રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા
રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા | |
---|---|
Founder | એન. સિવરાજ, યશવંત આંબેડકર, પી ટી બોરલે, એ જી પવાર, દત્તા કટ્ટી, ડી એ રુપાવતે |
Founded | ૩ ઓક્ટોબર ૧૯૫૭ |
Preceded by | અનુસૂચિતજાતિ મહાસંઘ |
Ideology | સંવિધાનવાદ ગણતંત્રવાદ આંબેડકરવાદ પ્રગતિવાદ ધર્મનિરપેક્ષતા સમાનતાવાદ |
International affiliation | કોઈ નહી |
Colours | વાદળી |
રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા એ રિપબ્લિકન પાર્ટી અથવા રિપબ્લિકન તરીકે ઓળખાતો ભારતનો એક રાજકીય પક્ષ છે.[૧] તેના મૂળ ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા સ્થાપિત અનુસૂચિત જાતિ મહાસંઘ માં નિહિત છે. ૧૯૫૬માં ડૉ. આંબેડકર દ્વારા રાજનીતિમાં પ્રવેશ હેતુ પ્રશિક્ષણ શાળા ખોલવામાં આવી હતી. જે રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયામાં પ્રવેશ મેળવવાના દ્વાર તરીકે મનાતી હતી. [૨]શાળાની પ્રથમ બેચમાં ૧૫ વિદ્યાર્થીઓ હતા. ૧૯૫૬માં જ ડૉ. આંબેડકરના અવસાનના કારણે પ્રથમ બેચ જ અંતિમ બેચ બની રહી હતી.
ઉત્પત્તિ
[ફેરફાર કરો]સ્વતંત્ર મજદૂર પક્ષ
[ફેરફાર કરો]સ્વતંત્ર મજદૂર પક્ષ (ઈન્ડીપેન્ડેન્ટ લેબર પાર્ટી)ની સ્થાપના ૧૫ ઓગસ્ટ ૧૯૩૬ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્ત્વમાં થઈ હતી. તેઓ ભારતમાં બ્રાહ્મણો અને પૂંજીવાદી સંરચનાનો વિરોધ કરતા હતા. ઉપરાંત ભારતીય શ્રમિક વર્ગનું સમર્થન કરતા હતા અને ભારતમાં જાતિ વ્યવસ્થાને ખતમ કરવાની માંગ કરતા હતા. [૩]
સ્વતંત્ર મજદૂર પક્ષના ગઠનને ભારતીય સામ્યવાદી પક્ષના નેતાઓનું સમર્થન પ્રાપ્ત થયું નહોતું. તેમની દલીલ હતી કે આનાથી શ્રમિક વર્ગના મતોમાં વિભાજન થશે. પ્રતિદલીલમાં આંબેડકર જણાવે છે કે સામ્યવાદીઓ ફક્ત શ્રમિકોના હકોની લડાઈ લડે છે. નહિ કે, દલિતોના માનવાધિકારોની.[૪]પોતાના પુસ્તક જાતિઓનું ઉન્મૂલનમાં ડૉ આંબેડકર જણાવે છે કે, "જાતિ કેવળ ‘શ્રમનું વિભાજન’ નથી કરતી પરંતુ વર્ગીકૃત અસમાનતાઓ પર આધારિત ‘શ્રમિકોનું વિભાજન’ કરે છે.[૫]
૧૯૩૮ની પ્રાંતીય ચૂંટણીમાં સ્વતંત્ર મજદૂર પક્ષના ફાળે આવેલી કુલ ૧૭ સીટો પૈકી ૧૪માં જીત મેળવી હતી. જે પૈકી ૧૩માંથી ૧૧ સીટો એવી હતી કે જે પારંપરિક રીતે ઉત્પીડિત સમુદાયો માટે આરક્ષિત હતી. [૫]
૧૯૩૮માં જ સ્વતંત્ર મજદૂર પક્ષે કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીના સમર્થનથી કોંકણ ક્ષેત્રથી મુંબઈ સુધી ૨૦,૦૦૦થી પણ વધુ પટ્ટેદારોની એક કૂચનુ આયોજન કર્યું હતું. જે સ્વતંત્રતા પૂર્વેનું સૌથી મોટું કિસાન જોડાણ હતું. આ જ વર્ષે, કમ્યુનીસ્ટોની સાથે મળીને શ્રમિકો દ્વારા હડતાળ કરવાના અધિકારને નિયંત્રિત કરવાના ઉદ્દેશથી પસાર થનારા વિધેયકના વિરોધમાં મુંબઈના કાપડ શ્રમિકોને સંગઠિત કરીને મુંબઈ વિધાનસભામાં વિધેયકનો વિરોધ કર્યો હતો. [૪]
અનુસૂચિત જાતિ મહાસંઘ
[ફેરફાર કરો]અનુસૂચિત જાતિ મહાસંઘએ વર્ષ ૧૯૪૨માં ડૉ. આંબેડકર દ્વારા સ્થાપવામાં આવેલી એક સંસ્થા હતી જે દલિતોના અધિકારો માટે અભિયાન ચલાવતી હતી. સંમેલનમાં મહાસંઘની અખિલ ભારતીય કાર્યકારિણીની વરણી કરવામાં આવી હતી. જેમાં મદ્રાસ રાજ્યના એન. સિવરાજ અધ્યક્ષ તરીકે તથા બોમ્બે સ્ટેટના પી. એન. રાજભોજ મહાસચિવ તરીકે નિયુક્ત થયા હતા.[સંદર્ભ આપો]
આંબેડકરે ૧૯૩૦માં વંચિત વર્ગ સંઘ અને ૧૯૩૫માં સ્વતંત્ર મજદૂર પક્ષની સ્થાપના કરી હતી. આ પૈકી કયા સંગઠનનું અનુસૂચિત જાતિ મહાસંઘમાં રૂપાંતરણ થયું તે વિશે મત ભિન્નતા જોવા મળે છે. [૬]
અનુસૂચિત જાતિ મહાસંઘ છેવટે રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાના રૂપે વિકસિત થયો.
દેશના વિભાજન બાદ પાકિસ્તાનમાં પણ અનુસૂચિત જાતિ મહાસંઘ નામનો પક્ષ હતો. ઇતિહાસકાર રામાયણ રાવતના અનુસાર અનુસૂચિત જાતિ મહાસંઘે ૧૯૪૭ બાદ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની રાષ્ટ્રવાદી રાજનીતિના વિકલ્પ સ્વરૂપે પોતાની જગ્યા બનાવી. [૭]
૩૦ સપ્ટેમ્બર ૧૯૫૬ ના રોજ, ડૉ. આંબેડકરે અનુસૂચિત જાતિ સંઘને વિસર્જીત કરી ‘રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા’ની ઘોષણા કરી. પરંતુ ૬ ડિસેમ્બર ના દિવસે ડૉ. આંબેડકરનું નિધન થઈ ગયું. ત્યારબાદ, તેમના અનુયાયીઓ અને કાર્યકર્તાઓ દ્વારા તેનું ગઠન કરવાનું ઠરાવવામાં આવ્યું. પાર્ટીની સ્થાપના માટે ૧ ઓક્ટોબર ૧૯૫૭ના દિવસે નાગપુર ખાતે એક અધિવેશન યોજાયું. આ સંમેલનમાં એન. સિવરાજ, યશવંત આંબેડકર, પી ટી બોરલે, એ જી પવાર, દત્તા કટ્ટી, ડી એ રુપાવતે વગેરે હાજર રહ્યા હતા. ૩ ઓક્ટોબર ૧૯૫૭ના રોજ રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાની રચના કરવામાં આવી. એન. સિવરાજની પ્રથમ પક્ષ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. [૮]
પેટા પક્ષો
[ફેરફાર કરો]હાલના કેટલાક વર્ષો દરમિયાન રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (આર.પી.આઈ.)ને ગંભીર આંતરિક સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. [૯] કેટલાક વિભિન્ન પક્ષોએ આર.પી.આઈ.ના નામનો દાવો કર્યો. [૧૦] હાલ આર.પી.આઈ.ના ૫૦થી પણ વધુ જૂથો સક્રીય છે. ૨૦૦૯,માં પ્રકાશ યશવંત આંબેડકરના ભારીપા બહુજન મહાસંઘ સિવાયના તમામ ઘટક જૂથોએ એક થઈને રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (સંયુક્ત)નું ગઠન કર્યું. થોડા સમય બાદ રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (ગવાઈ) અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (એ) સંયુક્ત પાર્ટીથી પૃથક થઈ ગયા.
રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા નીચે મુજબના ઘટક જૂથોમાં વિભાજીત છે.
- રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા(એ), -રામદાસ આઠવલે
- રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (યુનાઈટેડ અથવા સંયુક્ત)
- રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (ગવાઈ) -આર.એસ.ગવાઈ[૧૧] અને રાજેન્દ્ર ગવાઈ
- ભારિપા બહુજન મહાસંઘ - પ્રકાશ આંબેડકર [૧૨]
- રાષ્ટ્રીય રિપબ્લિકન પાર્ટી ઑફ અન્નાસાહેબ કતારે[૧૩]
- બહુજન સમાજવાદી પક્ષ - (સ્થાપક કાશીરામ રાણા) છેલ્લા આઠ વર્ષોથી આર.પી.આઈ. સાથે જોડાયેલ છે. [૧૪][૧૫]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "In Ambedkar's state, Dalit parties stare at oblivion". dna. 1 October 2014. મેળવેલ 5 September 2015.
- ↑ Dahat, Pavan (2016-07-02). "JNU scholars will revive Dr. Ambedkar's Political School". The Hindu. મેળવેલ 31 August 2016.
- ↑ Mendelsohn, Olive; Vicziany, Marik (1998). The Untouchables: Subordination, Poverty and the State in Modern India. Contemporary South Asia. 4. Cambridge University Press. પૃષ્ઠ 115. ISBN 978-0521556712.
- ↑ ૪.૦ ૪.૧ Singh, Mahendra Prasad, સંપાદક (2011). Indian Political Thought: Themes and Thinkers. Pearson Education India. પૃષ્ઠ 228. ISBN 978-8131758519.
- ↑ ૫.૦ ૫.૧ Jaffrelot, Christophe (2003). India's Silent Revolution: The Rise of the Lower Castes in North India. C. Hurst & Co. Publishers. પૃષ્ઠ 103–104. ISBN 978-1850653981.
- ↑ Keane, David (2007). "Why the Hindu Caste System Presents a New Challenge for Human Rights". માં Rehman, Javaid; Breau, Susan (સંપાદકો). Religion, Human Rights and International Law: A Critical Examination of Islamic State Practices. BRILL. પૃષ્ઠ 283. ISBN 978-9-04742-087-3.
- ↑ Rajan, Nalini (1974). Practising journalism: values, constraints, implications.
- ↑ Khobragade, Fulchand (2014). Suryaputra Yashwantrao Ambedkar (Marathiમાં). Nagpur: Sanket Prakashan. પૃષ્ઠ 20, 21.CS1 maint: unrecognized language (link)
- ↑ "Poke Me: Has Indian politics failed BR Ambedkar?". timesofindia-economictimes. 16 April 2015. મેળવેલ 5 September 2015.
- ↑ TNN (7 December 2014). "RPI factions clash on Ambedkar death anniversary". The Times of India. મેળવેલ 5 September 2015.
- ↑ "Veteran Republican Party of India leader R. S. Gavai no more". mid-day. 30 October 1929. મેળવેલ 5 September 2015.
- ↑ "The two Ambedkarite parties, the Republican Party of India led by Ramdas Athawale and the Bharipa Bahujan Mahasangh led by Prakash Ambedkar".
- ↑ "NRP". www.nrporg.in. મૂળ માંથી 2017-02-26 પર સંગ્રહિત. મેળવેલ 2017-02-25.
- ↑ "Kanshi Ram: The Bahujan Nayak of India's Dalit Movement". The Quint (અંગ્રેજીમાં). મેળવેલ 2018-05-20.
- ↑ "Kanshi Ram: Leader of the Masses". www.milligazette.com (અંગ્રેજીમાં). 2015-02-12. મેળવેલ 2018-05-20.