લખાણ પર જાઓ

રાષ્ટ્રીય શિક્ષણ દિવસ (ભારત)

વિકિપીડિયામાંથી
મૌલાના અબુલ કલામ આઝાદ

રાષ્ટ્રીય શિક્ષણ દિવસ એ સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ પ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિના સંદર્ભમાં આયોજીત વાર્ષિક ઉજવણી છે. દર વર્ષે ૧૧ નવેમ્બરના રોજ ભારતનો રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે.[૧][૨][૩]

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ જાહેરાત કરી હતી કે, "મંત્રાલયે ભારતમાં શિક્ષણના હેતુમાં તેમના (મૌલાના અબુલ કલામ આઝાદના) યોગદાનને યાદ કરીને ભારતના આ મહાન પુત્રના જન્મદિવસની યાદમાં ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે. ૨૦૦૮થી દર વર્ષે ૧૧ નવેમ્બરને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવશે, આ દિવસે રજા જાહેર કરવામાં આવશે." દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આ દિવસને સેમિનાર, સિમ્પોસિયા, નિબંધ-લેખન, વક્તૃત્વ સ્પર્ધાઓ, તાલીમશિબિરો અને સાક્ષરતાના મહત્વ અને શિક્ષણના તમામ પાસાઓ પ્રત્યે રાષ્ટ્રની પ્રતિબદ્ધતા અંગે બેનર કાર્ડ અને સૂત્રો સાથે રેલીઓ દ્વારા ચિહ્નિત કરે છે.

આ દિવસને સ્વતંત્ર ભારતમાં શિક્ષણ પ્રણાલીનો પાયો નાખવામાં આઝાદના યોગદાનને યાદ રાખવા અને આ ક્ષેત્રમાં દેશની વર્તમાન કામગીરીનું મૂલ્યાંકન અને સુધારણા કરવાના પ્રસંગ તરીકે પણ જોવામાં આવે છે.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Maulana Abul Kalam Azad remembered on National Education Day". The Indian Express. 12 November 2008. મેળવેલ 10 November 2013. CS1 maint: discouraged parameter (link)
  2. "National Education Day celebrated". The Hindu. 14 November 2011. મેળવેલ 10 November 2013. CS1 maint: discouraged parameter (link)
  3. "Maulana Azad's birthday to be celebrated as National Education Day by Govt. of A.P." Siasat Daily. 7 November 2013. મેળવેલ 10 November 2013. CS1 maint: discouraged parameter (link)
  4. "Indian National Education Day : 11th November". Technospot. 12 November 2008. મેળવેલ 11 November 2016. CS1 maint: discouraged parameter (link)