લચ્છીવાલા પિકનિક સ્પોટ, ડોઈવાલા

વિકિપીડિયામાંથી

લચ્છીવાલા પિકનિક સ્પોટ એ એક ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યના દહેરાદૂન જિલ્લામાં ડોઈવાલા ખાતે આવેલ એક ઊજાણીનું સ્થળ છે[૧]. દેહરાદૂન શહેરની નજીકનું એવું શ્રેષ્ઠ સ્થળ છે, કે જ્યાં એક વોટર પાર્ક છે. આ સ્થળ ડોઇવાલા નજીક ગાઢ જંગલો વડે ઘેરાયેલું છે. દર વર્ષે અહીંના મનમોહક દ્રશ્ય માણવા હજારો પ્રવાસીઓ આવે છે. તે તસ્વીર ખેંચવા માટે પણ શ્રેષ્ઠ સ્થળ છે. આ સ્થળ દેહરાદૂન શહેરથી ૨૨ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. તે સ્થળ પરિવાર, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ છે. અહીં ખાસ કરીને ઉનાળાની મોસમમાં મુલાકાતીઓનો ધસારો રહે છે.[૨]

માર્ગદર્શન[ફેરફાર કરો]

આ સ્થળ દેહરાદૂન શહેરથી ૨૨ કિલોમીટર અંતરે આવેલું છે. પરેડ ગ્રાઉન્ડ ખાતેથી સિટી બસ પકડીને સરળતાથી અહીં પહોંચી શકાય છે. અહીંથી ટેક્સી પણ કરી શકાય છે. લચ્છીવાલા સ્પોટના પ્રવેશદ્વારથી ૧ કિલોમીટર જેટલું પગપાળા ચાલીને અંદર જવું પડે છે. જો પોતાનું વાહન હોય તો તમે સરળતાથી અંદર પહોંચી શકાય છે[૩].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "લચ્છીવાલા". દહેરાદૂન જિલ્લાનું અધિકૃત જાળસ્થળ. મૂળ માંથી 2017-06-18 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ જૂન ૨૦૧૭.
  2. "લચ્છીવાલા, દહેરાદૂન". ઉત્તરાખંડ પ્રવાસન. મેળવેલ ૧૬ જૂન ૨૦૧૭.
  3. "ઊત્તરાખંડ ફોટો ગેલરી". UK PHOTOS GALLERY. મૂળ માંથી 2017-08-30 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ જૂન ૨૦૧૭.