લેધરબેક કાચબો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
લેધરબેક કાચબો, થઈલેન્ડનાં સમુદ્રકિનારે, ઇંડા મુક્યા પછી

મોટા મહાસાગરમાં લેધરબેક પ્રકારનો કાચબો જોવા મળે છે. તેમનુ વજન ઘણીવાર ૮૦૦-૯૦૦ કિલોગ્રામ વજનના હોય છે. રાક્ષસી કદના આ કાચબામાં સેંકડો કિલોગ્રામના હીસાબે ચરબી હોય છે. મોટું કદ અને ભારે શરીર હોવા છતાં તે દરીયામાં ૩૫ કિલોમીટર/કલાકનો વેગ પ્રાપ્ત કરી શકે છે.

હાલમા પૂથ્વી પરના તમામ કાચબાઓમાં તે સૌથી મોટો હોય છે અને વર્તમાન સમયનાં સૌથી મોટા સરીસૃપોમાં મગરોની ત્રણ જાતો પછી તે ચોથા ક્રમાંકે આવે છે. અત્યાર સુધી પકડાયેલા સૌથી મોટા લેધરબેક કાચબાની માથાથી પુછડી સુધીની લંબાઇ ૧૦ ફુટ અને વજન ૯૧૬ કિલોગ્રામ હતું. લેધરબેક કાચબાનાં મોઢામાં દાંતની જગ્યાએ મજબુત ચાંચ હોય છે જે ઉપરથી વળાંક વાળી અને તીક્ષ્ણ હોય છે. તે ખોરાક માટે લગભગ ૪,૨૦૦ ફીટ સુધી જઇ શકે છે.