વાયએસ જગન મોહન રેડ્ડી

વિકિપીડિયામાંથી
વાય એસ જગન મોહન રેડ્ડી
૨૦૧૯માં જગન મોહન રેડ્ડી
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી
પદ પર
Assumed office
૨૦ મ્૩ ૨૦૧૯
ગવર્નરઇએસએલ નરસિંહન
બી. હરિચંદન
એસ અબ્દુલ નઝીર
ડેપ્યુટીકે નારાયણસ્વામી
અમઝથ બાશા
બુડી મુત્યલ નાઇડુ
પુરોગામીએન. ચંદ્રાબાબુ નાયડુ
આંધ્ર પ્રદેશ વિધાનસભા વિરોધપક્ષના નેતા
પદ પર
૧૯ જૂન ૨૦૧૪ – ૨૫ મે ૨૦૧૯
ગવર્નરઇએસએલ નરસિંહન
મુખ્યમંત્રીએન. ચંદ્રાબાબુ નાયડુ
અનુગામીએન. ચંદ્રાબાબુ નાયડુ
ધારાસભ્ય
પદ પર
Assumed office
૧૯ જૂન ૨૦૧૪
અંગત વિગતો
જન્મ
યેદુગુરી સાંદિંતી જગન મોહન રેડ્ડી

(1972-12-21) 21 December 1972 (ઉંમર 51)
જમ્મલમડુગુ, આંધ્ર પદેશ
રાજકીય પક્ષવાયએસઆર કોંગ્રેસ પાર્ટી
અન્ય રાજકીય
જોડાણો
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (૨૦૧૧ સુધી)
જીવનસાથી
વાય એસ ભારતી (લ. 1996)
સંતાનો
નિવાસસ્થાનતાડેપલ્લે, વિજયવાડા

યેદુગુરી સાંદિંતી જગન મોહન રેડ્ડી (જન્મ: ૨૧ ડિસેમ્બર ૧૯૭૨) જેમને વાયએસ જગન અથવા જગન કે જગન મોહન રેડ્ડી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ભારતીય રાજકારણી છે જે હાલમાં આંધ્ર પ્રદેશના ૧૭મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ભારતીય રાજકીય પક્ષ વાએસઆર કોંગ્રેસ પાર્ટીના સ્થાપક અને પ્રમુખ છે. તેઓ આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીના પુત્ર છે. તેમની માતા વાયએસ વિજયમ્મા વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ છે.

જગન મોહન રેડ્ડીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં તેમની કારકિર્દી શરૂ કરી હતી અને ૨૦૦૯માં કડપાના તરીકે ચૂંટાયા હતા.[૧] ૨૦૦૯માં તેમણે સમગ્ર રાજ્યમાં 'ઓદર્પુ યાત્રા' શરૂ કરી હતી. [૨] તે પછી આખરે કોંગ્રેસ પાર્ટીમાંથી બહાર આવ્યા અને તેમની પોતાની પાર્ટીની સ્થાપના કરી જેનું નામ તેમના પિતાના ટૂંકાક્ષર વાયએસઆર (YSR) સાથે સંકળાયેલું છે.

૨૦૧૪માં આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીએ ૬૭ બેઠકો જીતી અને તેઓ વિપક્ષના નેતા બન્યા. [૩] પાંચ વર્ષ પછી ૨૦૧૯માં યોજાયેલી આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કુલ ૧૫૧ બેઠકો જીતી ને રાજ્યની ચૂંટણીમાં પાર્ટીને જીત અપાવી. [૪]

સંદર્ભો[ફેરફાર કરો]

[સંદર્ભ આપો]

  1. Sarma, V. Ramu (28 November 2021). "Y S Jaganmohan Reddy's political journey". www.thehansindia.com (અંગ્રેજીમાં). મેળવેલ 8 December 2022.
  2. "Defiant Jagan begins Odarpu yatra". The Indian Express (અંગ્રેજીમાં). 9 July 2010. મેળવેલ 8 December 2022.
  3. Pioneer, The. "Mere 1.68% difference of votes did Jagan's party in". The Pioneer (અંગ્રેજીમાં). મેળવેલ 8 December 2022.
  4. India TV, Madhu Rao (25 May 2019). "Jagan records highest victory margin in Andhra polls". www.indiatvnews.com (અંગ્રેજીમાં). મેળવેલ 8 December 2022.