લખાણ પર જાઓ

વિદ્યુત કોષ

વિકિપીડિયામાંથી
બેટરી માટે વપરાતું પ્રતિક

વિદ્યુત કોષ અથવા બેટરી એ એક ઉપકરણ છે જે એક અથવા વધુ ઇલેક્ટ્રોકેમિકલ કોષોનો સમાવેશ કરે છે જેમાં બાહ્ય જોડાણ આપેલા હોય છે અને આ જોડાણ વીજળીનાં ઉપકરણો જેવા કે ફ્લેશલાઇટ્સ, મોબાઇલ ફોન્સ અને ઇલેક્ટ્રિક કારો (વિદ્યુત ગાડીઓ)ને આપવામાં આવે છે .[] જ્યારે બેટરી વિદ્યુત પાવર આપતી હોય છે, ત્યારે તેનો સકારાત્મક ટર્મિનલ કેથોડ અને તેનું નકારાત્મક ટર્મિનલ એ એનોડ હોય છે.[] નકારાત્મક ચિહ્નિત થયેલ ટર્મિનલ એ ઇલેક્ટ્રોનનો સ્રોત છે જે બાહ્ય વિદ્યુત પરિપથ થકી સકારાત્મક ટર્મિનલ તરફ વહેશે. જયારે બેટરી બાહ્ય વિદ્યુત ભાર (ઇલેક્ટ્રિક લૉડ) સાથે જોડાયેલ હોય છે, ત્યારે રેડોક્સ પ્રક્રિયા વડે ઉચ્ચ ઉર્જાના પ્રક્રિયકોનું નીચી ઉર્જા ધરાવતા ઉત્પાદોમાં રૂપાંતર થાય છે. આ ઉર્જાના તફાવતને બાહ્ય પરિપથ વડે વિદ્યુત ઉર્જા રૂપે પૂરો પાડવામાં આવે છે.[] ઐતિહાસિક રીતે "બેટરી" શબ્દનો અર્થ ઘણાબધા કોષોથી બનેલા ઉપકરણને દર્શાવવા માટે કરવામાં આવે છે, તેમ છતાં તેનો ઉપયોગ એક કોષથી બનેલા ઉપકરણને સમાવવા માટે પણ ધીમે ધીમે વિકસિત થયો છે. []

પ્રાથમિક (સિંગલ-ઉપયોગ અથવા "નિકાલજોગ") બેટરીને એકવાર ઉપયોગમાં લેવાય છે અને કાઢી નાખવામાં આવે છે; ઇલેક્ટ્રોડ સામગ્રી એ ડિસ્ચાર્જ દરમ્યાન એવી રીતે બદલાય છે કે તેનો ફરીથી ઉપયોગ કરી શકાતો નથી. તેનું સામાન્ય ઉદાહરણ એ આલ્કલાઇન બેટરી છે જે ફ્લેશલાઇટ માટે વપરાય છે અને વધારામાં સંખ્યાબંધ પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે.

ગૌણ (રિચાર્જ) બેટરી એ પૂરા પાડવામાં આવેલ વિદ્યુત પ્રવાહની મદદથી ઘણી વાર ચાર્જ અને ડિસ્ચાર્જ થઇ શકે છે. તેના ઉદાહરણમાં મોબાઈલમાં વાપરવા માટે વપરાતી લિથિયમ આયન અને ગાડીમાં વપરાતી લેડ-એસિડ બેટરી છે.

બેટરી ઘણા આકાર અને કદમાં આવે છે. તેનો ઉપયોગ નાના બહેરાશના મશીનથી લઈને ઘડિયાળ સુધી, સ્માર્ટફોનમાં વપરાતી પાતળી બેટરીથી લઈને મોટા કદની લિથિયમ-આયનની બેટરી સુધી થાય છે. ખૂબ જ મોટા સ્તરે બેટરીનો ઉપયોગ દૂરભાષના કેન્દ્રો (ટેલિફોન ઍક્સચેંજ) અને સંગણક માટેના માહિતી કેન્દ્રોમાં (કોમ્પ્યુટરના ડૅટા સેન્ટરમાં) ઉર્જાનો સહયોગ (પાવર બૅકપ) પૂરો પાડવા થાય છે. ૨૦૦૫ ના અંદાજ મુજબ વિશ્વવ્યાપી બેટરી ઉદ્યોગ દર વર્ષે વાર્ષિક ૬%ની વૃદ્ધિ સાથે ૪૮ બિલિયન યુ.એસ. ડૉલરનું વેચાણ કરે છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Crompton, T.R. (2000-03-20). Battery Reference Book (third આવૃત્તિ). Newnes. પૃષ્ઠ Glossary 3. ISBN 978-0-08-049995-6. મેળવેલ 2016-03-18.
  2. Pauling, Linus (1988). "15: Oxidation-Reduction Reactions; Electrolysis.". General Chemistry. New York: Dover Publications, Inc. પૃષ્ઠ 539. ISBN 978-0-486-65622-9.
  3. Schmidt-Rohr, Klaus (2018). "How Batteries Store and Release Energy: Explaining Basic Electrochemistry". Journal of Chemical Education. 95 (10): 1801–1810. Bibcode:2018JChEd..95.1801S. doi:10.1021/acs.jchemed.8b00479.
  4. Pistoia, Gianfranco (2005-01-25). Batteries for Portable Devices. Elsevier. પૃષ્ઠ 1. ISBN 978-0-08-045556-3. મેળવેલ 2016-03-18.
  5. Power Shift: DFJ on the lookout for more power source investments સંગ્રહિત ૧ ડિસેમ્બર ૨૦૦૫ ના રોજ વેબેક મશિન.Draper Fisher Jurvetson. Retrieved 20 November 2005.