રુક્મિણી લક્ષ્મીપતિ

વિકિપીડિયામાંથી
રુક્મિણી લક્ષ્મીપતિ
જન્મની વિગત(1892-12-06)6 December 1892
મૃત્યુ6 August 1951(1951-08-06) (ઉંમર 58)
વ્યવસાયકાર્યકર્તા, રાજકારણી
જીવનસાથીઅચંતા

રુક્મિણી લક્ષ્મીપતિ (૬ ડિસેમ્બર, ૧૮૯૨ – ૬ ઓગસ્ટ, ૧૯૫૧) એ ભારતીય સ્વાતંત્ર્ય ચળવળકાર અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે સંકળાયેલા રાજકારણી હતા. તેઓ મદ્રાસ ધારાસભામાં ચૂંટાનારા પ્રથમ મહિલા હતા. તેઓ મદ્રાસ પ્રેસિડેન્સીમાં મંત્રી તરીકે સેવા આપનાર પ્રથમ મહિલા હતા.[૧]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

રુક્મિણીનો જન્મ મદ્રાસ (વર્તમાન ચેન્નાઈ) ખાતે એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેણીના દાદા રાજા ટી. રામરાવ જમીનદાર હતા. તેણીએ મદ્રાસની મહિલા ક્રિશ્ચિયન કૉલેજમાંથી બી.એ.ની પદવી મેળવી હતી. તેમણે ડૉ. અચંતા લક્ષ્મીપતિ સાથે લગ્ન કર્યા હતા.[૨]

કારકિર્દી[ફેરફાર કરો]

રાજકારણમાં પ્રવેશ[ફેરફાર કરો]

૧૯૧૧માં તેણીએ મહિલા આંદોલનમાં પ્રવેશ કર્યો અને ભારત સ્ત્રી મહામંડળના સચિવ બન્યા હતા. ૧૯૧૭માં તેઓ ભારતીય મહિલા સંઘ (ડબલ્યુઆઇએ)માં જોડાયા હતા. તેમણે મહિલાઓના ઉત્થાન માટે તેમજ સ્ત્રીશિક્ષણ, બાળલગ્ન અને મહિલાલક્ષી અન્ય સામાજિક સુધારાઓ માટે સંઘર્ષ કર્યો હતો.[૩]

૧૯૨૦ના દાયકામાં રુક્મિણીએ રાજકારણના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. તેમણે સ્વદેશી ચળવળમાં ભાગ લીધો અને ખાદી કાંતવાનું શરૂ કર્યું અને યુવતીઓને ખાદી પહેરવા માટે રાજી કરી હતી.[૩] ૧૯૨૩માં ૩૧ વર્ષની વયે તેઓ કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસની યુવા પાંખની રાજકીય પ્રવૃતિઓમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ૧૯૨૬માં તેમણે પેરિસ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય મહિલા મતાધિકાર એલાયન્સ કોંગ્રેસમાં ભારતીય પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી.[૪]

સ્વાતંત્ર્યસંગ્રામમાં ભૂમિકા[ફેરફાર કરો]

૧૯૩૦માં મહાત્મા ગાંધીએ બ્રિટીશ સરકાર દ્વારા મીઠા પર લાદવામાં આવેલા કર સામે મીઠાના સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરી ત્યારે દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઘણી જગ્યાએ આ પ્રકારના વિરોધ પ્રદર્શનો થયા હતા. દાંડી સત્યાગ્રહથી પ્રેરાઈને રાજાજીના નેતૃત્વ હેઠલ મદ્રાસ પ્રેસેડેન્સીના તિરુચીથી વેદનારાયમ સુધીની સત્યાગ્રહ યાત્રાનું આયોજન પસંદ કરેલા ૯૯ સત્યાગ્રહી સાથે કરવામાં આવ્યું હતું જેમાં રુક્મિણી સહિતની ચાર મહિલાઓએ સક્રિયપણે ભાગ લીધો હતો.[૩] આ સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને એક વર્ષ માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. મીઠાના સત્યાગ્રહની ચળવળમાં તેઓ પ્રથમ મહિલા કેદી બન્યા હતા.[૫] તેમણે તેમના તમામ સોનાના આભૂષણો હરિજન કલ્યાણ ભંડોળમાં દાન આપી દીધા હતા.[૩]

રાજકીય સફર[ફેરફાર કરો]

તેમણે ૧૯૩૪માં મદ્રાસ વિધાન પરિષદની પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી અને જીત મેળવી હતી.[૬] ૧૯૩૭ની ચૂંટણીમાં તેઓ મદ્રાસ પ્રેસિડેન્સી ધારાસભામાં ચૂંટાયા હતા. ૧૫ જુલાઈ ૧૯૩૭ના રોજ તેઓ વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયાં હતાં. ૧ મે, ૧૯૪૬થી ૨૩ માર્ચ, ૧૯૪૭ દરમિયાન, તેઓ ટી. પ્રકાશમ્ મંત્રીમંડળમાં કેબિનેટ દરજ્જાના જાહેર આરોગ્ય મંત્રી હતા. તેઓ મંત્રીપદ મેળવનાર પ્રથમ (અને એકમાત્ર) મહિલા પ્રધાન હતા.[૭][૮][૯][૧૦]

ઈ.સ. ૧૯૫૧માં ૫૮ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.[૩]

વિરાસત[ફેરફાર કરો]

ચેન્નઈના એગમોરમાં માર્શલ રોડનું નામ બદલીને તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.[૧૧] ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની યાદમાં ૧૯૯૭માં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.[૧૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Ramakrishnan, T (13 March 2010). "Historic moments, historic personalities". The Hindu. મેળવેલ 8 April 2010.
  2. Who's Who in India, Burma & Ceylon. Who's Who Publishers (India) Ltd., 1941. 1941. પૃષ્ઠ 175.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ "INDIAN LEGENDS Rukmini Lakshmipathi". thestoryindia.com. મેળવેલ 28 March 2024.
  4. Seminar on Uplift of Women in South India in 20th Century and Suggestions for 2000 A.D. Conferences, seminars, and workshops series. 5. Mother Teresa Women's University, Dept. of Historical Studies. 1987. પૃષ્ઠ 83.
  5. Roy, Kalpana (1999). Encyclopaedia of violence against women and dowry death in India. 1. Anmol Publications. પૃષ્ઠ 30. ISBN 978-81-261-0343-0.[હંમેશ માટે મૃત કડી]
  6. Bhatt, B. D.; Sita Ram Sharma (1992). Women's education and social development. Modern education series. Kanishka Pub. House. પૃષ્ઠ 343. ISBN 978-81-85475-54-7.
  7. Justice Party golden jubilee souvenir, 1968. Justice Party. 1968. પૃષ્ઠ 62. ISBN.
  8. Kaliyaperumal, M (1992). The office of the speaker in Tamilnadu : A study (PDF). Madras University. પૃષ્ઠ 47. મૂળ (PDF) માંથી 2011-07-21 પર સંગ્રહિત. મેળવેલ 2024-03-07.
  9. "Rukmini Laxmipathi". મેળવેલ 12 March 2010.
  10. Frederick, Prince (4 December 2002). "Discipline, need of the hour". The Hindu. મૂળ માંથી 9 November 2003 પર સંગ્રહિત. મેળવેલ 12 March 2010.
  11. "In Chennai Today". The Hindu. 10 July 2005. મૂળ માંથી 9 November 2006 પર સંગ્રહિત. મેળવેલ 12 March 2010.
  12. Daryanani, Mohan B (1999). Who's who on Indian stamps. પૃષ્ઠ 219. ISBN 978-84-931101-0-9.