વિશ્વ સંગીત દિવસ
વિશ્વ સંગીત દિવસ અથવા ફેટે દ લા મ્યુઝીક એ સંગીતની વાર્ષિક ઉજવણી છે જે ૨૧ જૂનના રોજ યોજાય છે.[૧] સંગીત દિવસ પર, નાગરિકો અને રહેવાસીઓને તેમના પડોશમાં અથવા જાહેર જગ્યાઓ અને ઉદ્યાનોમાં સંગીત વગાડવા વિનંતી કરવામાં આવે છે. મફત સંગીત કાર્યક્રમો (કોન્સર્ટ)નું પણ આયોજન કરવામાં આવે છે.
ઉનાળાના અયનકાળના દિવસે સૌપ્રથમ આખા દિવસની સંગીતમય ઉજવણીની શરૂઆત ૧૯૮૨માં પેરિસમાં જેક લેંગ, જે ફ્રાન્સના તત્કાલીન સંસ્કૃતિ પ્રધાન હતા, તેમજ મોરિસ ફ્લ્યુરેટ દ્વારા કરવામાં આવી હતી. સંગીત દિવસ પછીથી વિશ્વના ૧૨૦ દેશોમાં ઉજવવામાં આવ્યો.[૨]
ઇતિહાસ
[ફેરફાર કરો]ઓક્ટોબર ૧૯૮૧માં જેક લેંગની વિનંતીથી મૌરિસ ફ્લુરેટ ફ્રાન્સીસી સંસ્કૃતિ મંત્રાલયમાં નૃત્ય અને સંગીતના નિર્દેશક બન્યા હતા. તેમણે તેમના સંગીતના અભ્યાસ અને તેની ઉત્ક્રાંતિના અનુભવો "સંગીત બધે જ અને સંગીત કાર્યક્રમો(કોન્સર્ટ) ક્યાંય નહીં" સૂત્ર દ્વારા લાગુ કર્યા. જ્યારે તેમણે ૧૯૮૨માં ફ્રેન્ચોની સાંસ્કૃતિક ટેવો પરના એક અભ્યાસમાં શોધી કાઢ્યું કે બેમાંથી એક યુવાન વ્યક્તિ, પાંચ મિલિયન લોકો, એક સંગીતનું વાદ્ય વગાડે છે, ત્યારે તેમણે લોકોને શેરીઓમાં બહાર લાવવાના માર્ગનું સ્વપ્ન જોવાનું શરૂ કર્યું. તે સૌપ્રથમ ૧૯૮૨માં પેરિસમાં ફેટે દ લા મ્યુઝીક ઉજવણી બન્યું હતું.[૩]
ત્યારથી, આ તહેવાર એક આંતરરાષ્ટ્રીય ઉજવણી બની ગઈ છે, જે એક જ દિવસે ભારત, જર્મની, ઇટાલી, ગ્રીસ, રશિયા, ઓસ્ટ્રેલિયા, પેરુ, બ્રાઝિલ, ઇક્વાડોર, મેક્સિકો, કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ,[૪] યુકે અને જાપાન સહિત ૧૨૦ દેશોના ૭૦૦ થી વધુ શહેરોમાં ઉજવવામાં આવે છે.[૫]
ઉદ્દેશ
[ફેરફાર કરો]ફેટે દે લા મ્યુઝીક (સંગીત દિવસ)નો હેતુ સંગીતને બે રીતે પ્રોત્સાહિત કરવાનો છે:
- કલાપ્રેમી અને વ્યાવસાયિક સંગીતકારોને "ફેટ્સ દે લા મ્યુઝિક" ("મેક મ્યુઝિક") ના સૂત્ર હેઠળ શેરીઓમાં જીવંત કાર્યક્રમ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.[૬]
- ઘણા નિ:શુલ્ક સંગીત જલસાઓનું આયોજન કરવામાં આવે છે, જે સંગીતની તમામ શૈલીઓને લોકો માટે સુલભ બનાવે છે. પેરિસમાં સત્તાવાર ફેટે દ લા મ્યુઝીક સંસ્થા દ્વારા મંજૂર કરવામાં આવેલી બે ચેતવણીઓ એ છે કે તમામ કોન્સર્ટ લોકો માટે નિઃશુલ્ક હોવી જોઈએ, અને તમામ કલાકારો તેમનો સમય નિઃશુલ્ક દાનમાં આપે છે. આ મોટાભાગના ભાગ લેનારા શહેરો માટે પણ લાગુ પડે છે.
પહોંચ અને અસર
[ફેરફાર કરો]૧૩૦થી વધુ દેશો ફેટે દ લા મ્યુઝીકમાં ભાગ લે છે[૭] અને સમગ્ર વિશ્વમાં ૧,૦૦૦થી વધુ શહેરો ભાગ લે છે.[૮] એકલા યુનાઇટેડ સ્ટેટ્સમાં જ ૮૨ શહેરો ભાગ લઇ રહ્યા છે.[૮]
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]
- Fête de la Musique પર ફ્રેન્ચ સંસ્કૃતિ મંત્રાલયની વેબસાઇટ (ફ્રેન્ચમાં, આંતરરાષ્ટ્રીય વિભાગ અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ છે)
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "The World Music Day: How it came into being". India Today. 21 June 2013. મેળવેલ 26 April 2015.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "La Fête de la musique : une fête nationale devenue un grand événement musical mondial". Le Ministère de la Culture et de la Communication: Fête de la Musique (ફ્રેન્ચમાં). મૂળ માંથી 26 April 2015 પર સંગ્રહિત. મેળવેલ 26 April 2015.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "Historique de la Fête de la Musique". fetedelamusique.culturecommunication.gouv.fr. મૂળ માંથી 4 ફેબ્રુઆરી 2018 પર સંગ્રહિત. મેળવેલ 3 February 2018.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "Make Music Day". મેળવેલ 19 June 2020.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Around The World". Make Music – 21 June. મૂળ માંથી 21 June 2015 પર સંગ્રહિત. મેળવેલ 26 April 2015.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) સંગ્રહિત ૨૦૧૫-૦૬-૨૧ ના રોજ વેબેક મશિન - ↑ "Historique de la Fête de la Musique". મૂળ માંથી 2018-02-04 પર સંગ્રહિત. મેળવેલ 2022-06-25.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ Wilkinson, Alissa (21 June 2019). "Fête de la Musique, the worldwide midsummer musical bash, explained". Vox.
{{cite web}}
: Check date values in:|date=
(મદદ) - ↑ ૮.૦ ૮.૧ "Make Music Day – The Worldwide Celebration of Music".