પૂર્વ-ગુજરાતી સાહિત્ય - ગુજરાતીના વિકાસ પહેલાં ગુજરાતમાં રચાયેલ સાહિત્ય અથવા એવું સાહિત્ય કે જેમાં ગુજરાતને લગતા વિષયો કેન્દ્રસ્થ હોય; ગુજરાતીની પુરોગામી ભાષાઓ; તેમાં કાર્ય કરનાર ગુજરાતને લગતા સાહિત્યકારો
ગુજરાતી ભાષા - ગુજરાતી ભાષાનું ઉદ્ગમ અને અત્યાર સુધીનો ક્રમિક વિકાસ; ગુજરાતીની બોલીઓ; ગુજરાતી સાહિત્યના પાંચ યુગો વગેરે
ગુજરાતી સાહિત્ય - ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતાં/થયેલાં નામાંકિત પુસ્તકો, સામયિકો, કાવ્યસંગ્રહો, શબ્દકોષો; ગુજરાતી સાહિત્યમાં થયેલી નોંધપાત્ર ઘટનાઓ; ખૂબ જ આવકાર મળ્યો હોય કે ટીકા થઈ હોય તેવાં ગુજરાતી કાવ્યો, ગદ્યો અને નિબંધો પણ
ગુજરાતી સાહિત્યકારો - નામાંકિત સાહિત્યકારો કે જેમાં હેમચંદ્રાચાર્યથી માંડી અત્યાર સુધીના આધુનિક લોકોનો સમાવેશ થાય; સાથે જ નવલકથાકારો, કવિઓ, લોકસાહિત્યકારો, પત્રકારો, સંપાદકો, પ્રકાશકો, આર્કાઇવીસ્ટો વગેરે
ગુજરાતી સાહિત્યનાં સમૂહો - સાહિત્ય માટે કામ કરતી સંસ્થાઓ, પરિષદો, અકાદમીઓ; આ માટે અપાતાં નામાંકિત ખિતાબો અને સમ્માનો; સાહિત્યને સમર્થન આપનારા દાનવીરો વગેરે
નવો લેખ બનાવવો હોય તો તે ઓછામાં ઓછા ૪૦૦૦ બાઈટ્સ અને ૧૫૦ શબ્દોનો હોવો જોઈએ. સાથે જ, તે પ્રકાશનાધિકાર, નામાંકિતતા, તટસ્થતા, પ્રારંભિક સંશોધન નહિ, ચકાસણી જેવી પાયાની નીતિઓ પર પાર ઉતરતો હોવો જોઈએ. આવા જોઈતા લેખો માટેની એક યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે.
જૂનો લેખ અપડેટ કરવો હોય તો ઓછામાં ઓછા ૩૦૦૦ બાઈટ્સ (છબી સિવાય) ઉમેરીને અપડેટ કરી શકાય. લેખની ગુણવત્તા જો નોંધપાત્ર રીતે બદલાઈ હોય તો નિર્ણાયક વિવેકે ગુણ આપશે.
વિકિપીડિયાની નીતિઓ અને માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે. સ્પર્ધાની નવી શરતો સમુદાય વડે આગળ સધાતી સંમતિને આધારિત રહેશે.
લેખમાં યોગ્ય શ્રેણી(ઓ) હોવી જોઇએ તેમજ કોઇ આંતરિક ક્ષતિઓ ન હોવી જોઇએ (દા.ત. સ્ક્રિપ્ટ એરર).
વધુ યોગદાનને પ્રોત્સાહન આપવા માટે, ઇનામો માટે ઓછામાં ઓછા પાંચ (૫) લેખો રજૂ કરવાના રહેશે.
ફાઉન્ટેન ટૂલમાં લેખ રજૂ કર્યા પછી લેખના ચર્ચા પાનાં પર {{ગુજરાતી વિકિપીડિયા ઍડિટાથૉન ૨૦૨૧}} ઢાંચો આપમેળે મૂકાશે. જો તેમ ન થાય તો જાતે આ ઢાંચો મૂકવો. જો લેખ વિસ્તૃત કર્યો હોય તો, {{ગુજરાતી વિકિપીડિયા ઍડિટાથૉન ૨૦૨૧|expanded=yes}} ઢાંચો જાતે મૂકવો.