લક્ષ્મી નિવાસ મહેલ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
લક્ષ્મી નિવાસ મહેલ, બિકાનેર, રાજસ્થાન, ભારત

લક્ષ્મી નિવાસ મહેલભારતનાં રાજસ્થાન રાજ્યનાં પ્રાચીન રજવાડાં બિકાનેરના રાજા ગંગા સિંહનું અધિકૃત નિવાસસ્થાન હતું. આ મહેલની પરિકલ્પના બ્રિટિશ વાસ્તુકાર સર સેમ્યુઅલ જેકબે ૧૯૦૨માં કરી હતી. આની શૈલિ ઈંડો-સારાસેનીક છે. અત્યારે આ એક વૈભવી પેલેસ હોટલ છે, જેની માલિકી ગોલ્ડન ટ્રાએન્ગલ ફોર્ટ એન્ડ પેલેસેસ પ્રા. લિ. નામની કંપની પાસે છે. લાલ રેતીયા પથ્થરથી બનેલી આ ઈમારત બિકાનેરનું મુખ્ય પ્રવાસી આકર્ષણ છે. લાલ રેતીયા પથ્થરની આ વિશાળ ઇમારત જોધપુરનું સૌથી વિખ્યાત સ્મારક છે. .[૧] કિંગ જ્યોર્જ-૫ અને ક્વીન મેરીની ૧૯૦૫-૦૬ દરમ્યાનની ભારત યાત્રાના આધિકારીક પત્રકાર, સ્ટેનલી રીડ, લખે છે:

"લક્ષ્મી નિવાસ મહેલ એ ભારતની એક ઈંડો-સારાસેનીક શૈલિની અત્યાધુનિક ઈમારત છે - તે એક વૈભવી કોતરણી ધરાવતા લાલ રેતીયા પથ્થરની સુંદર ગોઠવણી છે, જેનું પ્રમાણ એકદમ યોગ્ય છે અને તે આસપાસના પરિસર સાથે સુમેળ ધરાવે છે. મુંબઈમાં ઉતર્યા પછી રાજાને આવો વૈભવી ઉતારો ક્યાંય નથી મળ્યો"

લક્ષ્મી વિલાસ મહેલનું ગાર્ડન રેસ્ટોરેંટ
લક્ષ્મી નિવાસ પેલેસનાસ્થંભ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Trip Advisor Review

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]