લખાણ પર જાઓ

લીલ

વિકિપીડિયામાંથી
સમુદ્રમાં જોવા મળતી જુદા જુદા પ્રકારની લીલ

લીલ (અંગ્રેજી: Algae) એ એક એવી વનસ્પતિ છે કે જેનો દેહ સાદો પેશી રચના વિનાનો હોય છે.તેના કોષોમાં સમાન્યત: રંજકકણો હોય છે અને તેથી તે સ્વયંપોષી છે.[૧] લીલ ના અભ્યાસ ને ફાયકોટોમી કહે છે.

લીલનાં પ્રકારો[ફેરફાર કરો]

ઇલેક્ટ્રોન માઈક્રોસ્કૉપ અને જીવરસાયણ વિજ્ઞાનની મદદથી લીલનો અભ્યાસ કરવામાં આવે છે અને તે અભ્યાસને આધારે લીલનાં જુદા જુદા પ્રકારો પાડવામાં આવે છે.[૧]

સાયનોફાયટા
આ લીલ બેક્ટેરિયાને મળતી આવે છે. તેમા બ્લ્યુ (વાદળી) રંગના રંજકકણો હોવાથી તેને બ્લ્યુગ્રીન આલ્ગી પણ કહે છે. તે એકકોષી કે તંતુમય દેહ ધરાવે છે અને જમીન ઉપર, મીઠાપણીમાં, દરિયામાં, ગરમ પાણીના ઝરામાં, બરફમાં, જ્વાળામુખીથી નષ્ટ થયેલ પ્રદેશમાં જોવા મળે છે.
ક્લોરોફાયટા
લીલો રંગ ધરાવતી હોવાથી આ લીલને હરિતલીલ પણ કહેવામાં આવે છે. આ લીલ ઘણી સામાન્ય છે અને મીઠાપાણીમાં, ખડકો ઉપર, સમુદ્રમાં તેમજ અનેક જગ્યાએ જોવા મળે છે. આ લીલમાંથી જ ઉચ્ચકક્ષાની વનસ્પતિઓનો ઉદભવ થયો હશે એમ માનવામાં આવે છે.
યુગ્લીનોફાયટા
અનિયમિત આકારવાળા, એકકોષી, કોષદિવાલ વાળા, ક્લોરોફિલ એ અને બી ધરાવતા કશાધારી લીલને યુગ્લીનોફાયટા કહેવામાં આવે છે.
ક્રાયસોફાયટા
આ લીલને સોનેરિ કે સુવર્ણરંગી લીલ પણ કહેવામાં આવે છે. તેના કોષોમાં નારંગી રંજકકણોનું પ્રભુત્વ જોવા મળે છે તથા તેની રચના હરિતલીલને મળતી આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ વૈદ્ય, બી. એસ (૧૯૭૩). લીલ (ALGAE). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૪-૫.