લિંગરાજ મંદિર, ભુવનેશ્વર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
લિંગરાજ મંદિર, ભુવનેશ્વર
નામ
ખરૂં નામ: લિંગરાજ મંદિર
સ્થાન
સ્થાન: ભુવનેશ્વર, ઓરિસ્સા
સ્થાપત્ય અને સંસ્કૃતિ
મુખ્ય દેવતાઓ: શિવ
સ્થાપત્ય શૈલી: ઉડ઼િયા શૈલી
ઇતિહાસ
બાંધકામ તારીખ:
(હાલનું માળખું)
અગિયારમી શતાબ્દી
નિર્માણકર્તા: રાજા જજતિ કેશરિ

લિંગરાજ મંદિર, ઓરિસ્સા રાજયની રાજધાનીના શહેર ભુવનેશ્વર ખાતે આવેલું છે. આ મંદિર ભુવનેશ્વર શહેરમાં આવેલાં પ્રાચીનતમ મંદિરો પૈકીનું એક મંદિર છે.

ત્રણેય ભુવનોના સ્વામી ભગવાન ત્રિભુવનેશ્વરને સમર્પિત આ મંદિરનું વર્તમાન સ્વરૂપ તો સને ૧૦૯૦ - ૧૧૦૪ના સમયકાળમાં બનાવવામાં આવ્યું હતું, કિંતુ એના કેટલાક ભાગ ૧૪૦૦ વર્ષ કરતાં પણ વધુ પુરાણા છે. આ મંદિરનું વર્ણન છઠ્ઠી શતાબ્દીના લખાણોમાં પણ આવે છે.[૧]

નિર્માણ[ફેરફાર કરો]

ચિત્ર:Lingaraj.jpg
લિંગરાજ મંદિરનું સ્થાપત્ય

આ મંદિરનું નિર્માણ સોમવંશી રાજા જજાતિ કેશરિએ ૧૧મી શતાબ્દીમાં કરાવ્યું હતું. એમણે ત્યારે જ પોતાની રાજધાનીને જાજપુર નગરથી ભુવનેશ્વર ખાતે સ્થાનાંતરિત કરાવી હતી. આ સ્થળનું બ્રહ્મ પુરાણ ગ્રંથમાં એકામ્ર ક્ષેત્ર તરીકે વર્ણન કરવામાં આવ્યું છે.

મંદિરનું પ્રાંગણ ૧૫૦ ચોરસ મીટરનું છે તથા કળશની ઊંચાઈ ૪૦ મીટર જેટલી છે. પ્રતિવર્ષ એપ્રિલ મહીનામાં અહીં રથયાત્રા આયોજિત કરવામાં આવે છે. મંદિરની નિકટમાં આવેલા બિંદુસાગર સરોવરમાં ભારતના પ્રત્યેક ઝરણાંઓ તથા તળાવોનું જળ સંગ્રહીત છે અને એમાં સ્નાન કરવાથી પાપમોચન થાય છે.

Lingaraj temple Bhubaneswar 11004.jpg
લિંગરાજ મંદિર પર શિલ્પકારી

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.