લખાણ પર જાઓ

લખપતનો કિલ્લો

વિકિપીડિયામાંથી
લખપતનો કિલ્લો

લખપતનો કિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત ખાતે આવેલ એક પુરાતન કિલ્લો છે, જે જમાદાર ફતેહ મહંમદે ઇ.સ. ૧૮૦૧માં બંધાવ્યો હતો.[] લખપત ખાતે તે સમયે બંદર ધમધમતું હતું. ઇતિહાસમાંની વિગત મુજબ ઈ.સ. ૧૮૧૯ના સમયમાં તે લખપત રજવાડાના સેનાપતિ હતા. તે કચ્છ ક્રોમબેલ તરીકે જાણીતા હતા. આ કિલ્લો આજે પણ ભુતકાળની તથા ઇતિહાસની સાક્ષી પૂરતો અડીખમ ઉભો છે. આજે લખપતમાં મોટા ફેરફારો થયા છે, પણ આ કિલ્લો આજે પણ જેમનો તેમ ઉભો છે. કચ્છમાં ૧૮૧૯ના વર્ષમાં અને ૨૦૦૧ના વર્ષમાં મોટા અને વિનાશક ભૂકંપ આવ્યા હતા, છતાં આ કિલ્લો અડીખમ રહ્યો છે. આ કિલ્લાના નિર્માણકર્તા જમાદાર ફતેહ મહંમદની ફતેહમંદી વિશે કવિ કેશવરામે "ફતેહ સાગર" નામે ગ્રંથ રચ્યો હતો.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "લખપતનો ઐતિહાસિક કિલ્લો માગે છે મરંમત". દિવ્ય ભાસ્કર. ૫ જુલાઇ ૨૦૧૬. મેળવેલ ૨૪ માર્ચ ૨૦૧૭.