લખાણ પર જાઓ

વિકિપીડિયા:નીતિ નિર્ધારણ કાર્ય

વિકિપીડિયામાંથી

અહીં ગુજરાતી વિકિપીડિયાની નીતિઓને લગતી ચર્ચાઓ થશે.

સાંપ્રદાયીક વ્યક્તિત્વ વિષયક લેખો

[ફેરફાર કરો]

(એક વ્યક્તિત્વના લેખની ચર્ચાના પાનેથી)

ગયા વખતે ગોષ્ટિ પર ચર્ચા થયા મુજબ આ લેખ વિકિ પર મુકવા યોગ્ય ખરો? સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૦:૧૪, ૨૮ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

?

શ્રી.મહર્ષિભાઈ, આ અને આ પ્રકારનાં કેટલાક લેખ, જેમાં ડિલિશન ટૅગ લગાવી તે વિકિયોગ્ય શાને નથી (અથવા છે) તે ગોષ્ટિ કદાચ રવિવારીય ગોષ્ટિ હશે જેમાં હું હાજર ન હોય મને વિષયવસ્તુની જાણ નથી. તો શ્રી.ધવલભાઈ પર આ મામલો છોડું, અથવા કૃપયા મને થોડી સમજણ આપવા કષ્ટ લેશોજી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૫૩, ૧ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]
http://en.wikipedia.org/wiki/Wikipedia:Notability_(people) જોઇ જવા વિનંતિ. આભાર.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૧:૪૯, ૧૧ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]


પ્રથમ તો, હર્ષજીને ધન્યવાદ. ઉપરોક્ત કડી પરનાં માર્ગદર્શનનો અભ્યાસ કર્યો. પ્રથમ ત્યાંથી એક અવતરણ ઉતારું;

Any biography

1-The person has received a well-known and significant award or honor, or has been nominated for one several times. 2-The person has made a widely recognized contribution that is part of the enduring historical record in his or her specific field.

Academics

Many scientists, researchers, philosophers and other scholars (collectively referred to as "academics" for convenience) are notably influential in the world of ideas without their biographies being the subject of secondary sources.

તો આગળ Wikipedia:Notability (academics) પર વાંચતા; Criteria 9. The person is in a field of literature (e.g writer or poet) or the fine arts (e.g. musician, composer, artist), and meets the standards for notability in that art,...

તો, અહીં આ પ્રકારના બધા જ લેખોમાં આપણે વિવેકબુદ્ધિ વાપરવી પડશે. વ્યક્તિગત આ એક લેખ લો તો, જેમના વિશે આ લેખ છે તેમણે એક પ્રસિદ્ધ સંપ્રદાયનો, એક મહાગ્રંથ (શ્રીહરિલીલાકલ્પતરુ) લખ્યાનું જણાવાયું છે. જો (ફરી વાંચો; જો !!) આ માહિતી સત્ય હોય તો આ લેખ અહીં લખવા યોગ્ય છે. પરંતુ એ માટે આપણે આ માહિતીની સત્યાર્થતા પૂરવાર કરતો સંદર્ભ જોઈએ. ટૂંકમાં જો સંદર્ભ મળે તો આ ’વ્યક્તિ’ નોટેબલ છે. કારણ કે તેમણે તેમના ફિલ્ડ (અધ્યાત્મ, સંપ્રદાય)માં કશુંક નોંધપાત્ર યોગદાન કરેલું છે. જો કે હું હજુ વધુ અભ્યાસ કરીશ. હાલ આપને વિચારવા અને માર્ગદર્શન શોધવા આટલું લખ્યું છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૫૦, ૧૨ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]

તમારી વાત સાથે એકદમ સહમત અશોકભાઈ. આપડે થોડી વિવેકબુદ્ધિ વાપરવી પડશે આવા લેખો માટે. આપણને જો સંદર્ભ મળી જાય તો આ લેખ રાખી શકાય.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૧:૨૪, ૧૨ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]
સંદર્ભ મળી ગયા છે.
  1. http://kids.baps.org/thingstoknow/scriptures/11.htm
  2. http://www.rajkotgurukul.org/swaminarayan-sect/literature-research-philosophy/
  3. http://www.swaminarayan.org/scriptures/shriharileelakalpataru.htm

-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૧:૨૮, ૧૨ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]

વાત એમ છે કે આચાર્ય રઘુવિરજી મહારાજે લખેલુ છે અને અચિન્ત્યાનંદ સ્વામીએ તેમની નીચે રહીને સંપાદન કર્યુ હતુ. મારી પાસે આ ગ્રંથ પડ્યો છે.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૧:૪૧, ૧૨ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]


ખુબ સરસ! હું આપ બન્ને સાથે સહમત થાવ છું. આપે બહુ મહેનત લીધી. છતાં જો માહિતી સમ્પ્રદાય પુરતી જ મર્યાદિત હોય અને રેકગ્નિશન સંમ્પ્રદાય પુરતું જ હોય તો શું નિર્ણય લેવો તે પણ આપણે લાંબા ગાળા માટે નક્કી કરવું જોઇયે. આવા જ પ્રશ્નો ઇસ્કોન અને અન્ય સમ્પ્રદાય માટે પણ લાગુ પડે. એક વખત ધવલભાઈ પણ નજર નાખી લે અને સર્વાનુ મતે લાંબા ગાળાની નીતિ પર આવીયે. ઉપરાંત આ લેખનું નામ બદલવું જોઇયે. સીતારામ... મહર્ષિ

મહર્ષિભાઈ, આ ચર્ચામાં આમંત્રણ માટે આભાર. મારી નાકારાત્મકતા જાણતા હોવા છતાં તમે મને આવા ચર્ચાપદ કિસ્સાઓમાં ઘસડો એ તમારી બહાદુરીની નિશાની છે, પણ તેમ કરતાં તમે અન્ય સભ્યોનો રોષ વહોરી લો એવું પણ બને, એટલે એ વાતથી પણ સાવધાન રહેવું. ચાલો, મજાક બાજુ પર મુકીને, નીચેના એક મુખ્ય મુદ્દા પર તમારું સહુનું ધ્યાન દોરું:

A person is presumed to be notable if he or she has been the subject of multiple published secondary sources which are reliable, intellectually independent of each other, and independent of the subject.

  • If the depth of coverage in any given source is not substantial, then multiple independent sources may be combined to demonstrate notability; trivial coverage of a subject by secondary sources may not be sufficient to establish notability.
  • Primary sources may be used to support content in an article, but they do not contribute toward proving the notability of a subject.
આ અંગ્રેજી વિકિપીડિયામાં નોટેબિલિટીનો બેઝિક ક્રાયટેરિયા છે, એટલે કે માનનિયતા માટેનો પાયાનો માપદંડ. એમાં જે મૂળભુત જરૂરિયાત છે તે multiple published secondary sources which are reliable, intellectually independent of each other, and independent of the subject એટલે કે વ્યક્તિ માટે એક કરતા વધુ પ્રસિદ્ધ થયેલા બીજી પંક્તિના (પ્રાથમિક નહિ તેવા) સંદર્ભો હોવા જોઈએ, આ સંદર્ભો એવા સ્રોતમાંથી અવતા હોવા જોઈએ કે જે વિશ્વાસનિય હોય, બૌદ્ધિક રીતે એકબીજાથી સ્વતંત્ર હોય અને વિષય/વ્યક્તિથી સ્વતંત્ર હોય.
બીજી વાત એ કે આ લેખને એકેડેમિકના દાયરામાં ના સમાવી શકીએ, કેમકે અચિત્યાનંદ સ્વામીનું (આ ચર્ચા પ્રાથમિક ધોરણે તેમને ધ્યાનમાં લઈને થઈ રહી છે માટે) યોગદાન સમાજમાં શિક્ષણ અર્થે કે સાહિત્ય ક્ષેત્રે ન હોતા, સંપ્રદાય પુરતું છે. એટલે સંદર્ભ, માહિતી અને માન્યતા (રેકગ્નિશન) જો સંપ્રદાય પુરતું જ હોય તો તેને માનનિયતાના માપદંડમાં ઢાળી શકાય નહી. મહર્ષિભાઈ જણાવે છે તેમ, આવું ઇસ્કોન અને અન્ય અનેક સંપ્રદાયો માટે ઊભો થઈ શકે. મારા પોતાના ગુરુની જ વાત કરું તો, તેમણે અનેક પુસ્તકો લખ્યા છે, સંશોધનાત્મક પુસ્તક પણ તેમણે લખ્યું છે, અને તેઓ સંપ્રદાયના સંન્યાસી પણ છે. પરંતુ તેમના પુસ્તકોનું વિવેચન સંપ્રદાય સિવાય કોઈએ કર્યું નથી, તેમના વિષેના સમાચાર પણ ફક્ત સંપ્રદાયની વેબસાઈટો પર જ મળી આવે. આમ તેમના માટે કોઈ સેકન્ડરી સોર્સ કે સેકન્ડરી રેફરન્સ નથી. અને તે કારણે વિકિપીડીયાના માપદંડ મુજબ તેમને જ્ઞાનકોશમાં સમાવી શકાય નહી.
એટલે સરળ ભાષામાં એમ કહી શકીએ કે જો કોઈ પ્રભાવ હેઠળ ના હોય અને સ્વતંત્ર રીતે ઉલ્લેખ થયેલો હોય એવા સંદર્ભ મળે તો જ તેમને નામાંકિત માણસ ગણવા. ચર્ચા હું પૂરી કરતો નથી, બલ્કે આગળ ચાલે તેવો આગ્રહ રાખું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૫૫, ૧૩ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]

ધવલભાઈ તમારી વાત સાથે સહમત પરંતુ જે ઘટના ૨૦૦ વર્ષ પુરાણી હોય તે વસ્તુનુ આપણને third party reference ના મળે તો શું કરવુ? હુ આ લેખના પરિપ્રેક્ષ્યમાં નહિ પરંતુ જનરલ વાત કરું છુ.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૧:૪૨, ૧૩ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]


આમ જોઇયે તો સવાલ સમયનો નથી. સંદર્ભની સદ્ધરતા નો છે. સંપ્રદાયની જ સાઇટને સંદર્ભ ન ગણી શકાય. કારણકે આવી સાઇટનું રેકગ્નિશન સંમ્પ્રદાય પુરતું જ છે. પણ સેકન્ડરી અને રિલાયેબલ સોર્સ મળે તો શોધી શકાય. આપણે આ ચર્ચાને કઈક અલગ જગ્યા એ ખસેડવી જોઇયે. અત્યારે તો આ લેખ પુરતી જ ચર્ચા કરતા હોય એવું લાગે છે. આ ચર્ચા સર્વ સામાન્ય નિયમ નક્કિ કરવા પુરતી જ છે. જેથી કોઇ આવી ચર્ચાને અન્યથા ન લે એ જરુરી છે. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૦૧:૧૫, ૧૪ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]
ધવલભાઈ અને મિત્રો, હવે મારે લૉ નું શિક્ષણ પણ લેવું પડશે !! :-) તો, આમ તો હું વ્યક્તિગત રીતે સંપ્રદાયવિહિન છું, કેમ કે હું કયા સંપ્રદાયનો એ મને જ ખબર નથી ! પરંતુ વાત "ન્યાય"ની છે એટલે દલીલ પેશ-એ-ખિદમત કરું છું ! જો વિકિનીતિનું અર્થઘટન એમ થાય કે, માત્ર પોતાના સંપ્રદાય પૂરતું કાર્ય કર્યું હોય (ચાલો તે માત્ર એક સંપ્રદાય પુરતું જ સિમિત હોય), તેને વિકિ પર સ્થાન ન હોય તો (૧) સંપ્રદાયને લગતું વ્યક્તિત્વ હોય તે સ્વાભાવિક છે કે પોતાના સંપ્રદાયના ક્ષેત્રમાં જ યોગદાન કર્તા હોય (વધુ ભાગે). સાંપ્રદાયીક વ્યક્તિત્વ એટલે જ પોતાના સંપ્રદાય, ધર્મના ક્ષેત્રમાં કંઈક નોંધપાત્ર પ્રદાન કરનારું વ્યક્તિત્વ. હવે કોઈ ખ્રીસ્તી સંતનાં યોગદાનનો સંદર્ભ કંઈ ગીતામાં ન મળે કે કોઈ વૈશ્ણવ ધાર્મિક વ્યક્તિત્વનાં યોગદાનનો સંદર્ભ કંઈ શિક્ષાપત્રીમાં કે બાઈબલમાં ન મળે. જે તે સંપ્રદાયના પુસ્તકો કે વેબ પરથી જ તેનો સંદર્ભ મળી શકે. (૨) હર્ષજીએ કહ્યું તેમ, અને મોટાભાગે તો, આવું વ્યક્તિત્વ ૧૦૦-૨૦૦-૫૦૦ વર્ષ પ્રાચીન પણ હોય, તો નેટ પર third party reference ના પણ મળે. (૩) છતાં ઉપલબ્ધ સંદર્ભો અહીં ઉલ્લેખાયેલી વાતની સત્યાર્થતા કે ઓછામાં ઓછું ચકાસણી પૂરતી માહિતી તો આપતા જ હોય (૪) આપે જણાવ્યું કે ’સંદર્ભ, માહિતી અને માન્યતા (રેકગ્નિશન) જો સંપ્રદાય પુરતું જ હોય તો તેને માનનિયતાના માપદંડમાં ઢાળી શકાય નહી.’ તો વિચાર આગળ વધારતા એમ કહી શકાય કે, ગીતા, કૂરાન કે બાઈબલ જેવા પુસ્તકો કે નરસિંહ, મીરાં જેવા કવિઓની રચનાઓ પણ એક નિશ્ચિત વર્તુળ (કે ધર્મ-સંપ્રદાય) પુરતી જ માન્યતા ધરાવતી હોય છે. (૫) બધી જ માથાકૂટ એક તરફ રાખીને અંગ્રેજી વિકિ પર જુઓ List of saints.અહીં ખ્રિસ્તી ધર્મનાં અનેક સંપ્રદાયનાં સંતો વિષયક લેખો (ઈસ:૪૫૦થી લઈ હાલ સુધીના), જેમાં ઘણાં પણ માત્ર પોતપોતાના સંપ્રદાય પૂરતા પ્રસિદ્ધ હોય, છે. તો, ગુજરાતી વિકિ પર ગુજરાતનાં પ્રસિદ્ધ સંપ્રદાયો અને તે સંપ્રદાયમાં નોંધપાત્ર યોગદાન આપનાર સંતોના કે ભક્તોના લેખ રસપ્રદ વિષય જ ગણાય અને અસ્થાને પણ ન ગણાય. હા, માહિતીઓની લેખનશૈલી વિકિલાયક હોવી જોઈએ. બીજું, આપણે જ્ઞાનકોશ પર કાર્યરત છીએ તો, આપણી અંગત માન્યતા જે હોય તે, લોકોના રસના વિવિધ વિષયોને, જેમાં વિજ્ઞાન, ખગોળ, રાજકિય, મનોરંજન, ધર્મ, સાહિત્ય, કળા, .... જેવા, અવગણી તો ન શકીએ ને ! વ્યવહારૂ વાત છે કે અંગ્રેજી વિકિ પર શોધકને ખિસ્તીધર્મના સંતોની માહિતી વધારે પ્રમાણમાં પ્રાપ્ય હોય જ્યારે ગુજરાતી વિકિ પર ગુજરાતમાં પ્રચલીત ધર્મ-સંપ્રદાયને લગતી. જો ધાર્મિક વ્યક્તિત્વો અસ્પૃશ્ય જ હોય તો અંગ્રેજી વિકિ પર બધાં જ ધર્મોના પોર્ટલ, આટલા બધા સંતોના લેખ, ઈવન ’સંત પોર્ટલ’ ન હોય !! (વાત નિયમોની હોય તો આ પણ અભ્યાસવા જેવું ! Wikipedia:Ignore all rules કૃપયા આને અંગત વિરોધ-તરફેણ ન ગણતા નીતિ નિર્ધારણ કેસમાં એક તરફનો પક્ષ રાખનાર વકિલની કાનૂની દલીલ ગણવી. પ્રતિવાદી પક્ષની દલીલ સમાપ્ત યોર ઑનર !
(તા.ક. મહર્ષિભાઈએ હું લખતો હતો ત્યાં પોતાનો મત જાહેર કર્યો તેથી આટલું ઉમેરું. આ ચર્ચા પછીથી કોઈક યોગ્ય જગ્યાએ કાયમી ધોરણે ટ્રાન્સફર કરી રાખીશું. આપણે સૌ ઘડાયેલા વિકિમિત્રો છીએ, કોઈ અંગત પ્રતિષ્ઠાનો પ્રશ્ન નહિ જ બનાવે માત્ર આપે કહ્યું તેમ એક સર્વમાન્ય, કાયમી, યોગ્ય, વાજબી, નીતિનિર્ધારણ ખાતરની આ ચર્ચા બની રહેશે. સૌ મિત્રોને મારી પણ આ જ અપિલ છે.) આભાર. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૩૯, ૧૪ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]
અશોકભાઈ, તમારી એ વાત સાચી છે કે "સંપ્રદાયને લગતું વ્યક્તિત્વ હોય તે સ્વાભાવિક છે કે પોતાના સંપ્રદાયના ક્ષેત્રમાં જ યોગદાન કર્તા હોય (વધુ ભાગે)." પરંતુ નામાંકિત વ્યક્તિ તરિકે માન્યતા પ્રાપ્ત કરવાના નિયમોમાં તેમના બહોળા કામોનો નહિ, પણ તેમના કરેલા કામોની બહોળી સ્વિકૃતિ અને બહોળી ખ્યાતિને ધ્યાનમાં લેવામાં આવે છે. સ્વાભાવિક રીતે જ એક ધર્મની કે સંપ્રદાયની વ્યક્તિ તે ધર્મ કે સંપ્રદાયની બહાર જઈને કશું ખાસ કરવાની નથી, પણ તેમના કરેલા કામો કે તેમનું લેખન સમાજના બહોળા વર્ગે વખાણ્યું કે બખોડ્યું હોય તેવું ચોક્કસ સંભવ છે. નરસિંહ મહેતાએ લખેલા પદો પર અનેક વિવેચકોએ લખ્યું છે. તેમની જાણકારી ફક્ત હિંદુ વૈષ્ણવ સંપ્રાદાય સિવાયના લોકોને પણ હોવાની જ. તમે કહો છો તેવું જ ખ્રિસ્તી સંતો અને અન્ય હિંદુ સંતો વિષે છે, તેમણે કરેલા કામો તેમના વ્યક્તિત્વની નોંધ જો આમ સમાજે અને વિવિધ ક્ષેત્રોએ લીધી હોય તો તે નામાંકિત છે.
તમે ચર્ચાની ખુબ શરૂઆતમાં જણાવ્યું હતું તેમ આ વિષયે આપણે વિચાર બુદ્ધિ વાપરવીને આગળ ચાલવું પડશે. જેમ સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામીનું નામ અનેક સિદ્ધિઓ માટે પ્રખ્યાત છે, શક્ય છે કે તેમની ગુરુ પરંપરામાં આવતા અન્ય સંતોનું નામ તેમના જેટલું પ્રસિદ્ધ ના હોય. સ્વામીનારાયણ ભગવાન અને પ્રમુખસ્વામી મહારાજ બંને વિષે સ્વતંત્ર લેખો તદ્દન સ્વાભાવિક છે, પરંતુ તેમની વચ્ચે આવતા બધા જ સંતો ભલે આ કડીને જોડવા માટે આવશ્યક હોય, પણ તેમના પર સ્વતંત્ર લેખો સંભવી ના પણ શકે. એ જ રીતે સંત કબીર પ્રખ્યાત છે, તેમનું વિવેચન ઘણું થયું છે, એટલે તેમનો એક સાહિત્યકાર તરીકે અને ધાર્મિક વ્યક્તિત્વ તરીકે સાહજીક સ્વિકાર થયેલો છે. તેમના બધાજ શિષ્યો અને કબીર પંથીઓ દ્વારા સંભાળાતી બધીજ ગાદીઓના બધાજ ગાદીપતિઓ પર લેખ શક્ય ના પણ બને.
મેં જે મુદ્દા આપ્યા હતા તે વ્યક્તિના યોગદાનને સમાચારોમાં અને સમાજમાં કેટલી હદે વ્યાપ્ત છે તે વિષે છે. કોઈ વ્યક્તિનું ધાર્મિક મહત્વ હોવું અને તેના લેખનને સાહિત્ય ગણવું એ બે અલગ વાતો છે. હા, અવશ્ય કોઈપણ લખાણને સાહિત્યના એક કે બીજા પ્રકારમાં મુકી શકીએ, પરંતુ દરેક પુસ્તક લેખકને આપણે સાહિત્યકારનો દરજ્જો આપીને તેનો લેખ વિકિમાં ના લખી શકીએ. કોઈ પણ લેખકને સાહિત્યકારનો દરજ્જો આપવા માટે તેનું લેખન વિવેચનની કસોટીએ ચડ્યું હોવું જોઈએ અને તે વિવેચન તટસ્થ પક્ષે કરેલું હોવું જરૂરી છે, અને માટે જ આપણે પ્રાથમિક સંદર્ભોને ગણતરીમાં લેતા નથી.
મેં ઉદાહરણો માટે જે સંપ્રદાય કે ધર્મનો ઉલ્લેખ કર્યો છે તે જે તે વ્યક્તિવિશેષની પ્રસિદ્ધિ અને તેમના વિષેની બહોળી જાણકારીને કારણે જ કર્યો છે, તેમાં કોઈ ગમા-અણગમાને કારણે નહી કે નહિ તો વિવાદ છેડવા માટે. તમારામાંથી કોઈને પણ વાંધાજનક લાગે તો જણાવશો અને દૂર કરશો, જેથી ભવિષ્યમાં હું એમ ટાળી શકું.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૦૭, ૧૫ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]

ગામ વિષયક લેખોના મથાળામાં નામ સાથે પૂર્વગ-પ્રત્યય લગાડવા વિશે

[ફેરફાર કરો]

(ધવલભાઈના ચર્ચાના પાનેથી અહીં લાવ્યા)

(ગામ વિષયક લેખોના મથાળામાં "નાના - મોટા - નવા - જૂના" જેવા વપરાતા શબ્દોને નામની આગળ રાખવા કે પાછળ તે વિષયે નીતિનિર્ધારણ માટેની ચર્ચા. સૌ મિત્રો નિઃસંકોચ ભાગ લે.)

જરા આ બાબત સહુને વિચારી જોવા અરજ
૧. આમાંના મોટાભાગનાં ગામનો ઇતિહાસ તપાસતા જણાશે કે દાયકાઓ પહેલા (મોટાભાગે રજવાડાનાં સમયમાં) એક જ ગામતળ હોય છે. પછી અમુક લોકો થોડે દુર જઇને વસે અને સરકારી ચોપડે નવું ગામતળ બને. પોતાના ગામની યાદીમાં નવા વસેલા ગામતળને પણ એ જ નામ આપે. પછી સરકારી યાદીમાં અને બોલચાલમાં બન્ને ને જુદા પાડવા માટે "નવા, જૂના, નાના, મોટા" વગેરે પ્રત્યયો કે પુર્વગો લાગે છે. ભૌગોલીક દૃષ્ટીએ પણ આ બધા ગામ એકબીજા થી જાજા દુર નથી હોતા. અને ખરેખર ગામનું નામતો એ પ્રત્યય વગરનું હોય એજ હોતું હોય છે. નાના, મોટા, નવા, જૂના એ તો ખાસ ઓળખ માટેના વિશેષણ માત્ર હતા જે હવે રૂઢ થઇ ગયા છે.
૨. ગામના નામની યાદી બનાવીને એને કક્કાવાર ક્રમબધ્ધ કરીએ તો ગામનું નામ સરખું હોય અને પ્રત્યયો પાછળ હોય તો એ ગામનાં નામ યાદીમાં પાસે પાસે આવશે. ઉદાહરણ તરીકે ઉપરની યાદીમાંના ડાબી બાજુંના ગામના જે રીતે દેખાય છે તે રીતે. પણ જો પ્રત્યયોને પુર્વગ બનાવીશું તો યાદીમાં બધા જુના એક સાથે આવશે, બધા નવા એક સાથે આવશે. નાની યાદીમાં કોઇ ફરક નહી પડે પણ મોટી યાદી હોય ત્યારે સમાન નામ વાળા ગામ શોધવા આ બદલાવ કર્યા પછી જરા મુશ્કેલી પડશે.
આ બે બાબતો પર વિચાર કરીને પછી નામકરણ બદલવા વિનંતિ છે.
વધારામાં અન્ય કોઇ સ્થળે પણ નામકરણમાં વિષેશણ પુર્વગ તરીકે વપરાયું હોય તો એને પાછળ કરી દેવું જોઇએ તો બધે એક સરખું થઇ જાય.
--એ. આર. ભટ્ટ ૧૩:૨૨, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
ભટ્ટ્સાહેબ, આનો હેતુ એવો છે કે લોક્મુખે નાના મોટા કે નવા જૂના શબ્દ આગળ બોલાય છે તેથિ જે તે ગામ્નું નામ એ ગણાય અને શોધ્વા માટે લોકો આ રીતે જ શોધ્વાના તેથિ તેમને સરળતા રહે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૩૬, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
યોગેશ્વર સાહેબ, એ હેતું તો કોઇ પણ પદ્દત્તિમાં સિદ્ધ થાય જ છે. આપ ફક્ત ઝાંઝરીયા શોધશો તો પણ આપણે નવા, જૂના, નાના, મોટા એવા બધા જ ઝાંઝરીયા મળી જાય છે --એ. આર. ભટ્ટ ૧૪:૦૭, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
આપ કહો છો એમ રાખવામાં મને કોઇ પણ વાંધો નથી પણ લોકમુખે શું બોલાય છે એની જ વાત હોય તો ઘણી બધી વખત જિલ્લા-પંચાયત ભવનમાં આ મૂજબનો સંવાદ બહું સામાન્ય પણે મેં પોતે સાંભળ્યો છે.


ગામેથી કોઇ કામસર આવેલ વ્યક્તિ કર્મચારીને : સાહેબ અબકડ કામ માટે આવ્યો છું.
કર્મચારી:ક્યા ગામેથી આવ્યા છો?
આવેલ વ્યક્તિ: ફલાણા-ઢીંકણા ગામેથી.
કર્મચારી: ક્યું ફલાણા-ઢીંકણા?
આવેલ વ્યક્તિ: સાહેબ, જુનુ/નવું/નાનું/મોટું ફલાણા-ઠીંકણા.

વીકી પર શોધવાનું તો લખવાની બન્ને રીતમાં શક્ય છે જ. તો પછી યાદીમાં ગોઠવણી કરતી વેળા એ સાંભળવામાં સરખા લાગતા ગામ સાથે આવે તો વધારે સારૂ એવું મારૂ માનવું છે. એને લીધે જોનારાને યાદીમાં અબકડ જુવે કે તર્ત જ દેખાય છે કે અબકડ ગામ જુનુ, નવું એમ ઘણા પ્રકારમાં ઉપલબ્ધ છે.
આભાર.
--એ. આર. ભટ્ટ ૧૪:૨૧, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
બોલવામાં જ નહિ લખવામાં અને તમામ ક્ષેત્રે અા રીતે જ પ્રયોગ થાય છે. ઝાંઝરીયા નવા અેવું સરકારી વેબ સિવાય ક્યાંય પ્રયોજાતું નથી. નામ નવા ઝાંઝરીયા જ છે નહિ કે ઝાંઝરીયા નવા. અાવું જ બીજા ગામોમાં પણ સમજવું. હું વર્તમાનપત્રમાં ઝાંઝરીયા નવા અેમ લખી શકતો નથી, નવા ઝાંઝરીયા જ લખવું પડે છે. તાલુકામાં ગામોની કક્કાવાર યાદીમાં નવા જૂના શબ્દવાળા ગામો અેકસાથે અાવે તો ખોટું શું છે ? મનપસંદ ક્રમમાં ગોઠવવા માટે ગામનું નામ ન બદલી શકાય. છતાં ગોઠવવું હોય તો હળીયાદ જૂની અે રીતે પણ ગોઠવી શકાય. જેથી ગામનું નામ સાચું લખવા છતાં યાદીમાં ફરક ન પડે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૫:૧૦, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
આપે આ યાદી જોઇ છે? એ યાદીમાં બહુ મોટો ફરક પડી જાય છે. વાત ખરા ખોટાની છે જ નહી ભલા માણસ. શું કામ કહું છું એ ઉપર વિગતે સમજાવ્યું છે. ગામના નામમાં નવા જુના કેવી રીતે થાય છે એ પણ મને ખબર હતી એટલું લખ્યુ છે. આપ કહો છો એ રીત ફક્ત નામની કડી માટે ચાલે પણ કોષ્ટક બનાવતી વખતે નામ Sort કરતી વખતે આપ જે રીત કહો છો એ text-editor હંમેશા left-to-right sorting કરતું હોવાથી બીન અસરકારક થઇ જાય એ વાતની આપને જાણ હશે જ.
મારો એક માત્ર આશય આ બધી માહિતીની ઉપયોગીતા વધે તે છે. --એ. આર. ભટ્ટ ૧૫:૫૮, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
હા. અે યાદીમાં નાની, જૂની, નવી, મોટીની યાદી લાંબી થઇ જાય છે. પણ કોઇ ગામનું નામ નાની વડાળ (તા. સાવરકુંડલા) છે તો અે ન ની યાદીમાં જ શોધવાનો છે. નાની - જૂની પરથી ગામો વધું છે તો યાદી મોટી તેમાં વાંધો શું છે ? સર્ચ કરીને શોધવાની સુવિધા હોવાથી નામ શોધવા માટે કોઇ રાજ્યના નામની યાદી વાંચવા નહિ બેસે. તેથી ઉપયોગીતા જળવાઈ રહેશે. --યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૬:૪૭, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
ના, સાહેબ, આપ કહો છો તે રીતે નામકરણ કરવાથી ઉપયોગીતા નથી જળવાતી. - ઉદાહરણ તરીકે "અબકડ" ગામના જેટલા combination (નવુ, જુનુ, મોટું, નાનુ, ઉંચું, નિચું) છે - તે બધા સાથે જોવા મળે તેવી આ વીકી પરની એક માત્ર વ્યવસ્થા ખતમ થઇ જાય છે. જ્ઞાનકોષ તરીકે વિકીનું એક લક્ષણ કે જેમાં તમે જોઇ શકો કે ગુજરાતમાં કે જે તે જિલ્લામાં સરખા નામથી શરૂ થતા ગામ કેટલા છે તે એકસાથે જોઇ શકાય તેવી વ્યવસ્થા છે. જેને લીધે એક જ નામથી શરૂથતા વિવિધ વિષેશણ વાળા ગુજરાતમાં વધુમાં વધુ ૧૪ ગામ છે એ પ્રકારની વિચક્ષણ માહીતી- જે આ જગ્યા સીવાય અન્ય કોઇ સ્થળે નથી- પણ મેળવી શકાય છે. આવી Statestical માહીતી કોઇ સમાજશાસ્ત્રીને પણ ઉપયોગી થઇ પડે એ પ્રકારની છે.
આવી સુંદર વ્યવસ્થા ખતમ ન કરવી જોઇએ એવો મારો નમ્ર મત છે.

તેમ છતા, હું સુચવું છું કે એ માટે બીજા સક્રીય સભ્યો પણ શું કહે છે તે પણ ગણતરીમાં લઇએ અને પછી બહુમતી પ્રમાણે કે પ્રબંધકોની સલાહ પ્રમાણે કરીએ.
આશા છે આપ આમાં સહકાર આપશો જ.--એ. આર. ભટ્ટ ૧૮:૫૬, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
ભટ્ટજી, અા તો માત્ર ચર્ચા છે, મોજ અાવે તેમ કરોનને બાપા :-) અાપણા પ્રબંધકો જરુર રોડ (રસ્તો) કાઢશે. રવીવારની રજા હોવાથી ટાંટીયાખેંચ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૯:૧૧, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
  • યોગેશભાઈ અને ભટ્ટજી, આ મામલો પેચીદો છે !! હાલ હું સભ્ય કે પ્રબંધક, કોઈપણ લેખે મત નથી આપતો, (પછી જોડાઈશ) માત્ર આ નીતિ વિષયક બાબત બની રહેવા જાય છે એટલે ધવલભાઈ અને સૌ મિત્રોની સહમતીની અપેક્ષાએ આ ચર્ચા અહીં ફેરવું છું. જ્ઞાનકોશના લાભાલાભ અને ઉપયોગીતાને ધ્યાને રાખી, અંગતપણે ન લેતાં શાસ્ત્રીય ઢબે, ટુ ધ પોંઈટ, ચર્ચા થાય અને સહમતી કે બહુમતીથી વાજબી નિર્ણય લેવાય તેવી આશા અને શુભેચ્છા. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૨૬, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

વધુ ચર્ચા

[ફેરફાર કરો]

અાભાર અશોકભાઇ.

  1. અા ગામોના નામોમાં નવી જૂની વિ. શબ્દો અાગળ જ લાગે છે, પાછળ ક્યારેય નહિ.
  2. મોટા બારમણ ગામના સર્ચ પરિણામ જૂઅો. વર્તમાનપત્રમાં ઈચ્છો તો પણ બારમણ મોટા અેમ ન લખી શકાય, મોટા બારમણ જ લખવું પડે.
  3. હું રોજ અેસ.ટી.માં અપ-ડાઉન કરું છું, વચ્ચે મોટા ગોખરવાળા ગામ અાવે છે. તેના બસસ્ટેન્ડમાં મોટા ગોખરવાળા લખેલું છે, દિશાનિર્દેશક બોર્ડમાં પણ. ફોટો મોકલાવી શકું. ગોખરવાળા મોટા અેવો શબ્દ પ્રયોગ જિંદગીમાં કદી કર્યો નથી કે થતો નથી.
  4. અાપણે મનસ્વી રીતે અાપણી સુવિધા સારું અનેક ગામના નામ સાથે છેડછાડ ન કરી શકીએ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૮:૫૬, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

ઉપરના મુદ્દાના જવાબ

[ફેરફાર કરો]
  1. જ્યારે યાદી બનાવવાની હોય ત્યારે વિષેશણોને પાછળ ઉમેરવા એ જ તાર્કીક રીત દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાતી આવી છે. એટલે જ (યોગેશભાઇએ પોતે જ ઉદાહરણ આપ્યું છે તે રીતે ) સરકારી યાદીઓમાં પણ વિષેશણ પાછળ રાખીને યાદીઓ બનેલી જોવા મળે છે. જેથી સરખા નામવાળા ગામ Sort કરતા હંમેશા સાથે જ રહે.
    વચલા રસ્તા કરીકે એક સૂચન - યોગેશભાઇને ગમે તે માટે આપણે એવું કરી શકીએ કે લેખની અંદર ગામનું નામ એ જે રીતે ઇચ્છે છે તે રીતે રાખીએ. જેથી -- વાંચવામાં તો આ રીતે જ આવવું જોઉએ એવો -- હઠાગ્રહ સંતોષાય. પણ લેખની મુખ્ય entry માં વિષેશણ પાછળ રાખીએ જેથી યાદીમાં બધા નામ સરખા નામ સાથે આવે.
  2. વર્તમાન પત્રોમાં શું હોવું જોઇએ એ આપણો વિષય નથી.
  3. એસ.ટી. અને ગામના નામના પાટીયા પર શું હોવું જોઇએ એ આપણો વિષય નથી.
  4. આ આક્ષેપ પાયાવિહોણો છે. નથી આ કોઇ મારી કોઇ અંગત શોધ કે નથી મારી કોઇ અંગત સુવિધા. મારો મુદ્દો - જો સમજાયો હોય તો - ઉપયોગીતામાં વધારો થાય એ જ છે. વધુમાં, આક્ષેપબાજી કરવી હોય તો મને આ ચર્ચા કરવામાં કોઇ જ રસ નથી. આમ પણ તમે ઉપર એ તો કબુલી જ ચુક્યા છો કે આ ચર્ચા કોઇ વિકીની ઉપયોગીતાને લક્ષમાં લઇને નહી પણ ફુરસદના સમયમાં ટાંટીયાંખેચ માટે જ કરી રહ્યા છો. જ્યારે મારા માટે તો આ એક ઉમદા કાર્યમાં સેવા આપવાની વાત છે. હું અહીં ફુરસદી માનસીકતાથી નહી પણ કામ કરી ને સમાજનું અને માતૃભાષાનું ઋણ ચુકવવાનું છે એ માનસીકતા લઇને ૧૧ વર્ષથી સતત કોઇપણ થાબડભાણા કે પ્રશંશાની આશા વગર આ કામ - જે કોઇ વૃક્ષ વાવવા જેવું આ કામ છે અને ભવિષ્યમાં કોઇને મારી જાણ બહાર પણ ઉપયોગી નિવડી શકે છે - એમ ગણી ને કરેતો આવ્યો છું. ક્યારેક થતી આવી ટાંટીયાખેચથી જરા પણ નાસીપાસ થયા વગર કરી શકવા માટે ઇશ્વરકૃપા કરે છે એને અનુસરીને ભારતની અન્ય કોઇ ભાષાના વિકી પર ના થયા હોય એ પ્રકારના ઉપયોગ વધારવાના પ્રયોગો પણ કરતો રહું છું.
    --એ. આર. ભટ્ટ ૧૧:૫૮, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)

સ્પષ્ટતા

[ફેરફાર કરો]
  1. નમ્ર વિનંતી કે હું ઈચ્છું તેમ અાવે, મને ગમે તે માટે કે મારા અાગ્રહને સંતોષવા માટે થઇને કોઇ નિર્ણય લેવો નહિ. સભ્યો, પ્રબંધકો સત્ય, યોગ્ય, તટસ્થતા-નિષ્પક્ષતા, ઉપયોગીતા, વ્યવહારુંપણું, વિકિ.ના નિયમો અને હિત વિ.ને ધ્યાને રાખીને સ્વવિવેકથી નિર્ણય લે કે મત અાપે. અા સાથે મારો કોઇ જ વ્યક્તિગત સ્વાર્થ સંકળાયેલો નથી કે નફા-નુકસાન થવાનું નથી. મેં સ્પષ્ટ રીતે મારો મત જાહેર કર્યો છે, તેમ માનવા પાછળ કારણો છે જે રજૂ કર્યાં છે અને તેથી મારો અભિપ્રાય અેવો છે. અાનો મતલબ અેમ નથી થતો કે હું કહું તેમ થવું જોઈએ કે હું કહું છું તેથી થવું જોઈએ અેવો અાગ્રહ છે.
  2. વર્તમાનપત્રોમાં લખાતું ગામનું નામ અેક માન્ય સંદર્ભ, અાધાર, પૂરાવો છે.
  3. ગામના બસસ્ટેશન, દિશાસૂચન બૉર્ડનું લખાણ પણ માન્ય પૂરાવો છે.
  4. અા નવા, જૂના વિ.ને પૂર્વગ કહેવા તે ગેરમાર્ગે દોરનારું છે. તેને પૂર્વગ કહેવાથી અેમ ફલિત થાય છે કે ઉ.દા. તરીકે ગામનું નામ ગોખરવાળા છે અને નાના, મોટા અાગળ માત્ર પૂર્વગ તરીકે લાગે છે. ગામના ઈતિહાસમાં બે ગોખરવાળા હોવાથી વસતીના અાધારે નાના-મોટા અેવી અોળખ પ્રસ્થાપિત થઇ હશે તે ઈતિહાસ છે. કોઇ ગામનું નામ વ્યક્તિ કે સ્થળના અાધારે પડયું હોય. ગામનું નામ કેવી રીતે નક્કી થયું તે ધ્યાને લેવાતું નથી. અાઝાદી પછી અને ગુજરાત અસ્તિત્વમાં અાવ્યું પછી જે તે જિલ્લા બન્યા ત્યારે ગામોના નામની ગેઝેટમાં પ્રસિદ્ધીની સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જે તે પંચાયતનું અલગ રેકર્ડ, ગામતળ, સીમતળ નીમ કરવામાં અાવેલું છે. અોનરેકર્ડ ગામનું નામ મોટા ગોખરવાળા છે, તેથી ગામના નામમાં ફેરફાર કરી શકાય નહિ તે સ્પષ્ટ છે. અાવું જ બીજા ગામોનું પણ છે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૬:૫૩, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
ભાઈઓ, ભાઈઓ, ભાઈઓ, ઠંડા પડો! હા, ગુજરાતમાં ગરમી વધારે પડે છે અને એ કારણે મગજ પણ તપી જાય એ સ્વાભાવીક છે, પરંતુ આજકાલ તો દરેકને ઘરે પંખા, કુલર, એસી અને/અથવા રેફ્રીજરેટરની સુવિધા થઈ જ ગઈ છે જેથી મગજને ઠંડુ રાખવું અસંભવ નથી.
    1. સ્પષ્ટતા ૧: આપણે અહિં એવો આગ્રહ રાખીએ છીએ અને રાખતા આવ્યા છીએ કે, પ્રચલિત શું છે અને વધુ પ્રમાણમાં શું વપરાશમાં છે તે જોઈને લેખના નામ/જોડણી/મથાળા/શીર્ષક રાખવા. તાજેતરમાં થયેલી અને ૬ વર્ષ પહેલા ચર્ચાઈ ગયેલી આ ચર્ચા જોઈ જુઓ.
    2. સ્પષ્ટતા ૨: સાથે સાથે સરકારી દસ્તાવેજોને પણ આપણે એતલા જ અગત્યના ગણીએ છીએ અને એ કારણે જ બે-એક વર્ષ પહેલા જ્યારે ઘણા બધા નવા જિલ્લા અને તાલુકા રચાયા ત્યારે આપણે અહિં કરેલી ચર્ચાઓ અનેક ઠેકાણે જોઈ શકાશે જેમાં અમે પ્રબંધકો અને અન્ય સભ્યો એ વાતનો આગ્રહ રાખતા હતા કે એ જાહેરાત સરકારી દસ્તાવેજ (જી.પં.ની વેબસાઇટ કે ગેઝેટ, જેવા અધિકૃત સ્રોત)માં મળી આવે.
    3. સ્પષ્ટતા ૩: કક્કાવારી પ્રમાણે કોઈ યાદી બનાવવામાં આપણે ગામનું નામ જે રીતે પણ લખ્યું હોય તે રીતે વાપરી શકીએ છીએ એ આપણા પર નિર્ભર કરે છે કે આપણે એ ગામનું નામ યાદિમાં ક્યાં મૂકવું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૫૮, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
વાહ ધવલભાઈ , તો યાદીમાં અે રીતે અને લેખમાં ગામનું સાચું નામ લખાય તે રીત કો લોક કીયા જાય ?--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૭:૧૭, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
દસ્તાવેજ, પ્રચલિત , વપરાશ મુજબ મોટા નવા વિ. અાગળ લખાય છે. યાદી સંદર્ભે મારો વાંધો હતો જ નહિ, ગામોના નામ ખોટા લખવા સામે જ વાંધો ઉઠાવવામાં અાવ્યો છે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૭:૩૮, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
ધવલભાઇ, આપની સ્પષ્ટતા ૩ ના સંદર્ભમાં લખવાનું કે કંઇક ગેરસમજ થઇ રહી છે. હું જે યાદીની વાત કરૂ છું એ જે તે પાનાના નામ પરથી આપોઆપ બનતી શ્રેણી પ્રકારની યાદીની વાત કરૂ છું. ઉપર લીંક આપેલી છે જ અને ચોખવટ પણ કરેલી છે છતા ફરી મુકુ છુ ==> આ યાદી.
અા માટે બે રસ્તા છે
  1. પાનાના નામમાં મોટા, નાના વિ. પાછળ અને લેખની અંદર સાચી રીત, સાચા નામ મુજબ અાગળ લખવામાં અાવે
  2. જૂનાં જે ખોટા નામ સાથે લેખ લખાઈ ગયા છે તે પાનાને સાચા નામ તરફ રિડાયરેક્ટ કરી અા રિડાયરેક્શનમાં જ શ્રેણી ગુજરાતના ગામો ઉમેરવી, લેખમાં નહિ. તેથી શ્રેણીની યાદીમાં પણ વાંધો નહિ અાવે અને દસ્તાવેજી, પ્રચલિત અને વપરાશ મુજબના સાચા નામ સાથે પણ કોઇ છેડછાડ થશે નહિ. યાદીનું નામ રિડાયરેક્ટથી લેખ સુધી પહોચાડે છે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૧:૩૯, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

કોષ્ટક સ્વરૂપે

[ફેરફાર કરો]
મુદ્દો પદ્ધત્તિ - ૧ (qualifier - name)
શ્રી યોગેશભાઇએ સુચવેલી
પદ્ધત્તિ - ૨ (name - qualifier )
(હાલમાં અસ્તિત્વ ધરાવતી)
Additional Information
સરકારી વેબસાઇટ પર યાદીઓમાં આ રીત નથી વપરાતી આ રીત વપરાય છે. યાદીઓ માટે પદ્ધત્તિ - ૨ વધારે તાર્કીક છે
સમાચાર પત્રોમાં આ રીત વપરાય છે આ રીત નથી વપરાતી ફક્ત એક કે બે-ત્રણ નામ હોય છે એને કારણે. યાદી કરવાની નથી હોતી.
બસના પાટીયા વગેરે જગ્યાએ આ રીત વપરાય છે આ રીત નથી વપરાતી ફક્ત એક કે બે-ત્રણ નામ હોય છે એને કારણે. યાદી કરવાની નથી હોતી.
મેં ઉપર સુચવેલો મધ્યમ માર્ગ લેખમાં અંદર અને લેખમાંના InfoBox Juridisctionમાં આ રીત વાપરવી લેખના પાનાનું નામ જે છે તે જ રહેવા દેવું જેથી આ યાદીમાં સરખા નામ સાથે આવે. ધવલબાઇ બોટ ચલાવીને કરી શકશે. આસાન છે.
અન્ય સુજાવ ? ? અગાઉ થઈ ગયેલી ચર્ચા અને લેવાયેલા નિર્ણય પ્રમાણે મારા મતે નવા ફલાણા, મોટા ઢીંકણા, પ્રકારે ગામનું નામ રાખવું જોઈએ, કેમકે તે પ્રચલિત છે અને લોકઉપયોગમાં લેવામાં આવે છે. રહ્યો સવાલ સરકારી યાદિમાં આપેલી નામપ્રણાલિ પ્રમાણેના નામનો તો, એ નામોના લેખોને આપણી નિર્ધારિત પ્રણાલીના નામના ગામ પર રિડાયરેક્ટ આપવું. ઉદા. જુનાગઢ અને જૂનાગઢ.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૦૯, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

--એ. આર. ભટ્ટ ૨૦:૪૨, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)