રૂદ્રમાતા બંધ
Appearance
રૂદ્રમાતા બંધ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી ખારી નદી પર કચ્છનો સૌથી મોટો માટી બંધ છે.[૧] તે ભુજથી ૧૫ કિમીના અંતરે, ભુજ તાલુકાના નોખાણીયા ગામે આવેલો છે અને ભુજ નજીકના પ્રવાસન સ્થળોમાં તેનો સમાવેશ થાય છે.
આ બંધ રૂદ્રાણી બંધ તરીકે પણ ઓળખાય છે. તેનું નિર્માણ ૧૯૫૮માં શરૂ થયું હતું અને ૧૯૭૦માં પૂર્ણ થયું હતું.[૧] બંધનો કેચમેન્ટ એરિયા (સ્ત્રાવ વિસ્તાર) ૫૭૨ ચો.કિમી. છે અને કુલ સંગ્રહ ક્ષમતા ૬૫ ઘન કિમી છે. આ કૃત્રિમ જળાશય ભુજની આસપાસના નિર્જન વિસ્તારોમાં પાણી પહોંચાડે છે.
બંધની નજીક લગભગ ૪૦૦ વર્ષ જૂનું રૂદ્રમાતા મંદિર આવેલું છે. મંદિરના સંકુલમાં અન્ય દેવી -દેવતાઓને સમર્પિત નાના મંદિરો છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "કચ્છના સૌથી મોટા રૂદ્રમાતા ડેમની કેનાલ જર્જરીત". www.gujaratsamachar.com. મૂળ માંથી 2021-11-02 પર સંગ્રહિત. મેળવેલ 2021-11-29.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |