લખાણ પર જાઓ

વિકાસપીડિયા

વિકિપીડિયામાંથી
વિકાસપીડિયા
પ્રકાર
માહિતી અને જ્ઞાન વિષયક પોર્ટલ
માલિકભારત સરકાર
વેબસાઇટvikaspedia.in
શરૂઆતFebruary 18, 2014 (2014-02-18)[]

વિકાસપીડિયાભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઓનલાઇન માહિતી માર્ગદર્શિકા (પોર્ટલ) છે.[][] આ વેબસાઇટ સી-ડૅક હૈદરાબાદ દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી અને તે સંચાર અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયના ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.[]

આ પોર્ટલની શરૂઆત ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ કરવામાં આવી હતી. આ પોર્ટલમાં જુદાજુદા ૬ સામાજીક ક્ષેત્રો જેવાકે કૃષિ, આરોગ્ય, શિક્ષણ, સામાજિક કલ્યાણ, ઊર્જા અને ઇ-ગવર્નન્સ ક્ષેત્રોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ચાલતા કાર્યક્રમોની માહિતી પુરી પાડવામાં આવી છે.[] આ પોર્ટલ દેશની ૨૩ જેટલી ભાષાઓમાં ઉપલબ્ધ છે. પોર્ટલનું નામ સંસ્કૃત શબ્દ વિકાસ અને જ્ઞાનકોશ માટેના અંગ્રેજી શબ્દ પીડિયાના સંમિશ્રણથી બનાવવામાં આવ્યું છે. આ સાઇટ વિકિ સોફ્ટવેર પર આધારીત હોવાથી કોઇપણ નોંધણી થયેલ વ્યક્તિ તેનું સંપાદન કરી શકે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Indian government launches Vikaspedia". Techinasia. 19 February 2014. મેળવેલ 20 February 2014. CS1 maint: discouraged parameter (link)
  2. "Government launches Vikaspedia as online information guide". DNA. 18 February 2014. મેળવેલ 19 February 2014. CS1 maint: discouraged parameter (link)
  3. "Government launches Vikaspedia, website for local content development tools". NDTV. 18 February 2014. મેળવેલ 19 February 2014. CS1 maint: discouraged parameter (link)
  4. "Govt launches Vikaspedia as online information guide". Livemint. 18 February 2014. મેળવેલ 19 February 2014. CS1 maint: discouraged parameter (link)
  5. "Government launches online information guide Vikaspedia". Times of India. 18 February 2014. મેળવેલ 19 February 2014. CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]