વન્ડરલા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વન્ડરલા, બેંગલોર-૨

વન્ડરલા એક મનોરંજન ઉદ્યાન (પાર્ક) છે, જે દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના મુખ્ય શહેર બેંગલોર થી ૨૮ કિલોમીટર (૧૭ માઇલ)ના અંતરે બિદડી શહેર નજીક આવેલ છે. આ સ્થળ ૮૨ એકર (૩૩ હેક્ટર) જેટલી જગ્યામાં ફેલાયેલું છે. આ ઉદ્યાન કોચીન, કેરળ ખાતે આવેલ વી. ગાર્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ છે. ઈ. સ. ૨૦૦૫ના વર્ષમાં ઓક્ટોબર મહિના પછી આ પાર્કની શરૂઆત કરવામાં આવી હતી. એ બનાવવાનો કુલ ખર્ચ ૧.૫ બિલિયન જેટલો થયો હતો.

આકર્ષણ અને સુવિધાઓ[ફેરફાર કરો]

વન્ડરલા ખાતે કુલ ૫૩ ભુમિ તેમ જ જળ આધારીત રાઈડ ઉપલબ્ધ છે. આ રાઈડોમાં કેટલીક ભુમિગત રાઈડ, જળ-રાઈડ, સંગીત ફુવારા, લેસર પ્રદર્શન, આભાસી પ્રદર્શન વગેરે સમાવિષ્ટ છે. ઈલેક્ટ્રોનીક નિયંત્રિત વર્ષાની હેલી, એ અહીંનું એક સંપૂર્ણ "ડીડાન્સ" ફર્શ છે-પરંતુ એમાં અપવાદ એટલો છે કે અહીં ઈલેકટ્રોનિક નિયંત્રિત વરસાદ પડે છે. અહિંયા વિશેષ કરીને બાળકો માટે ઘણાં આકર્ષણો ઊભાં કરવામાં આવેલ છે, જે સુરક્ષિત પણ છે. અહીંની જળ રાઈડોમાં શિયાળાની ઠડી ઋતુમાં સૌર ઊર્જા વડે ગરમ થયેલા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. વન્ડરલા ૧૦૦૦ વ્યક્તિઓના સંમેલનની વ્યવસ્થા કરી શકે છે તેમ જ ૧૧૫૦ વ્યક્તિઓ બેસી શકે તેવાં પાંચ અલ્પાહારગૃહો અહીં બનાવવામાં આવેલ છે. અહીં ૨૩૫૦ થી અધિક લોકર, શૌચાલય તેમ જ શાવર ઉપલબ્ધ છે. આ ઉપરાંત લોકર રૂમ, પ્રાથમિક ચિકિત્સા તથા પેજિંગ સુવિધા પણ પ્રાપ્ય છે.