લઈશરામ જ્યોતિન સિંઘ

વિકિપીડિયામાંથી

મેજર લઈશરામ જ્યોતિન સિંઘ એ ભારતીય ભૂમિસેનાની ભારતીય ભૂમિસેના મેડિકલ કોરના સૈન્ય તબીબ હતા. તેઓ કાબુલ, અફઘાનિસ્તાન ખાતે ભારતના દૂતાવાસ પર થયેલા આત્મઘાતી હુમલામાં હુમલાખોર સાથે લડતાં શહીદ થયા હતા.[૧] તેમને ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર એનાયત કરાયો હતો.[૨]

જીવનચરિત્ર[ફેરફાર કરો]

સિંઘનો જન્મ ૧૯૭૨માં મણિપુર, ભારત ખાતે થયો હતો. તેમને સૈન્ય મેડિકલ કોરમાં ૨૦૦૩માં નિયુક્તિ મળી હતી અને તેઓ કાબુલ ખાતેના ભારતીય દૂતાવાસમાં ૨૦૧૦માં તૈનાત કરાયા હતા. તેમની તૈનાતીના ૧૩ જ દિવસ બાદ ફેબ્રુઆરી ૨૬, ૨૦૧૦ના રોજ એક આત્મઘાતી હુમલાખોરે તેઓ જ્યાં રહેતા હતા ત્યાં હુમલો કર્યો.[૩] મેજર સિંઘે હથિયાર વિના જ હુમલાખોરને પડકાર્યો અને હુમલાખોરને તેના પર રહેલ બોમ્બને વિસ્ફોટ કરવા મજબૂર કર્યો. જેમાં તેમનું મોત થયું. તેમને અશોક ચક્ર "તેમની અપ્રતીમ સાહસ પ્રદર્શિત કરતી કાર્યવાહી, નિસ્વાર્થતા, મનોબળ અને આતંકવાદી હુમલા દરમિયાન વીરતા બતાવવા અને સર્વોચ્ચ બલિદાન આપી અને પોતાના ૧૦ સાથીઓના જીવ બચાવવા માટે" અપાયું.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. IANS (26 January 2011). "Republic Day: Kabul terror attack hero Major Laishram Jyotin Singh wins Ashok Chakra". Economic Times. મેળવેલ 26 January 2011.
  2. Special Correspondent (26 January 2011). "Major Jyotin Singh awarded Ashok Chakra posthumously". The Hindu. મેળવેલ 26 January 2011.
  3. IANS (26 January 2011). "Who is Major Laishram Jyotin Singh?". NDTV India. મૂળ માંથી 3 ઑક્ટોબર 2012 પર સંગ્રહિત. મેળવેલ 26 January 2011. Check date values in: |archive-date= (મદદ)
  4. "Ashoka Chakra to (Late) Major Laishram Jyotin Singh Two Kirti Chakras (Posthumous) also Awarded". Press Information Bureau, Government of India. મેળવેલ 26 January 2011.