રાષ્ટ્રીય રમતગમત દિવસ

વિકિપીડિયામાંથી

રાષ્ટ્રીય રમતગમત દિવસ એ વિવિધ દેશોની રાષ્ટ્રીય રમત અને રમતગમતની પરંપરાઓને સન્માનિત કરવાના હેતુથી મનાવામાં આવે છે. આ દિવસે વિવિધ વયજૂથના લોકો કબડ્ડી, મેરેથોન, બાસ્કેટબોલ, હોકી વગેરે રમતોમાં ભાગ લે છે.

ઉજવણી[ફેરફાર કરો]

ભારત[ફેરફાર કરો]

ભારતમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ ૨૯ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે.[૧] આ દિવસ ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬ના વર્ષોમાં ભારત માટે ઓલમ્પિક્સમાં સુવર્ણપદક જીતનાર હોકી ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે. તેમણે ૧૯૨૬ થી ૧૯૪૯ સુધીની તેમની રમત કારકિર્દી દરમિયાન (તેમની આત્મકથા અનુસાર ) ૫૭૦ ગોલ કર્યા હતા. [૨]

આંતરરાષ્ટ્રીય હોકી ક્ષેત્ર પર સિક્કો જમાવનાર ધ્યાનચંદના સન્માનમાં ભારત સરકાર દ્વારા દરવર્ષે રમતગમતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પ્રદાન કરનાર ખેલાડીને ધ્યાનચંદ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.[૩]

ઈરાન[ફેરફાર કરો]

ઈરાનમાં, ૧૭ ઓક્ટોબરને 'શારીરિક શિક્ષણ અને રમતગમત દિવસ' તરીકે તથા અને ૧૭ થી ૨૩ ઓક્ટોબર ને 'શારીરિક શિક્ષણ અને રમતગમત સપ્તાહ' તરીકે ઉજવવામાં આવે છે. [૪] ઉજવણીનો મુખ્ય ધ્યેય લોકોના વ્યક્તિગત અને સામાજિક જીવનમાં વ્યાયામના મહત્વ પર ભાર મૂકવાનો છે.

જાપાન[ફેરફાર કરો]

જાપાનમાં 'સ્વાસ્થ્ય અને રમતગમત દિવસ' ઓક્ટોબર મહિનામાં ઉજવવામાં આવે છે.[૫] ટોક્યોમાં ૧૯૬૪માં આયોજીત સમર ઓલમ્પિક્સની બીજી વર્ષગાંઠના ઉપ્લક્ષમાં સૌ પ્રથમવાર ૧૦ ઓક્ટોબર ૧૯૬૬ ના રોજ તેની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૦થી તે ઓક્ટોબરના બીજા સોમવારે યોજવામાં આવે છે. [૬]

મલેશિયા[ફેરફાર કરો]

મલેશિયામાં 'રાષ્ટ્રીય રમતગમત દિવસ' દર વર્ષે ઓક્ટોબરના બીજા શનિવારે યોજાય છે [૭], તેનો મુખ્ય ઉદ્દેશ સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે. પ્રથમ રાષ્ટ્રીય રમતગમત દિવસ ૨૦૧૫માં યોજાયો હતો. [૮]

કતાર[ફેરફાર કરો]

કતારમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ દર વર્ષે ફેબ્રુઆરીમાં બીજા મંગળવારે યોજાય છે, જેનો મુખ્ય ઉદેશ્ય સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે.[૯] પ્રથમ રાષ્ટ્રીય રમત દિવસ ૨૦૧૨ માં યોજાવામાં આવ્યો હતો.[૧૦] [૧૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Aug 29 is National Sports Day. Did you know?". News 18. મેળવેલ 2017-08-28.
  2. DelhiAugust 29, India Today Web Desk New; August 29, 2020UPDATED; Ist, 2020 18:42. "National Sports Day: Rare pictures from 1936 Olympics to celebrate Dhyan Chand's birthday". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2020-08-29.CS1 maint: numeric names: authors list (link)
  3. "PM Modi to Sachin Tendulkar, country remembers hockey legend Dhyan Chand on National Sports Day". The Indian Express (અંગ્રેજીમાં). 2020-08-29. મેળવેલ 2020-08-29.
  4. Amirtash, Ali-Mohammad (2005-09-01). "Iran and the Asian Games: The Largest Sports Event in the Middle East". Sport in Society. 8 (3): 449–467. doi:10.1080/17430430500249191. ISSN 1743-0437.
  5. "Health and Sports Day in Japan". www.timeanddate.com (અંગ્રેજીમાં). મેળવેલ 2020-08-29.
  6. "Health and Sports Day". GaijinPot Study (અંગ્રેજીમાં). મેળવેલ 2020-08-29.
  7. "Malaysians celebrate National Sports Day | The Star". www.thestar.com.my. મેળવેલ 2020-08-29.
  8. Friday, 23 Aug 2019 09:40 PM MYT. "National Sports Day, Malaysia Sports Challenge still in plans for National Sports Month, says ministry | Malay Mail". www.malaymail.com (અંગ્રેજીમાં). મેળવેલ 2020-08-29.
  9. "National Sport Day in Qatar". મૂળ માંથી 2016-01-21 પર સંગ્રહિત. મેળવેલ 2014-08-30.
  10. "Gulf Times – Qatar's top-selling English daily newspaper - First Page". Gulf-times.com. મૂળ માંથી 2012-07-11 પર સંગ્રહિત. મેળવેલ 2012-02-14.
  11. "Qatar Celebrates National Sports Day". Olympic.qa. 2011-12-06. મૂળ માંથી 2017-09-19 પર સંગ્રહિત. મેળવેલ 2012-02-14.