લખાણ પર જાઓ

વિશ્વ સંભાષણ અક્ષમતા જાણકારી દિન

વિકિપીડિયામાંથી

વિશ્વ સંભાષણ અક્ષમતા જાણકારી દિન ( અંગ્રેજી: World Autism Awareness Day) નવમી સપ્ટેમ્બર, ૧૯૮૯થી દર વર્ષે બીજી એપ્રિલના દિવસે મનાવવામાં આવે છે.


સંભાષણ અક્ષમતા એટલે કે ઓટીઝમ સ્પેક્ટ્રમ ડીસઓર્ડર્સ એ માનવીના શરીરની સમસ્યા છે. આ ખામી મગજ દ્વારા થતા માહિતીના પૃથ્થકરણના માર્ગને અસર કરે છે અને આ ખામી ધરાવતા વ્યક્તિને તેઓ જે જુએ, સાંભળે તેને યોગ્ય રીતે સમજવામાં અવરોધે છે. આને કારણે તે વ્યક્તિને સામાજીક સંબંધો, પ્રતયાયન અને વર્તણૂંકની અનુભૂતિમાં મુશ્કેલીઓ પડે છે. આમ શેના કારણે થાય છે તેની હજુ જાણકારી ન હોવાને કારણે તેનો ઇલાજ પણ નથી.