વિકિપીડિયા:અવરોધન નીતિ
આ પૃષ્ઠ ગુજરાતી વિકિપીડિયાની નીતિઓનું વર્ણન કરે છે. આ નીતિઓ મહદંશે સમુદાયના સભ્યો સાથે ચર્ચા-વિમર્શ કરીને નિર્ધારિત કરવામાં આવી છે. આ એવા નિયમો છે જે સામાન્યત: બધાજ સભ્યોએ પાળવાના રહે છે. અહીં કરવામાં આવતા ફેરફારો માટે સંમતિ સધાઈ હોવી આવશ્યક છે. |
આ લેખનો સાર: વિકિપીડિયાને ભાંગફોડીયા પ્રવૃતિથી બચાવવા માટે સભ્ય ખાતાંઓ અને આઈ.પી.એડ્ડ્રેસો સંપાદન કરવા બાબતે અવરોધિત થઈ શકે છે. |
અવરોધન એ વપરાશકર્તાને વિકિપીડિયા પર સંપાદન કરતા રોકવાની તકનિકી પદ્ધતિ છે. સભ્ય ખાતાંઓ, આઈ.પી.એડ્રેસો અને આઈ.પી.એડ્રેસની શ્રેણી પર, મર્યાદીત કે અમર્યાદ સમય સુધી અવરોધ લગાવી શકાય છે. અવરોધિત સભ્ય વિકિપીડિયા પર પ્રવેશી તો શકે છે (લોગઈન થઈ શકે છે), પણ પોતાના સભ્ય પાના સમેત (મોટાભાગે પોતાના ચર્ચાના પાના સિવાય) કોઈ પાનાનું સંપાદન કરી શકતા નથી.
અવરોધન વિકિપીડિયાને ક્ષતિ કે ભંગાણથી બચાવવા માટે વપરાય છે, વપરાશકારને સજા કરવા માટે નહીં. (જુઓ "ઉદ્દેશ અને લક્ષ્ય" નીચે.) કોઈપણ સભ્ય ભાંગફોડીયા પ્રવૃતિની ખબર આપી શકે છે અને પ્રબંધકોને ભાંગફોડીયા પ્રવૃતિ કરનારનું સભ્ય ખાતું કે આઈ.પી.એડ્રેસ અવરોધવા જણાવી શકે છે. (જુઓ "અવરોધન વિનંતી"નીચે.)
જો સંપાદકને લાગે કે (પોતાના પર) અવરોધ ખોટી રીતે લગાવાયો છે, તો તે પ્રબંધકોને ફેરવિચાર માટે વિનંતી કરી શકે છે. પ્રબંધકોને અવરોધ અનધિકૃત કે હવે બીનજરૂરી જણાય તો તે સભ્ય પરથી અવરોધ હટાવી શકે છે.
અવરોધન એ પ્રતિબંધ કરતાં અલગ છે, પ્રતિબંધ એ વિકિપીડિયાના સમગ્રતયા કે તેના કોઈ એક ભાગના સંપાદન હક્કને ઔપચારિક રીતે પાછો ખેંચવાની બાબત છે. અવરોધન વપરાશકર્તાની પાનાઓ સંપાદન કરવાની ક્ષમતાને નિષ્ક્રિય કરે છે; પ્રતિબંધ નહીં. જો કે, જે વપરાશકર્તા સંપૂર્ણ પ્રતિબંધને યોગ્ય હોય, કે અંશતઃ પ્રતિબંધનું ઉલ્લંઘન કરે, તેને પ્રતિબંધનું પાલન કરાવવા અર્થે મોટાભાગે અવરોધિત કરી દેવામાં આવી શકે છે.