વિરુદ્ધ આહાર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

આયુર્વેદ માં કોની સાથે શું ના લેવાય તેની સ્પષ્ટતા કરેલી છે. એને વિરુધ્ધ આહાર કહેવામાં આવે છે.

દૂધ સાથે[ફેરફાર કરો]

કેટલાંક ફળો જેવા કે કેળાં, ખજૂર, લીંબૂ, પપૈયું વગેરે દૂધ સાથે ન ખવાય. દૂધ સાથે ગોળ, લસણ, ડૂંગળી, મૂળા, ગાજર, તુલસી, આદું ન લેવાય તથા દૂધ સાથે-દહીં, છાશ, કઢી, ઢોકળા, અથાણાં વગેરે ખટાશ ન લેવાય તથા દૂધ સાથે માંસ, માછલી, ઇંડા અને કૉડલીવર ઑઈલ ન લેવાય. એ વિરુદ્ધ આહાર છે.

દહીં સાથે[ફેરફાર કરો]

ગોળ, દૂધ, મૂળા અને કેળાં વિરુદ્ધ આહાર છે.

ગોળ સાથે[ફેરફાર કરો]

મૂળા, તેલ, લસણ, અડદ, દૂધ અને દહીં વિરુદ્ધ છે.ઘી અને મધ સરખે ભાગે ન લેવાય. ઘી અને મધ સાથે લેવાનું હોય તો વિષમ ભાગે જ લેવું. કાં તો ઘી બમણું લેવું અથવા મધ બમણું લેવું.

વિરુદ્ધ આહારથી થતાં રોગો[ફેરફાર કરો]

  • પેટ (ઉદર) અને ગળાનાં રોગો: જ્વર, ગાંડપણ, સળેખમ, ભગંદર, સોજા, સંગ્રહણી, રક્તપિત્ત, વિસર્પ, ઉદરરોગ, ઇત્યાદિ.
  • ચામડીના રોગો: કોઢ, દરાજ, ખસ, ખૂજલી, કરોળિયા, વિદ્રધિ અને ગૂમડાં ઇત્યાદિ.