લખાણ પર જાઓ

વિશ્વ સ્થૂળતા દિવસ

વિકિપીડિયામાંથી
વિશ્વ સ્થૂળતા દિવસનો લોગો

વિશ્વ સ્થૂળતા દિવસ એ વૈશ્વિક મેદસ્વીપણાની કટોકટીનો અંત લાવવા માટેના વ્યવહારિક ઉકેલોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષે ૪ માર્ચના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે.

આ ઉજવણીનું આયોજન વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન દ્વારા કરવામાં આવ્યું છે, જે એક બિન-નફાકારક સંસ્થા છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે સત્તાવાર સંબંધમાં છે[૧] અને તે સ્થૂળતા અંગેના લેન્સેટ કમિશનની સહયોગી સંસ્થા છે.[૨] આ ફેડરેશન જણાવે છે કે તેનો ઉદ્દેશ "સ્થૂળતાને ઘટાડવા, અટકાવવા અને તેની સારવાર માટેના વૈશ્વિક પ્રયાસોને આગળ ધપાવવાનો અને તેનું નેતૃત્ત્વ કરવાનો છે."[૩]

પ્રથમ વિશ્વ સ્થૂળતા દિવસ ૨૦૧૫માં યોજાયો હતો. ૨૦૧૬ની ઉજવણીએ બાળપણની સ્થૂળતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જે બાળપણની સ્થૂળતાને સમાપ્ત કરવા અંગેના ડબ્લ્યુએચઓ કમિશનના અહેવાલ સાથે સુસંગત છે.[૪]

વર્ષ ૨૦૧૭ની ઉજવણીનો ધ્યેય "મેદસ્વીપણાની સારવાર કરો અને તેના ભવિષ્યના પરિણામોને ટાળો." હતો, તેમાં મેદસ્વીપણાથી અસરગ્રસ્ત લોકોને ટેકો આપવા માટે સારવાર સેવાઓમાં રોકાણ, સારવારની સફળતામાં સુધારો કરવા માટે પ્રારંભિક હસ્તક્ષેપ અને સારવારની જરૂરિયાતને ઘટાડવા માટે નિવારણ માટે જણાવવામાં આવ્યું હતું.[૫]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "World Obesity Federation (WOF) | NGO Statements". apps.who.int. મેળવેલ 2016-09-05.
  2. "The Lancet Commission on Obesity" (PDF). મૂળ (PDF) માંથી 2016-09-16 પર સંગ્રહિત.
  3. "World Obesity Day". World Obesity Day. મૂળ માંથી 2016-09-15 પર સંગ્રહિત. મેળવેલ 2016-09-06.
  4. "World Obesity Day". World Obesity Day. મૂળ માંથી 2016-09-16 પર સંગ્રહિત. મેળવેલ 2016-09-05.
  5. "World Obesity Day". World Obesity Day. મૂળ માંથી 2017-07-28 પર સંગ્રહિત. મેળવેલ 2017-07-28.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]