લખાણ પર જાઓ

વિલિયમ વિલ્સન (તરણશાસ્ત્રી)

વિકિપીડિયામાંથી
"તરણ કૌશલ્યોના સફળ શિક્ષક કે જેઓ વિજ્ઞાન કે અધ્યાપનના કોઇપણ ક્ષેત્ર પ્રત્યે ગહન વિચાર, અનુપ્રયોગ, તનતોડ મહેનત અને સતત અભ્યાસ માટે તત્પર રહેતા." (તસવીર સૌજન્ય: ઇન્ટરનેશનલ સ્વિમીંગ હૉલ ઓફ ફૅમ)

વિલિયમ વિલ્સન (નવેમ્બર ૧૩, ૧૮૪૪ – જૂન ૧, ૧૯૧૨) ગત ૧૯મી સદીના સ્કોટીશ પત્રકાર, તરણતાલિમના પ્રશિક્ષક તેમ જ તરણ સ્પર્ધાને લગતી વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી તકનિકીના રચયિતા હતા. ઈ.સ.૧૮૮૩ના વર્ષમાં, વિલિયમ વિલ્સને "The Swimming Instructor", તરણને લગતાં પ્રથમ પુસ્તકો પૈકીનું એક, કે જેમાં સ્ટ્રોક દક્ષતા, પ્રશિક્ષણ, સ્પર્ધાત્મક રીતે પાછા ફરવું અને પાણીમાં સલામતી જેવાં પાસાંઓને આધુનિક અવધારણા સાથે વ્યાખ્યાયિત કર્યાં છે, તે પ્રકાશિત કર્યું હતું.

તરણક્ષેત્રે પ્રદાન

[ફેરફાર કરો]
  • સ્પર્ધાત્મક ઝડપે શરુઆત કરવી અને પાછા ફરવું. આ કૌશલ્યોને વ્યાખ્યાયિત કર્યાં તેમ જ ચિત્રો દ્વારા સમજાવ્યાં.
  • કેટલીક જાતના સ્ટ્રોકની યાંત્રિકીને વધુ સક્ષમ બને તે રીતે ફેરફાર કર્યો.
  • સૌ પ્રથમ વાર 'ડુબતાનો જીવ બચાવવાની' કાર્યપ્રણાલી વિકસાવી.
  • સુકી જમીન પર તેમ જ પાણીમાં એમ બંને જગ્યાએ પ્રશિક્ષણની પધ્ધતિનો પાયો નાખ્યો.
  • સૌ પ્રથમ વાર રમતગમતના વર્તમાનપત્રમાં તરણ અંગેના લેખો લખી યોગદાન કર્યું.
  • ઇનડોર તરણકુંડની ડીઝાઇનનો આવિષ્કાર કર્યો.

વોટર પોલો

[ફેરફાર કરો]

ઈ.સ.૧૮૭૭ના વર્ષમાં, વિલ્સને પાણીમાં મોટા દડા વડે રમી શકાય તેવી રમતનું બંધારણ તૈયાર કર્યું, જે રમતને તેમણે "aquatic football" એટલે કે "જલીય ફુટબૉલ" એવા નામ વડે ઓળખાવી હતી. પ્રથમવાર આ રમત અબેર્ડિનશાયર, સ્કોટલેન્ડ ખાતે રિવર ડી(en:River Dee) નામની નદીના કિનારા પર બોન એકોર્ડ ફેસ્ટીવલ નામના ઉત્સવ અંતર્ગત રમાઈ હતી. આ સમયે આઠથી દસ ફૂટ ઊંચા ધ્વજો કિનારા પર લગાવવામાં આવ્યા હતા, તેમ જ "ઇન્ડીઅન રબર" નામના નરમ રબરનો બનેલો સોફ્ટ બોલ, જેને "પુલુ" કહેવામાં આવે છે તેનો ઉપયોગ ખેલાડીઓએ કર્યો હતો. આ ઉત્સવના સમાપન વેળા એક કુસ્તી સ્પર્ધા રાખવામાં આવી હતી, જે લોકપ્રિય બનવાનું કારણ પાણીની આ રમતના દર્શકો જ હતા. ઈ.સ.૧૮૮૫ના વર્ષમાં સ્વિમીંગ એસોસીએશન ઓફ ગ્રેટ બ્રિટન, દ્વારા "વોટર પોલો"ના નામથી જાણીતી આ રમતને માન્યતા આપી હતી અને વિલ્સન વિલિયમની નિયમાવલી પ્રમાણે આ રમતનું બંધારણ વિકસાવ્યું. પરિણામ સ્વરુપે આજે, આ બંધારણ FINA આંતરરાષ્ટ્રીય નિયમોનો આધાર બન્યું છે. આજે આ રમત યુરોપ, અમેરિકા તેમ જ ઓસ્ટ્રેલિયામાં ફેલાવો પામી લોકપ્રિય બની ગઇ છે.

જીવન રક્ષા

[ફેરફાર કરો]

ઈ.સ.૧૮૯૧ના વર્ષમાં વિલ્સને જીવન રક્ષાના અભ્યાસને લગતાં અનેક લેખો વિસ્તૃત રીતે તેમ જ ચિત્રો અને ઉદાહરણો સહિત વર્તમાનપત્રો દ્વારા રજુ કર્યાં. આ ઉપરાંત એમણે સ્થાનીક તરણ મંડળોને જીવન રક્ષા ટેકનીકોમાં કુશળતા મેળવવા બદલ પુરસ્કૃત કર્યા. વિલિયમ વિલ્સનની પધ્ધતિઓનું પુસ્તિકા સ્વરુપે વિતરણ કરવામાં આવ્યું, તથા ફળસ્વરુપે એમના યોગદાનને જાણે માન્યતા મળી તેમ એમને રોયલ લાઈફ-સેવિંગ સોસાયટી (સંગ્રહિત ૨૦૦૭-૦૬-૨૪ ના રોજ વેબેક મશિન)ના પ્રથમ ગવર્નર તરીકે ચુંટાયા હતા.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]