લખાણ પર જાઓ

વિષાણુ

વિકિપીડિયામાંથી
(વાયરસ થી અહીં વાળેલું)
પક્ષીઓમાં ચેપ ફેલાવતા બ્રોન્કાઇટિસ વાયરસની ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છબી
કોરોનાવાયરસની રચના, ઇલકેટ્રોન માઇક્રોસ્કોપમાં

વિષાણુ (વિષ+અણુ) અથવા વાયરસ (અંગ્રેજી: Virus) સૂક્ષ્મ કણ છે, જે સજીવ પણ હોય છે અને નિર્જીવ પણ હોય છે. તેનાથી રોગ થવાની સંભાવના ખુબજ રહેલી છે. વિષાણુ દરેક પ્રકારના જીવંત કોષ જેવા કે પ્રાણીઓ, વનસ્પતિઓથી લઈને બેક્ટેરિયા પર હુમલો કરી શકે છે.[]

વિષાણુ એ સજીવ-નિર્જીવને જોડતો કડીરૂપ, પ્રોટીનયુક્ત, ડીએનએ અથવા આરએનએ ધરાવતો કોષાંત્રિક પરોપજીવી સૂક્ષ્મ રાસાયણિક ઘટક છે. આ પરોપજીવી વિષાણુ વનસ્પતિ કે પ્રાણિકોષમાં પ્રવેશી યજમાનના ન્યૂક્લીઇક ઍસિડના સંજનીનો (જેનોન્સ) અને ચયાપચયી દ્રવ્યોની મદદથી પોતાના સંજનીનોની વૃદ્ધિ અને ગુણન કરે છે. વિષાણુઓના આ વિષમજાતીય સંજનીનો યજમાનના કોષોમાં પરિવર્તન લાવે છે અથવા તો તેનો સંપૂર્ણ નાશ કરે છે. આવા વિષાણુઓને સક્ષમ રોગજનક વિષાણુ તરીકે સંબોધવામાં આવે છે. કોષોના સંપર્કમાં ન આવ્યા હોય તેવા બાહ્ય કોષીય વિષાણુને વિરિયૉન (virion) કહે છે.[]

ઈતિહાસ

[ફેરફાર કરો]

ઈ.સ. ૧૯૩૫માં સ્ટેન્લીએ દર્શાવ્યું કે વિષાણુઓને અન્ય રસાયણોની માફક સ્ફટિકના રૂપમાં ફેરવી શકાય છે. ઈ.સ.૧૯૫૬નાણ્ શ્રેને દર્શાવ્યું કે તેમનો રાસાયણિક અર્ક જો કોઈ કોષમાં પ્રવેશે તો તે તેને વિષાણુનો ચેપ લાગે છે. આમ વિષાણુઓ 'જીવતાં રસાયણો' જેવા છે. તેમને જીવનના સૌથી નાના એકમ તરીકે ઓળખવામાં આવે છે.[]

આકાર અને કદમાં અત્યંત ભિન્ન હોવા છતાં દરેક વિષાણુમાં મૂળભૂત રીતે કેટલીક સામ્યતા હોય છે. બધા વિષાણુઓ પ્રોટીન અને ન્યૂક્લિઇક ઍસિડ (DNA અથવા RNA)ના અણુઓના બનેલા હોય છે. ન્યૂક્લિઇક ઍસિડના અણુ સંજનીન તરીકે ગુણન માટે અગત્યની માહિતીઓ ધરાવે છે. સંજનીનો DNA અથવા RNAની શૃંખલા-સ્વરૂપે આવેલા હોય છે.[]

વિષાણુને જોવા ઇલેકટ્રોનિક સૂક્ષ્મદર્શક (માક્રોસ્કોપ)ની જરૂર પડે છે. તે કદમાં ખુબજ નાના હોય છે અને તે ૨૦ નેનોમીટરથી લઈ ૪૦૦ નેનોમીટર સુધીના હોય છે.[સંદર્ભ આપો]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Koonin EV, Senkevich TG, Dolja VV. The ancient Virus World and evolution of cells. Biology Direct. 2006;1:29. doi:10.1186/1745-6150-1-29. PMID 16984643.
  2. ૨.૦ ૨.૧ દુબળે, મહાદેવ શિ. (માર્ચ ૨૦૦૫). "વિષાણુ (virus)". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૦ (વિ - વૈં). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૬૨–૫૬૫. OCLC 162213097.
  3. શુક્લ, શિલીન નં. (માર્ચ ૨૦૦૫). "વિષાણુ (virus) (આયુર્વિજ્ઞાન)". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૦ (વિ - વૈં). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૬૫–૫૭૧. OCLC 162213097.