શહેર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
શહેર

શહેર એ ઘણાં લોકોને કુટુંબ બનાવી રહેવા માટેની પ્રમાણમાં મોટી અને કાયમી વ્યવસ્થા છે, જેમાં આવા કુટુંબો સારી રીતે રહી શકે તે માટે આવાસો, રસ્તાઓ, વીજળી–પાણી, વાહનવ્યવહાર, દુકાનો, શાળા–કૉલેજ, બાગ–બગીચા અને એવી બધી જીવન જરૂરિયાતોની સુવિધા ઉપલબ્ધ હોય. આ માટે નગરપાલિકા કે મહાનગરપાલિકા હોય છે જે આવી વ્યવસ્થાઓ ઊભી કરે છે અને તેનું સંચાલન કરે છે. જોકે એવી ચોક્કસ કોઇ વ્યાખ્યા નથી કે જેનાથી શહેરને નગરથી જુદું પાડી શકાય, છતાં ઘણાં શહેરોને પોતાની એક ખાસ સંચાલકીય, કાયદાકીય, ઐતિહાસિક ઓળખ હોય છે.