લખાણ પર જાઓ

રાશ્ત ગોફ્તાર

વિકિપીડિયામાંથી
રાશ્ત ગોફ્તાર
પ્રકારદૈનિક (અત્યારે બંધ)
સ્થાપકદાદાભાઈ નવરોજી
સ્થાપના૧૯૫૧
ભાષાઅંગ્રેજી, ગુજરાતી
વડુમથકબોમ્બે (હવે મુંબઈ)


રાશ્ત ગોફ્તાર (અર્થ: સત્યવક્તા) બોમ્બેમાં કાર્યરત અર્ધ-ગુજરાતી અર્ધ-અંગ્રેજી છાપું હતું જેની શરૂઆત દાદાભાઈ નવરોજી અને ખરશેદજી કામા દ્વારા ૧૮૫૪માં કરવામાં આવી હતી. તે પશ્ચિમ ભારતમાં પારસી લોકોમાં સમાજ સુધારણાની હિમાયત કરતું હતું.

પૃષ્ઠભૂમિ

[ફેરફાર કરો]

૧૮૫૧માં મહંમદના ચિત્રના છાપકામ અંગે પારસી અને મુસ્લિમો વચ્ચે થયેલી રમખાણો એ છાપાની સ્થાપનાનું તાત્કાલિક કારણ હતું. બોમ્બેમાં હુલ્લડો ચાલુ રહ્યાં હોવાથી પારસીઓ તેમના નેતાઓથી હતાશ થઈ ગયા અને દાદાભાઈ નવરોજીએ તેમના લોકોના ગરીબ અને મધ્યમ વર્ગની ફરિયાદોનો અવાજ ઉઠાવવાના હેતુથી છાપું શરૂ કર્યું. ઊંચા ટપાલ દરોને કારણે તેનો ફેલાવો નજીકના વિસ્તારો સુધી મર્યાદિત રહ્યો હતો પરંતુ કેટલીક વાર ઉત્સાહને લીધે છાપાના સંચાલકોએ દરેક અંકની કેટલીક નકલો નિ:શુલ્ક વિતરણ કરી હતી. આમ, છાપાના સ્થાપકો પારસી સમાજની સ્થિતિમાં સુધારા માટે અધીરા હતા તેથી તેમણે આ છાપાનો પહેલો અંક મફતમાં વહેંચ્યો અને તેમાં આશરે ૧૦,૦૦૦ રૂપિયા ગુમાવ્યા.[૧]

૧૮૫૭માં બોમ્બેમાં 'રાશ્ત ગોફ્તાર'ના માલિકોએ તેમની સંપત્તિને સંયુક્ત માલિકીમાં ફેરવી દીધી જેથી શરૂઆતથી જ છાપાને નાણાં આપનારા નસારવણજી કામા એકમાત્ર ખોટ ખાનાર ન બને. કે. આર. કામા, સોરાબજી શાપુરજી બેંગાલી, અને નવરોજી ફરદોનજી બધા જ માલિક બન્યા. સ્થાનિક સરકારોએ બંગાળ અને બોમ્બેમાં થોડા અને ઉત્તર ભારતમાં ઘણા સ્થાનિક ભાષાનાં સામાયિકોને આર્થિક મદદ આપી હતી જેમાં જે તે સમાયિકનું ચોક્કસ સંખ્યામાં લવાજમ લઈને પણ મદદ કરવામાં આવતી.[૧]

૧૮૫૮માં વિતરણની સંખ્યા ૪૩૨થી વધીને ૮૫૨ પર પહોંચી હતી. આ એ સંખ્યા હતી કે જે તે સમયે સ્થાનિક ભાષાના પત્રકારત્વ માટે સાંભળવામાં આવતી નહોતી. પારસી વિષયોથી લઈને ભારતીય રાજકારણના મોટા પ્રશ્નો સુધીના વિષયોનો સમાવેશ થવા લાગ્યો. ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન, છાપું બ્રિટિશરો પ્રત્યે વફાદાર રહ્યું હતું. તેણે ગુજરાતીમાં પહેલી અંગ્રેજી કૉલમની શરૂઆત પણ કરી, જે મોટે ભાગે નવરોજી ફરદૂંજ લખતા હતા. ૧૮૭૦ના દાયકા સુધીમાં રાશ્ત ગોફ્તાર બોમ્બેમાં કાર્યરત ચાર દૈનિક અખબારોમાંનું એક હતું. તે ફક્ત પોતાનામાં ઉત્સાહપૂર્ણ જ નહીં, પરંતુ વિરોધ અથવા ટેકા દ્વારા અન્ય સામયિકોમાં ઉત્સાહનું કારણ પણ હતું.[૨]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Gupta, Uma Das (1977-01-01). "The Indian Press 1870-1880: A Small World of Journalism". Modern Asian Studies. 11 (2): 213–235. doi:10.1017/s0026749x00015092. JSTOR 311549.
  2. Karkaria, R.P. (October 1898). "The Revival of the Native Press of Western India- The Rast Goftar". Calcutta Review. University of Calcutta. 107: 238–243.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]