વિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન

વિકિપીડિયામાંથી

વિશેષાધિકાર માટે નિવેદન


પ્રશાસક

પ્રબંધક

રોલબૈકર

આંતરવિકિ આયાતક

સ્વયં-પ્રહરીત

બોટ ફ્લેગ

જૂના નિવેદનોનો સંગ્રહ


૨૦૧૫-૧૯

પ્રબંધક અધિકાર વિશે માહિતી[ફેરફાર કરો]

પ્રબંધક અથવા સિસ્ટમ ઑપરેટર એ સભ્ય સમૂહ છે જેને સામાન્ય સભ્યો કરતા કેટલાક વિશેષ અધિકારો એકસાથે ઉપલબ્ધ રહે છે. જેથી વિકિપ્રણાલીના તમામ કાર્યો સુચારુરુપે ચાલતા રહે છે. જો કોઇ સદસ્ય પ્રબંધન કાર્ય કરવા માટે ઇચ્છુક છે અને પોતાની લાયકાત પ્રત્યે સંતુષ્ટ છે તો તે પ્રબંધક અધિકારો મેળવવા માટે અહીં પોતાનું નામ નોંધાવી શકે છે. નામાંકન સમયે ઉમેદવાર પોતે પ્રબંધક બનશે તો શું કાર્યો કરવા માગે છે અને પોતાના યોગદાનથી વિકિપીડિયાને કઇ રીતે આગળ લઇ જશે તે અંગે થોડી આગોતરી રુપરેખા રજૂ કરે તો મતદાનમાં ભાગ લેનારા સભ્યોને તેમના વિશે મત બાંધવામાં સરળતા રહેશે. અહીં સભ્યો જાતે અથવા અન્ય કુશળ સભ્યોના નામનું નામાંકન કરી શકે છે. બીજા દ્વારા અન્ય સભ્યના નામનું નામાંકન થયું હોય તે સંજોગોમાં જે તે સભ્ય આ અધિકાર મેળવવા માટે અહીં પોતાની સંમતિ વ્યક્ત કરે તે જરુરી છે અને પોતે કઇ રીતે આ અધિકારો મળવાથી વિકિ.ને આગળ ધપાવવામાં મદદરુપ થશે તેની રુપરેખા પણ આપે.

દાયિત્વ[ફેરફાર કરો]

  1. ઉત્પાત રોકવો (જે અંતર્ગત ઉત્પાત કરનારાઓ અને તેણે કરેલા ઉત્પાત પર નિયંત્રણ લાવવું)
  2. દૂર કરવા યોગ્ય પૃષ્ઠો/લેખો દૂર કરવા અથવા સંપાદિત કરીને વિકિપીડિયાના માપદંડ મુજબના બનાવવા.
  3. મહત્ત્વપૂર્ણ પૃષ્ઠોને સુરક્ષિત કે અર્ધસુરક્ષિત કરવા.
  4. ઈન્ટરફેસ સુધાર માટે મીડિયા વિકિ સંચિકાઓને સંપાદિત કરવી.
  5. કેટલાક સભ્ય અધિકારો જેમ કે સ્વતઃ પરીક્ષિત સદસ્ય, પુનરીક્ષક, રોલબૈકર, આયાતક વગેરે આપવા કે પરત લેવા.
  6. ઉપયોગી ટૂલ્સ અને ગેજેટો ઉમેરવા, વિકિસમાજની આવશ્યકતા અનુસાર તેમાં સુધારા કે સંશોધનો કરવા.
  7. મુખપૃષ્ઠ અપડેટ રાખવું અને અન્ય સુરક્ષિત પૃષ્ઠોનું સંપાદન કરવું.
  8. અન્ય વિકિ. પ્રકલ્પોમાંથી લેખો અને ઢાંચાઓ આયાત કરવા.

આ પણ જુઓ[ફેરફાર કરો]

નિવેદન પ્રક્રિયા[ફેરફાર કરો]

અહીં નીચે આપેલા ફોર્મેટમાં નિવેદન કરવું:

=== સભ્યનામ ===
{{Sr-request
| status    = <!-- આ લીટી બદલશો નહીં -->
| domain    = gu.wikipedia
| user name =
}}
 (આપનું મંતવ્ય) ~~~~
==== સમર્થન/વિરોધ/તટસ્થ ====
==== અન્ય ટિપ્પણી/પરિણામ ====
  • સભ્યનામ એટલે જેનું નામાકન થઈ રહ્યું છે તેનું નામ લખવું.
  • user name ની બાજુમાં વિકિપીડિયામાં જે નામનું ખાતુ હોય તે નામ આગળ સભ્ય: લગાડ્યા વગર લખવું.
  • status ડિફોલ્ટ મતદાનચાલુ છે... તેમ બતાવશે. પરચમનો રંગ સફેદ દેખાશે.
  1. status = ની બાજુમાં done લખવાથી સ્થિતિ:સ્વીકૃત દેખાડશે અને પરચમનો રંગ લીલો થઈ જશે.
  2. undone લખવાથી સ્થિતિ:અસ્વીકૃત દેખાશે. પરચમનો રંગ લાલ દેખાશે.
  • મતદાન કરવા માટે {{તરફેણ}}, {{વિરોધ}} અને {{તટસ્થ}} ઢાંચાઓ વાપરી શકાય છે.
  • દરેક નિવેદન બીજા સભ્યોની ટિપ્પણી મેળવવા માટે ઓછામાં ઓછું ૧ અઠવાડિયા સુધી ચાલુ રહેશે, મતદાનનું પરિણામ જાહેર થઇ ગયા પછી જે પરિણામ આવે તે મુજબ સ્થિતિ (status =) બદલવી.

હાલના નિવેદન[ફેરફાર કરો]