંડી સહન કરી શક્તી નથી. આથી જ તેને સલામત અને વાતાનુકૂલિત (એરકંડિશન્ડ) ઘર બનાવવાની શક્તિ મળેલી છે. ઉધઇ હંમેશાં સમૂહમાં રહેતી હોય છે. તેમના સમૂહમાં રાણી (સ્વાર્મર), મજૂર (વર્કર) જેવા વર્ગ હોય છે. મજૂર ઉધઇ ઘર બનાવવાનું કાર્ય કરે છે. જમીનના પેટાળથી શરુઆત કરીને સપાટી પર નાનકડા ટેકરા જેવું તેમનું ઘર હોય છે. આ ટેકરાને રાફડો કહે છે. રાફડાની ઊંચાઈ કેટલીક વાર ઘણી વધુ હોય છે[].

રાફડો બાંધતી વખતે મજૂર ઉધઇ પોતાની લાળ માટીમાં ભેળવી નાની નાની ગોળીઓ તૈયાર કરે છે. આ ગોળીને ઇંટો માફક ગોઠવીને રાફડો તૈયાર કરે છે. સૌ પ્રથમ ગોળાકાર ચિમની બનાવે જે પેટાળથી માંડીને ઉપરની સપાટી સુધી બનાવવામાં આવે છે, જેથી હવાની આવ-જા થઈ શકે. એક રાફડામાં લાખો ઉધઇ રહેતી હોય છે.

બહાર દેખાતા લાલ માટીના ટેકરા જેવા રાફડા હેઠળ મોટા ઓરડા અને કોઠાર જેવી રચના હોય છે. તેમાં આવ જા માટે બારી અને બારણા જેવા બાકોરાં પણ હોય છે. ઇંડા મૂકવા માટે અલગ જગ્યા રાખવામાં આવે છે.

રાફડામાં રાણી ઉઘઇને રહેવા માટે અલગ ખંડ હોય છે. આપણને આશ્ચર્ય થાય પણ નબળી અને અંધ ઉધઇ પોતાના શરીરના કદ કરતાં કેટલાય ગણું મોટું ઘર બાંધવાની ક્ષમતા ધરાવતી હોય છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "સૌથી નબળા કીટક ઉધઇનું અદ્ભૂત બાંધકામ : રાફડો". ઝગમગ, ગુજરાત સમાચાર. ૧૩ જાન્યુઆરી ૨૦૧૮. મેળવેલ ૧૩ જાન્યુઆરી ૨૦૧૮.