વિશ્વ ક્ષય દિન

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
વિશ્વ ક્ષય દિન
World Health Organization Flag.jpg
ઉજવવામાં આવે છેયુનાઇટેડ નેશન્સના બધાં સભ્યો
તારીખમાર્ચ ૨૪
આવૃત્તિવાર્ષિક

સમગ્ર વિશ્વમાં વિશ્વ ક્ષય દિન દર વર્ષે ૨૪ માર્ચના દિવસે મનાવવામાં આવે છે. ઇ.સ. ૧૮૮૨ના વર્ષમાં ૨૪ માર્ચના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય રોગનાં જંતુઓ શોધી કાઢ્યા હતા. આથી ૨૪ માર્ચ ના દિવસે વિશ્વ ક્ષય દિન ઉજવવામાં આવે છે.

ક્ષયનો રોગ બીડી, સિગારેટ, તમાકુ વગેરેના વધુ પડતા સેવનના કારણે થાય છે. આ રોગે આખા વિશ્વ ને લપેટમાં લીધું છે. આખા જગતમાં મૃત્યુના ભારણમાં ક્ષય રોગ સૌથી વધુ જવાબદાર છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને આ રોગથી બચાવવા માટે ક્ષયથી પીડાતા રોગીઓને શોધી કાઢી તેમને મફત સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનો છે, જે અંર્તગત નિદાન, સારવાર અને ત્યારપછી સમયાંતરે તપાસ થાય તેવી યોજના વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ઘડી કાઢવામાં આવી છે. ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્યમાં પણ અલગ હોસ્પિટલો, મફત સારવાર તેમ જ સ્વતંત્ર ક્ષય નિયંત્રણ બોર્ડ બનાવવું જેવાં પગલાં લઇ આ રોગને નાથવા કમર કસી છે. ક્ષય રોગને રાજ રોગ પણ કહેવાય છે જેમાં દર્દીના સારવાર કરનારે પણ ખૂબ સાવચેતી રાખવી પડે છે નહીંતર તેને પણ આ રોગ થઈ શકે છે