વિકિપીડિયા:પ્રબંધક
Appearance
આ નિબંધ કોઈ એક અથવા વધુ વિકિમિત્રોની સલાહ કે મંતવ્યો ધરાવે છે . નિબંધો વ્યાપક ધોરણો કે લઘુમતિ દૃષ્ટિકોણ દર્શાવતા હોઈ શકે છે. આ અભિપ્રાયોને વિવેકબુદ્ધિ દ્વારા વિચારણામાં લેવા. નિબંધો વિકિપીડિયાની નીતિઓ અને માર્ગદર્શનો નથી. |
પ્રબંધક (અંગ્રેજી: Administrator) અથવા પ્રબંધક પ્રવેશ તરીકેની પરવાનગી કે પદવી એવા સભ્યને એનાયત કરાય છે કે જેઓ વિકિપીડિયાની નીતિઓથી પરિચીત હોય છે. પ્રબંધક તરીકેની પદવીનો અર્થ વિકિપીડિયા પ્રોજેક્ટનું સંચાલન કરવું એવો નથી.
પ્રબંધક એ માત્ર એક વિશ્વાસુ સભ્ય છે કે જે:
- પાનાઓને સંપાદનથી સુરક્ષિત કરી શકે છે અથવા સંપાદન માટે મુક્ત કરી શકે છે.
- પાનાઓને હટાવી શકે છે અથવા હટાવેલા પાનાને પુનઃ સ્થાપિત કરી શકે છે.
- ચિત્રો અથવા અન્ય ચડાવેલી ફાઈલોને હટાવી શકે છે.
- સભ્યો પર પ્રતિબંધ મૂકી કે હટાવી શકે છે.
- સંપાદન પૃષ્ઠ કે અન્ય સુરક્ષિત પાનામાં ફેરફર કરી શકે છે.
લાયકાત
[ફેરફાર કરો]જો તમે નીચે જણાવેલ લાયકતો ધરાવતા હોવ તો તમે પ્રબંધકના પદ માટે અરજી કરી શકો છો:
- તમે વિકિપીડિયા યોજનાઓ માટે સંપૂર્ણ રીતે નવા ન હોવ.
- તમે ઓછામાં ઓછું ૨ મહિના માટે સંપાદન કર્યું હોય અને તમે આ યોજનાનો ઉદ્દેશ્ય અને ધ્યેય સમજતા હોવ.
- તમારું વિકિપીડિયા પર સભ્ય પાનું હોય અને તમે અહીં યોગદાન કર્યું હોય.
- તમે યથોચિત નીતિઓ અનુસરણ અને સભ્યોનું એક્મત કે વિચારોનું સન્માન કરી શકતા હોવ.
- તમે ગુજરાતી વિકિપીડિયા પર ઓછામાં ઓછા ૧૦૦ ફેરફારો સંપાદિત કર્યાં હોય.
- સભ્યોમાં તમને પ્રબંધક બનાવવા વિષે એકમત હોય.
નાબૂદી
[ફેરફાર કરો]- જો કોઈ પ્રબંધક સ્વયં પોતાનો હક છોડવા માગે એટલે કે રાજીનામું આપે ત્યારે તેમનો પ્રબંધક અધિકાર દૂર કરી દેવામાં આવે છે.
- જો જે તે પ્રબંધક ૨ વર્ષ સુધી નિષ્ક્રિય હોય તો તેનો પ્રબંધક અધિકાર AAR નીતિ મુજબ દૂર કરી દેવામાં આવે છે.
- જો કોઈ કારણસર સમુદાય તરફથી જે તે પ્રબંધકનો અધિકાર દૂર કરવા માટે ચર્ચામાં બહુમતી થાય તો અધિકાર દૂર કરી દેવામાં આવી શકે છે.
નામાંકન
[ફેરફાર કરો]પ્રબંધક માટે નામાંકન કરવા માટે પ્રબંધક અધિકાર માટે નિવેદનનો ઉપયોગ કરવો.
હાલનાં પ્રબંધકો
[ફેરફાર કરો]હાલમાં વિકિપીડિયા પર ૩ પ્રબંધકો છે. તેમની યાદી અહીં જોઈ શકાય છે.