વલણ

વિકિપીડિયામાંથી

વલણ એટલે કોઈ વ્યક્તિ અથવા ઘટના પ્રત્યે મૂલ્યાત્મક લાગણીઓ અનુભવવાની તેમજ તે મુજબ વર્તવાની મનોસ્થિતિ. કોઈપણ પદાર્થ અથવા વ્યક્તિની બાબતમાઅં વ્યક્તિના મનમાં વિચાર કરવાનો, લાગણી અનુભવવાનો અને ક્રિયા કરવાનો જે ઝોક હોય છે તેને વલણ કહે છે. વલણમાં વ્યક્તિની લાગણી મોટો ભાગ ભજવતી હોય છે. વલણો હંમેશા કોઈ વ્યક્તિ, જૂથ, અથવા પદાર્થ પ્રત્યે હોય છે. વલણ જન્મજાત નથી હોતા, પરંતુ વ્યક્તિ તે પોતાના આસપાસના વાતાવરણમાંથી શીખે છે. કેટલાક વલણો પ્રમાણમાં સ્થિર હોય છે; પણ તેને બદલી શકાતા હોય છે.[૧]

ઈતિહાસ[ફેરફાર કરો]

૧૯૪૦-૫૦ના ગાળામાં મુખ્યત્વે ડબ્લ્યૂ. જી. ઑલ્પૉર્ટ, એલ. એલ. થર્સ્ટોન, આર. લીકર્ટ, એમ. કેન્ટ્રિલ, ડી. કાટ્ઝ વગેરેએ મનોવૈજ્ઞાનિકોએ વલણ વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછી મુઝફર શેરીફ, ટી. એમ. ન્યૂકોમ્બ, ડેવિડ ક્રચ, ઇ. સ્ટોટલૅન્ડ અન્ય લોકોએ આ ક્ષેત્રે વધુ સંશોધનો કર્યા. વલણના અભ્યાસોને પ્રયોગલક્ષી અને વ્યાપક બનાવવાનું શ્રેય કાર્લ હોવલૅન્ડ અને લિયૉન ફેસ્ટિંજરને આપી શકાય.[૨]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. વણીકર ૧૯૭૯, pp. ૧૫૩.
  2. ગુજરાતી વિશ્વકોશમાં વલણ.

સ્ત્રોત[ફેરફાર કરો]

  • વણીકર, વિ. સ. (૧૯૭૯) [૧૯૬૬]. સામાજિક મનોવિજ્ઞાન (સંશોધિત બીજી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]