રીવા કિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રીવા કિલ્લા (ઉત્તર દિશામાં કિલ્લો છે) વિસ્તારનો જૂનો નકશો (વર્ષ ૧૮૦૫ પહેલાં)

રીવા કિલ્લો (English: Riwa Fort), જે સ્થાનિક કાળા કિલ્લો (બ્લેક ફોર્ટ) તરીકે પણ ઓળખાય છે. આ કિલ્લો ભારત દેશના આર્થિક પાટનગર એવા મુંબઈની મધ્યમાં મીઠી નદીના કિનારા પર આવેલ છે. આ કિલ્લો હાલમાં એક જર્જરિત હાલતમાં ધારાવી વિસ્તારમાં ઝૂંપડાઓ વડે ઘેરાયેલો છે. આ કિલ્લો બ્રિટિશ સમયમાં મુંબઈના પ્રથમ ગવર્નર, ગેરાલ્ડ ઔન્જિર (૧૬૬૯-૧૬૭૭) દ્વારા બંધાવવામાં આવ્યો હતો. તે વિશાળ બોમ્બે કેસલનો એક ભાગ હતો અને ૧૭મી સદીમાંના બ્રિટિશ શાસન હેઠળના પ્રદેશની ઉત્તરી સરહદને ચિહ્નિત કરતા સ્થાન પર આવેલ હતો. આ કિલ્લાનો ઉપયોગ પણ એક ચોકીબુરજ તરીકે કરવામાં આવ્યો હતો કારણ કે નદીની સામે પ્રથમ મરાઠા શાસન અને પછીના સમયમાં પોર્ટુગીઝ શાસન હેઠળનો પ્રદેશ (સાલશેત ટાપુ) આવેલ હોવાથી તેની સરહદ પર રક્ષણ કરવું જરૂરી હતું.

આ કિલ્લો મહારાષ્ટ્ર સરકારના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગની દેખરેખ હેઠળ છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Patel, Pooja (17 August 2015). "Guarding the erstwhile Bombay". DNA. મેળવેલ 28 October 2018.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]