લખાણ પર જાઓ

વુમેન ઇન રેડ

વિકિપીડિયામાંથી
વુમેન ઇન રેડ
સ્થાપના૨૦૧૫
સ્થાપક
  • રોજર બામકીન
  • રોઝી સ્ટેફન્સન - ગુડનાઈટ
Methodsએડિટોથોન

વુમેન ઇન રેડ વિકિપીડિયા સામગ્રીમાં વર્તમાન લિંગ પક્ષપાતને સંબોધિત કરતો એક વિકિ પ્રોજેક્ટ છે . આ પ્રોજેક્ટ મહિલા જીવનચરિત્ર, મહિલા કાર્યો અને મહિલા સમસ્યાઓ સંબંધિત સામગ્રી બનાવવા પર કેન્દ્રિત છે.

પ્રોજેકટનું નામ હાલના વિકિપીડિયા લેખોમાં હાયપરલિંક્સ પર રાખવામાં આવ્યું છે જે સંકળાયેલ લેખ ગુમ થયેલ છે તે સૂચવવા લાલ રંગમાં પ્રદર્શિત થાય છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]
વુમન ઇન રેડ, વિકિમેનિયા ૨૦૧૭ દરમિયાન રોજર બામકીનનું એક પ્રેઝન્ટેશન

વુમન ઇન રેડની કલ્પના સ્વયંસેવક વિકિપીડિયા સંપાદક રોજર બામકીને ૨૦૧૫ માં કરી હતી, અને તે પછી તરત જ સ્વયંસેવક સંપાદક રોઝી સ્ટીફન્સન-ગુડકનાઇટ તેમાં જોડાયા હતા. બામકીને શરૂઆતમાં આ પ્રોજેક્ટને "પ્રોજેક્ટ એક્સએક્સ" નામ આપ્યું હતું, પરંતુ છેવટે તેને 'વુમન ઇન રેડ' તરીકે ઓળખવામાં આવ્યું હતું.[૧]

પ્રોજેક્ટ ચાલુ થયા પછી, સ્વયંસેવક સંપાદક એમિલી ટેમ્પલ-વુડ તેમાં જોડાયા. તેમની વિશેષતા સ્ત્રી વૈજ્ઞાનિકો વિશે દર વખતે નવો લેખ સંપાદિત કરવાની હતી પરંતુ પ્રત્યેક વખતે તેમના સ્ત્રી સંબંધિત સંપાદનો માટે કોઈને કોઈ તેમને પરેશાન કરતું હતુ. [૧]

વિકિમેનિયા ૨૦૧૬ માં, ઇટાલીના એસિનો લારિઓ ખાતે વિકિપીડિયાની સહ-સ્થાપક જિમ્મી વેલ્સે સ્ટીફન્સન-ગુડકનાઇટ અને ટેમ્પલ-વુડ્સને વિકિપીડિયા પર લિંગભેદની ખાઈને ભરવા બદલ વિકિપીડિયન્સ ઓફ ધ યર જાહેર કર્યા હતા.[૧]

પદ્ધતિઓ

[ફેરફાર કરો]
મેક્સિકો સિટીમાં વિકીમેનિયા ૨૦૧૫ દરમિયાન વુમન ઇન રેડની રચનાની ઘોષણા કરતા રોઝી અને રોજર (સ્કાઈપ દ્વારા દેખાતા).
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૧૭ વુમન ઇન રેડ એડિટોથોનને પ્રદર્શિત કરતું બટન

વુમન ઇન રેડ વિશ્વભરના શહેરોમાં વિકિપીડિયા એડિટોથોનનું સંચાલન કરે છે[૨] સમગ્ર દિવસ દરમિયાન નવા યોગદાનકર્તાઓને તાલીમ આપવા માટે કેન્દ્રિત કાર્યક્રમો યોજવામાં આવે છે, જેથી વિકિપીડિયા જેન્ડર ગેપ (લિંગ ભેદ) વધુ ઘટાડી શકાય અને નોંધપાત્ર મહિલાઓ પર વધુ સામગ્રીનો ઉમેરો કરી શકાય.[૩] બીજું ધ્યેય સ્ત્રી સંપાદકોની સંખ્યા વધારવાનું છે. વિકિપીડિયા એ "મુક્ત વિશ્વકોશ" છે, જેમાં કોઈ પણ ફેરફાર કરી શકે છે, પરંતુ ૨૦૧૫માં માત્ર ૧૦ ટકા સંપાદકો જ મહિલાઓ હતા.[૪] [૫]


૨૨ ડિસેમ્બર, ૨૦૧૬ સુધી, વુમન ઇન રેડ સ્વયંસેવક સંપાદકો દ્વારા મહિલાઓ સંબંધિત ૪૫,૦૦૦થી વધુ લેખો ઉમેરવામાં આવ્યા છે અને અંગ્રેજી ભાષાના જીવનચરિત્રોના લેખોની સંખ્યા ૧૬.૮ ટકા (જુલાઈ ૨૦૧૫માં ૧૫ ટકા) થઈ ગઈ હતી.[૬]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ Redden, Molly (March 19, 2016). "Women in science on Wikipedia: will we ever fill the information gap?". The Guardian. મૂળ માંથી November 8, 2017 પર સંગ્રહિત. મેળવેલ November 25, 2017.
  2. Chemistry, The Royal Society of (August 18, 2017). "Improving gender balance on Wikipedia". www.rsc.org (અંગ્રેજીમાં). મૂળ માંથી October 12, 2017 પર સંગ્રહિત. મેળવેલ November 25, 2017.
  3. "Wikipedia editing marathons add women's voices to online resource". Houston Chronicle. મૂળ માંથી November 9, 2017 પર સંગ્રહિત. મેળવેલ November 25, 2017.
  4. Andrew Lih (June 20, 2015). "Can Wikipedia Survive?". www.nytimes.com. Washington. મૂળ માંથી June 21, 2015 પર સંગ્રહિત. મેળવેલ June 21, 2015. ...the considerable and often-noted gender gap among Wikipedia editors; in 2011, less than 15 percent were women.
  5. Statistics based on Wikimedia Foundation Wikipedia editor surveys 2011 સંગ્રહિત ૨૦૧૭-૦૭-૦૨ ના રોજ વેબેક મશિન (Nov. 2010-April 2011) and November 2011 સંગ્રહિત જૂન ૫, ૨૦૧૬ ના રોજ વેબેક મશિન (April – October 2011)
  6. Kessenides, Dimitra; Chafkin, Max (December 22, 2016). "Is Wikipedia Woke? The ubiquitous reference site tries to expand its editor ranks beyond the Comic Con set". Bloomberg.com. મૂળ માંથી September 23, 2017 પર સંગ્રહિત. મેળવેલ November 25, 2017.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]