રામફળ
Appearance
રામફળ (અંગ્રેજી: Bullock's Heart, Common Custard Apple; વૈજ્ઞાનિક નામ: અનોના રેટિક્યુલાટા) એક મીઠું ફળ છે. તેનું ઝાડ મધ્યમ ઊંચાઈનું હોય છે. રામફળના વૃક્ષનાં પાંદડા જામફળનાં પાન જેવા હોય છે. ઝાડ ઓછા પ્રમાણમાં મળી આવે છે. રામફળ ઉનાળામાં આવતું ફળ છે. ફળનું આવરણ તપખીરી કેસરી રંગનું હોય છે. રામફળ એ સીતાફળની જાતિનું છે.
આખ્યાયિકા
[ફેરફાર કરો]ખાવામાં અતિશય સ્વાદિષ્ટ અને દેખાવમાં આકર્ષક એવું રામફળ રામજન્મના સમયે એટલે રામનવમીની આસપાસ પાકવાની શરુઆત થાય છે.
ઉત્પાદન
[ફેરફાર કરો]આશરે ૭ વર્ષની ઉંમરના એક ઝાડ પર વાર્ષિક સરેરાશ ૧૦૦-૧૫૦ ફળનું ઉત્પાદન થાય છે. ઉત્પાદન ઝાડની જાતિ અનુસાર ઓછુંવત્તું હોઈ શકે છે.
વિકિમીડિયા કોમન્સ પર રામફળ સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |