રામેશ્વર પ્રસાદ સિંહા

વિકિપીડિયામાંથી
રામેશ્વર પ્રસાદ સિંહા
બંધારણ સભાના સભ્ય
પદ પર
૯ ડિસેમ્બર ૧૯૪૬ – ૨૬ જાન્યુઆરી ૧૯૫૦
પુરોગામીનવનિર્મિત પદ
અનુગામી-
બેઠકવૈશાલી
અંગત વિગતો
મૃત્યુ૧૯૬૫
પટના
સંતાનોકિશોરી સિંહા

રામેશ્વર પ્રસાદ સિંહા અથવા રામેશ્વર પ્રસાદ સિંઘ એક ભારતીય રાજપુરુષ હતા અને ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સહભાગી હતા. તેઓ ભારતની બંધારણ સભાના સભ્ય હતા અને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે દેશની પ્રથમ સંસદમાં સેવા આપી હતી. તેઓ બિહારની વિધાનસભાના સભ્ય પણ હતા.[૧] તેઓ તેમની વક્તૃત્ત્વ કુશળતા અને અંગ્રેજી અને હિન્દી બંને ભાષાઓમાં જનતા સમક્ષના તેમના ભાષણો માટે જાણીતા હતા. તેમણે ૧૯૧૫માં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી, પરંતુ મહાત્મા ગાંધીના અસહકારની ચળવળમાં ભાગ લેવા માટે ૧૯૨૧માં તેમણે તે છોડી દીધી હતી. આઝાદીની લડત દરમિયાન તેમને બે વાર જેલમાં પૂરવામાં આવ્યા હતા.[૨]

તેમની એકમાત્ર પુત્રી કિશોરી સિંહા પણ વૈશાલી મતવિસ્તારમાંથી બે ટર્મથી સંસદસભ્ય રહી ચૂક્યા છે અને તેમણે બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સત્યેન્દ્ર નારાયણ સિંહા સાથે લગ્ન કર્યાં છે.

૧૯૬૫માં તેમનું અવસાન થયું.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Rameshwar Prasad Sinha News and Updates from The Economic Times". The Economic Times. મેળવેલ 2020-08-17.
  2. https://cdn.s3waas.gov.in/s31bb91f73e9d31ea2830a5e73ce3ed328/uploads/2020/08/2020080444.pdf
  3. Babu Saheb Rameshwar Prasad Singh was the leader of Bihar: The father of leader of modern Bihar Kishori Sinha and father-in-law of Rajput Stalwart Satyendra Narayan Sinha.

પૂરવણી[ફેરફાર કરો]