વિવેકાનંદ રોક મેમોરિયલ

વિકિપીડિયામાંથી
વિવેકાનંદ રૉકનું રાત્રિ વેળાનું નયનરમ્ય દૃશ્ય

વિવેકાનંદ રોક મેમોરિયલ અથવા વિવેકાનંદ શિલા એ ભારતના દક્ષિણ છેડે આવેલા કન્યાકુમારી ખાતે મુખ્ય ભુમિથી ૪૦૦ મીટર દૂર હિંદ મહાસાગરમાં આવેલું સ્મારક છે. ભારતીય આધ્યાત્મિકતાનો પશ્ચિમી વિશ્વને પરિચય કરાવનાર સ્વામી વિવેકાનંદે અહીં સન ૧૮૯૨ માં આ સ્થાને (શિલા પર) સતત ત્રણ દિવસ સાધના કરીને જ્ઞાનપ્રાપ્તિ કરી હતી. આ શિલાને પુરાણ કાળથી પવિત્ર માનવામાં આવે છે અને તેનું પૌરાણિક નામ શ્રીપદ પારાઈ છે જેનો અર્થ કુંવારી દેવીના ચરણ એમ થાય છે. અહીં વિવેકાનંદ રૉક મેમોરિયલ કમીટી દ્વારા ઇસવી સન ૧૯૭૦ એટલે કે સ્વામી વિવેકાનંદના આગમન પછી આશરે પોણી સદી પછી તેમની યાદમાં અહીં ભવ્યાતિભવ્ય એવું સ્મારક બનાવવામાં આવ્યું છે. સ્મારક મુખ્યત્વે બે ભાગમાં વહેંચયેલું છે. એક -વિવેકાનંદ મંડપમ્ અને બીજું- શ્રીપદ મંડપમ્.આ ધ્યાન મંડપની બાંધણીમાં સમગ્ર ભારતની સ્થાપત્યશૈલીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્થળે કોઈપણ વ્યક્તિ ધ્યાન,સાધના કરી શકે છે. આ સ્થળે પહોંચવા માટે નજીવા દરે ફેરી સેવા(બોટ સર્વિસ)ની વ્યવસ્થા છે. આ સાથે સ્માર્કાની નીચેના ભાગમાં એક પુસ્ત્કાલય છે જેમાં રામકૃષ્ણ પરમહંસ તથા વિવેકાનંદ સાહિત્ય ઉપલબ્ધ છે.

વિવેકાનંદ રૉક મેમોરિયલ

હિન્દ મહાસાગર, બંગાળની ખાડી તથા અરબ સાગરના સંગમ સ્થળે આવેલું આ સ્થાનક દુરથી પણ ખુબ જ નયનરમ્ય છે.