લેસોથોનો રાષ્ટ્રધ્વજ
Appearance
પ્રમાણમાપ | ૨:૩ |
---|---|
અપનાવ્યો | ઓક્ટોબર ૪, ૨૦૦૬ |
રચના | ભૂરા, સફેદ અને લીલા રંગના ત્રણ આડા પટ્ટા અને સફેદ પટ્ટા પર ધ્વજના કેન્દ્રમાં પારંપરિક કાળા રંગની બાસોથો ટોપી |
લેસોથોનો હાલનો રાષ્ટ્રધ્વજ ઓક્ટોબર ૪, ૨૦૦૬ના રોજ અપનાવાયો હતો. તેની રચના આઝાદીના ૪૦ વર્ષના માનમાં બનાવવામાં આવી હતી. તે દેશની શાંતિપૂર્ણ સ્વભાવનું સૂચક છે.[૧][૨]
હાલનો ધ્વજ
[ફેરફાર કરો]હાલનો ધ્વજ કુલ ચાર પ્રસ્તાવિત ધ્વજોમાંથી પસંદ કરવામાં આવ્યો હતો. આ તમામ ધ્વજોમાં લાકડા રંગની બાસોથો ટોપી હતી. તેને બાદમાં પસંદગી સમયે ફેરફાર કરી અને કાળો રંગ આપવામાં આવ્યો હતો. તેને લેસોથોની કાળા રાષ્ટ્ર તરીકેની ઓળખ ગણવામાં આવી છે.[૩] તેને રાષ્ટ્રિય સંસદમાં પણ અનુમોદન મળ્યું હતું.
ગેલેરી
[ફેરફાર કરો]-
બિનસત્તાવાર બાસુટોલેન્ડ સંસ્થાનનો ઈસ ૧૮૮૪માં ધ્વજ
-
૧૯૫૧-૧૯૬૬ સંસ્થાનનો બિનસત્તાવાર ધ્વજ
-
૧૯૬૬-૧૯૮૭ રાષ્ટ્રધ્વજ
-
૧૯૮૭-૨૦૦૬ સુધી લશ્કરી બળવા સમયનો ધ્વજ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Lesotho unfurls 'peaceful' flag". BBC News. 2006-10-04.
- ↑ "Senators give new flag green light". The Lesotho Government Portal.
- ↑ "New National Flag Passed by Parliament" સંગ્રહિત ૨૦૦૮-૦૮-૨૭ ના રોજ વેબેક મશિન, Summary of Events in Lesotho, 3rd Quarter 2006, trc.org.ls.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- Lesotho at Flags of the World