વિકિપીડિયા:ઉચિત વપરાશ

વિકિપીડિયામાંથી

આ પાનું વિકિપીડિયાના કેવા ઉપયોગને વ્યાજબી કે ગેરવ્યાજબી તેમજ યોગ્ય કે અયોગ્ય ઉપયોગ કહેવાય તે વિષે માર્ગદર્શન પુરું પાડે છે. વળી, અહીં તમે વિકિપીડિયાના બીજા ઉપયોગકર્તાને વિકિપીડિયાના લેખોનો વિવેકપૂર્ણ, અયોગ્ય અને વ્યાજબી ઉપયોગ કરવામાં કેવી રીતે મદદ કરી શકો તે વિષે પણ સમજ આપી છે. જો કે, આ કોઇ વિધિસરની નીતિની વ્યાખ્યા નથી. તમે, એક લેખક તરીકે, તેમજ વિકિપીડિયાનાં એક પ્રદાનકર્તા તરીકે, તમારાં દરેક પ્રદાન અને તેની કાયદેસરતા માટે સંપૂર્ણ રીતે જવાબદાર છો.

યુનાઇટેડ સ્ટેટ ઑફ અમેરિકાનો વ્યાજબી ઉપયોગ અંગેનો કૉપીરાઇટ સિદ્ધાંત કૉપીરાઇટવાળા કોઇપણ ચીજ, વસ્તુ, છબી, લેખ, ઇત્યાદીના વ્યાપારિક તેમજ બીનવ્યાપારિક બહોળા ક્ષેત્રોમાં ઉપયોગની પૂરતા પ્રમાણમાં છૂટ આપે છે. વિકિપીડિયામાં અમારો મુખ્ય હેતુ અને ધ્યેય મુક્ત કન્ટેન્ટ ("વાણી મુ્કતી" માં જેમ "મુ્કતી"નો અર્થ થાય છે તેમ) દ્વારા એવો વિશ્વકોષ આપવાનો છે જે અંત્યજ વ્યક્તિ સુધીના તમામ વ્યક્તિઓને ઉપયોગી થાય. આ સંદર્ભમાં વ્યાજબી ઉપયોગ અને GFDLની સુસંગતતા અંગેની વિગતવાર છણાવટ તેમજ સ્પષ્ટતા માટે meta:Do fair use images violate the GFDL? અને meta:Permission grant extent જુઓ. વ્યાજબી ઉપયોગ/વ્યાજબી વ્યવહાર માટેના કાયદા જુદા જુદા અધિકાર ક્ષેત્રોમાં જુદા જુદા હોય છે અને યુનાઇટેડ સ્ટેટ ઑફ અમેરિકામાં થતો વ્યાજબીપણાંનો અર્થ કવચિત જ બીજા અધિકાર ક્ષેત્રોમાં લાગુ પડતો હોય છે— યુનાઇટેડ સ્ટેટ ઑફ અમેરિકા સિવાયના અન્ય વિસ્તારોના એકદમ વધુ બંધનકર્તા પરવાનાઓ પણ મહદ્ અંશે મૂક્તતાં કરતાં વિનામૂલ્યતાને વધુ પ્રાધાન્યતા આપતા હોય છે. (અંગ્રેજીમાં શબ્દ "Free" ના 'મૂક્ત' અને 'વિનામૂલ્યે' એમ બે અર્થ થતા હોવાથી આ ગેરસમજ ઊભી થાય છે.)

તમારે તમે ચડાવેલા તમામ ચિત્રોના ઉપયોગનાં વ્યાજબીપણા માટે વિકિપીડિયા:image description pageમાં દર્શાવ્યા પ્રમાણેનું યોગ્ય કારણ આપવું જોઇએ. યાદ રહે—વ્યાજબી ઉપયોગ અંગેનો કોઇ સર્વમાન્ય સાર્વત્રિક નિયમ નથી each "fair use" must be explained અને વ્યાજબી ઉપયોગ સ્પષ્ટ તાર્કિક રીતે પુરવાર થતો હોવો જોઇએ.(બીજા શબ્દોમાં કહીએ તો, ચિત્રના પાનાં પર ચિત્રના ઉપયોગનાં વ્યાજબીપણાંનાં કારણો દર્શાવ્યા હોય તો પણ દરેક પાનાં પર તે ચિત્રના ઉપયોગનાં વ્યાજબીપણાં માટે જુદા તાર્કિક કારણો હોઇ શકે છે). જો કે, ચિત્રના ઉપયોગનું વ્યાજબીપણું નક્કી કરવા માટે ૧૦ મુદ્દાની સામાન્ય ચકાસણીની રીત વિકસાવવામાં આવી હતી, જેનો સામાન્યતઃ માર્ગદર્શન તરીકે ઉપયોગ કરી શકાય. નીચેનાં લખાણમાં "ટેગ"નો અર્થ એવો થાય છે કે જરૂર હોય ત્યાં યોગ્ય tag તેમજ અન્ય જરૂરી સામગ્રી ઉમેરો (જેમકે ચિત્રનો સ્રોત કે વ્યાજબી ઉપયોગનો વિગતવાર દાવો)

ઉચિત વપરાશ નક્કિ કરવા માટે માર્ગદર્શન[ફેરફાર કરો]

૧. શું તમે વાપરેલું ચિત્ર કોઇ છબી છે ?

હા — તો મુદ્દા ૨ પર જાવ. ના — તો મુદ્દા ૪ પર જાવ.

૨. શું તમે વાપરેલું ચિત્ર કોઇ "પુસ્તકનું પૂંઠું" કે "સ્ક્રીન શોટ" છે?

હા — તો મુદ્દા ૧૦ પર જાવ. ના — તો મુદ્દા ૩ પર જાવ.

૩. શું તમે પોતે (કે જરૂર પડે તો અન્ય કોઇની મદદથી) એ ચિત્ર મૂક્ત સોફ્ટવેરનો ઉપયોગ કરીને નવેસરથી બનાવી શકો?

હા — તો બનાવો. ના — તો તમારા ચિત્રને {{delete}} ટેગ દર્શાવો.

૪. શું ચિત્રનો કૉપીરાઇટ જાણીતો છે?

હા — તો મુદ્દા ૫ પર જાવ. ના — તો મુદ્દા ૬ પર જાવ.

૫. કૉપીરાઇટ અધિકાર જેની પાસે હોય તેમનો સંપર્ક કરવાનો અને તેમને GFDL પરવાના અન્વયે તે ચિત્ર વાપરવાની અનુમતિ આપવા વિનંતિ કરો.

અનુમતિ મળે — તો તમારા ચિત્રને {{GFDL}} ટેગ દર્શાવો. અનુમતિ ન મળે (તમારી વિનંતિનો જવાબ ન મળે કે "અનુમતિ આપવામાં આવતી નથી" તેવો જવાબ મળે) — તો મુદ્દા ૮ પર જાવ.

૬. ચિત્રનો સ્રોત શોધો.

સ્રોત મળે — તો મુદ્દા ૫ પર જાવ. ખૂબ જ પ્રયત્ન પછી પણસ્રોત ન મળે — તો મુદ્દા ૭ પર જાવ.

૭. શું છબી એટલી જુની છે કે તે કાયદા મુજબ સ્વયંભૂ જાહેર માલિકીની બની જાય?

હા — તો તો તમારા ચિત્રને {{fairold}}, ટેગ દર્શાવો. ના — તો મુદ્દા ૮ પર જાવ.

૮. શું છબી સર્જનાત્મક કે કલાત્મક કે સાંપ્રત સમાચાર વિષે (પણ ઐતિહાસિક દસ્તાવેજ ન હોય તેવી) છે?

હા — તો મુદ્દા ૯ પર જાવ. ના — તો મુદ્દા ૧૦ પર જાવ.

૮. શું છબીની લાક્ષણીકતા કે સ્રોત પરથી એવું લાગે છે કે તે સમાજના વ્યાપક હિતમાં કે બહોળા પ્રચાર માટે પ્રસિદ્ધ થઇ હશે? (જેમકે બિનવ્યાપારીક ધાર્મિક હેતુસર)

હા — તો મુદ્દા ૧૦ પર જાવ. ના — તો મુદ્દા ૩ પર જાવ.

૧૦. શું સંબંધિત લેખમાં છબી મુકવામાં આવી છે અને વેબ પરના લેખ માટે હોવી જોઇએ તેટલી નાની છે?

હા — ટેગ મારો. ના — છબીને યોગ્ય કદની બનાવો અને પછી ટેગ મારો.

નીચે જણાવ્યા મુજબની છબીઓ તમે વાપરો તો તે વ્યાજબી ગણાય.

  • જે છબી ઐતિહાસિક ઘટના દર્શાવતી અનન્ય છબી હોય અને તે બીજી કોઇ રીતે બનાવી શકાય તેમ ન હોય.
  • સંગીતનો નમૂનો (કે જે સંલગ્ન ધુનની સમજ આપવા માટે પુરતું હોય)
  • પુસ્તક, CD આલ્બમનાં કવર
  • કંપનીનો લોગો
  • અવતરણો
  • સ્ક્રીન શોટ

જ્યાં સુધી મુક્ત વિકલ્પો મળતાં હોય ત્યાં સુધી તે જ વાપરો. આવા ચિત્રો ઘણા ભાગે તે જ રૂપમાં U.S. ની બહારના દેશોમાં પણ વાપરી શકાય છે. તમે કોઇ વ્યાજબી રીતે વપરાયેલ ચિત્ર જુઓ અને તેના વિકલ્પે વાપરી શકાય તેવું મુક્ત પરવાના વાળું બીજા ચિત્ર વિષે તમે જાણતા હો તો જુના ચિત્રને બદલીને આ નવું ચિત્ર વાપરો જેથી કરીને વિકિપીડિયા શક્ય તેટલું મુક્ત બની શકે. આખરે આપણે વિકિપીડિયાના લેખોમાં વપરાયેલ થી વધુ સખત શરતોવાળા ચિત્રોને શોધવાનો રસ્તો મળે કે જેથી સ્રોતની મુક્તતાની વાતને ટેકો મળે.

બીજાના સ્રોતનો તમે ફરી ઉપયોગ કરો, ખાસ કરીને જો તે વ્યાપારીક હોય તો, વ્યાજબી ઉપયોગનું મહત્વનું અંગ છે, તેના મૂળ સ્રોતનો સંદર્ભ અને ઊલ્લેખ. આમ કરવું આવશ્યક એટલા માટે છે કે તમે વાપરેલી છબી જ્યારે બીજા કોઇ વાપરશે ત્યારે તેમને પણ તેમણે કરેલો ઉપયોગ વ્યાજબી છે કે કેમ તેનો ખ્યાલ આવશે. આમ કરવાથી તેમણે તમારી વ્યાજબીપણાની સમજ ઉપર આધાર નહીં રાખવો પડે. આખરે તેમણે ઉપયોગમાં લીધેલા સ્રોતની કાયદેસરની જવાબદારી તેમણે નિભાવવાની છે. તમે કાંઇ માનો કે કહો તેના ઉપર તે આધાર ન રાખી શકે.

ઘણુ કરીને જે છબીનો ઉપયોગ વ્યાજબી હશે તે પરવાનાવાળો પણ હશે. પરવાનો વિકિપીડિયાને સંરક્ષણ પુરૂં પાડે છે જ્યારે બીજા લોકો તેનો વ્યાજબી ઉપયોગ પણ કરી શકે છે. આવું ખાસ કરીને ત્યારે બને જ્યારે છબી ચડાવવાવાળા અમેરિકાની બહારના હોય અને તે છબીના ઉપયોગની છૂટ આપવાનું તેમના દેશના કાયદાના અધિકાર ક્ષેત્રમાં ન હોય અથવા તે દેશનો કોપીરાઇટનો કાયદો ભંગ કર્યા સિવાય વ્યકતિ છબી ચડાવી ન શકતી હોય. ગમે તેવા સીમિત પરવાનાવાળી છબી વ્યાજબી પણે વાપરવા માટે પણ કાયદાનું સંરક્ષણ હોય તે ઇચ્છનીય છે. તમે વાપરેલી છબી જ્યારે બીજા કોઇ વાપરે ત્યારે તેમને તમે પરવાનાની વિગતો અને તે છબીના વ્યાજબી ઉપયોગનું મહત્વ જરૂર સમજાવો. આવી તમામ શક્યતાઓમાં અમેરિકાની બહાર પરવાના દ્વારા અને અમેરિકામાં વ્યાજબી ઉપયોગની મર્યાદામાં તે છબીનો ઉપયોગ નિયંત્રિત રહેશે.


તમે જે છબી વાપરો તે વ્યાજબી છે કે કેમ તે તમારે જાણવું હોય તો મહેરબાની કરી વિકિપીડિયા talk:Copyrights અથવા વિકિપીડિયા talk:Copyright problemsમાં પુછો. આ એવી જગ્યા છે જ્યાં શક્યતઃ કોપીરાઇટના નિષ્ણાતો તમારા પ્રશ્નોના જવાબ આપશે.

ફાઇલને ટેગ મારવી[ફેરફાર કરો]

થોડા સમય સુધી છબીના વ્યાજબી ઉપયોગની ચર્ચાની પ્રણાલિ હતી. જો કે તે પ્રણાલિનો ઉપયોગ બહુ થતો ન હતો. તેના બદલે અહીં દર્શાવેલી ટેગ ઘણી બધી જગ્યાએ જોવા મળતી.

આખરે નિષ્કર્ષ એ જ નીકળ્યો કે જે તે છબીના વ્યાજબી ઉપયોગનો કોઇ વિકલ્પ નથી અને તમે યોગ્ય લેખોમાં એવી છબીનો ઉપયોગ કરી શકો જેમાં નીચે મુજબના સંદેશની ટેગ મારી હોય Template:Fairuse. આ ટેગ મારવા માટે તમારે તમારા લેખમાં {{Fairuse}}, કમાન્ડ આપવી પડશે.

જો તમે એવી કોઇ ફાઇલ ઉપયોગમાં લેવા માંગતા હો જે તમને વ્યાજબી લાગતી હોય પણ જેનું વ્યાજબીપણું તમે નક્કી ન કરી શકતા હો, તો પણ તમે {{Fairuse}} ટેગ મારી શકો જે તમારા લેખમાં નીચે મુજબ દેખાશે.


મહેરબાની કરી તમે જ્યાંથી ફાઇલ લીધી હોય તે સ્રોતનો ઊલ્લેખ અવશ્ય કરો. એ હંમેશા યાદ રાખો કે વ્યાજબી ઉપયોગ અંગેનો કોઇ સર્વમાન્ય સાર્વત્રિક નિયમ નથી each "fair use" must be explained અને વ્યાજબી ઉપયોગ સ્પષ્ટ તાર્કિક રીતે પુરવાર થતો હોવો જોઇએ.(બીજા શબ્દોમાં કહીએ તો, ચિત્રના પાનાં પર ચિત્રના ઉપયોગનાં વ્યાજબીપણાંનાં કારણો દર્શાવ્યા હોય તો પણ દરેક પાનાં પર તે ચિત્રના ઉપયોગનાં વ્યાજબીપણાં માટે જુદા તાર્કિક કારણો હોઇ શકે છે). each "fair use" must be explained અને વ્યાજબી ઉપયોગ સ્પષ્ટ તાર્કિક રીતે પુરવાર થતો હોવો જોઇએ.