લખાણ પર જાઓ

શાકંભરી

વિકિપીડિયામાંથી
શાકંભરી દેવી
"ફળો અને શાકભાજીના પ્રમુખ દેવી."
ઉત્સવોનવરાત્રી, દુર્ગા પુજા, લક્ષ્મી પુજા, દુર્ગાષ્ટમી, દશેરા
શાકંભરી માતાનું મંદિર, રાજસ્થાન

શાકંભરી (સંસ્કૃત : शाकम्भरी, IAST : Śākambharī), જેને શતાક્ષી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પોષણનાં દેવી છે. તેમને મહાદેવીનો અવતાર માનવામાં આવે છે, અને હિન્દુ ધર્મમાં તેમને દુર્ગા સાથે ઓળખવામાં આવે છે. [] દુર્ગમાસુર નામના દુષ્ટ અસુરે ઋષિઓને વેદ ભૂલી જવા માટે પૃથ્વીને પોષણથી વંચિત રાખ્યા પછી, દેવીએ મનુષ્યો અને દેવતાઓને તેમની શક્તિ પાછી મેળવવા માટે પૂરતા ફળો અને શાકભાજી અર્પણ કર્યાં. []

તેમનું પ્રખ્યાત મંદિર સહારનપુર જિલ્લા, ઉત્તર પ્રદેશમાં છે, જે શક્તિપીઠ શ્રી શાકંભરી દેવી તરીકે ઓળખાય છે. આ સ્થાન પર માતા દુષ્કાળ દરમિયાન પ્રગટ થયા હતા, પરંતુ આજે ભારતમાં શાકંભરી દેવીના ઘણા મંદિરો બનાવવામાં આવ્યા છે.

વ્યુત્પત્તિશાસ્ત્ર

[ફેરફાર કરો]

શાકંભરી શબ્દનો અર્થ 'શાકભાજી ઉગાડનારી' થાય છે. આ શબ્દ બે શબ્દો પરથી આવ્યો છે - શાકય (સંસ્કૃત: शाक) જેનો અર્થ 'શાકાહારી/શાકાહારી ખોરાક' અને ભારી (સંસ્કૃત: भरी) જેનો અર્થ 'ધારક/ધારક/પહેરનાર' થાય છે. ભારી શબ્દ આખરે મૂળ શબ્દ 'ભૃ' (સંસ્કૃત: भृ) પરથી આવ્યો છે જેનો અર્થ 'ધારવું/પહેરવું/પોષણ કરવું' થાય છે.[]

દંતકથા

[ફેરફાર કરો]

દુર્ગામાસુરે પૃથ્વીને દુષ્કાળ અને અછતમાં ડૂબાડવાનો પ્રયાસ કર્યો. પૃથ્વીએ સદીઓથી દુઃખ અને અત્યાચાર સહન કર્યાં. પરંતુ જ્યારે અસુરોએ ઋષિઓને વેદ ભૂલાવી નાખ્યા પછી ઋષિઓએ આખરે દેવી પાર્વતીનું સ્મરણ કર્યું. આ સ્મરણ પછી દેવી ઘેરા વાદળી સ્વરૂપમાં જગતમાં પ્રગટ થઈ અને તેણીએ પોતાની સો આંખો ઋષિઓ પર નાખી. ત્યારબાદ ઋષિઓએ જ્યારે ઈશ્વરીની સ્તુતિ કરી અને તેમનું ગાન કર્યું, ત્યારે ચાર હાથવાળી દેવી કમળ, બાણ, એક મહાન ધનુષ્ય, અને શાકભાજી, ફળો, ફૂલ અને મૂળ લઈને પ્રગટ થઈ. દેવી ભાગવત પુરાણ અનુસાર લોકોના દુઃખને જોઈને તેણીએ પોતાની આંખોમાંથી સતત આંસુ વહેવડાવ્યા,. આ આંસુઓથી નદીઓ વહેતી થઈ અને દવાઓ અર્પણ થતી ગઈ. []

અન્ય એક કથા અનુસાર, ભાસ્કર પંડિત જ્યારે આક્રાંતાઓના સમયમાં બંગા પ્રદેશની ભૂમિનો નાશ કરતો હતો, ત્યારે એદુઆમાં મા શાકંભરીની પૂજા અર્ચના થતી હતી.જ્યારે તે ગામ પર આક્રમણ થયું ત્યારે પૂજારી માતાજીની મૂર્તિ લઈને ભાગી ગયો.આ મૂર્તિ લઈને તે માજીગ્રામ આવી ગયો પણ છુપાવવાની જગ્યા ન મળતાં તેને તળાવના પાણીની નીચે છુપાવી દીધી. વર્ષો સુધી માતાજીનું મંદિર ન બની શક્યું પરંતુ એક વાર બાગડી નાતના માછીમારે તળાવમાંથી પથ્થર મેળવ્યો અને તેને કિનારા પર મૂક્યો. ત્યારબાદ તેને માતાજી સપનામાં આવ્યાં અને કહ્યું કે તેમનું મંદિર બનાવે.[]

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં દેવીનું મુખ્ય મંદિર છે. શાકંભરી દેવીનાં જોકે ઘણાં વિવિધ મંદિરો છે પરંતુ આ પૈકી ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પર્વતમાળામાં આવેલા એક પ્રાચીન મંદિરનો સમાવેશ થાય છે. કારણ કે તે વૈષ્ણો દેવી પછી સૌથી વધુ પ્રખ્યાત છે અને ભક્તો દ્વારા મુલાકાત લેવાય છે. આ ઉપરાંત રાજસ્થાનમાં સંભાર લેક ટાઉન તળાવ નજીક એક બીજું મુખ્ય મંદિર આવેલું છે. વૈષ્ણોદેવીની શરૂઆત પછી નવરાત્રિમાં નવ દેવતાઓમાં શાકંભરીને નવમા ક્રમે પૂજવામાં આવે છે.

બંગાળના માજીગ્રામમાં શાકંભરીનું એક અન્ય મંદિર આવેલું છે જેમાં માતાજીનું જયદુર્ગા સ્વરૂપે પૂજન થાય છે.માતાજીની મૂર્તિ કાળા પથ્થરથી બનેલી છે અને તેમને ચાર હાથ છે તથા તે ઘોડેસવારી કરે છે. અષાઢના મહિના દરમિયાન લાકડાના સિંહાસન પર લાવીને તેમને એક ખાસ મંદિરમાં મુકાય છે જ્યાં બકરાનો બલિ ચઢે છે.[] આ મંદિરમાં દર વર્ષે એક ખાસ પ્રસંગ દરમિયાન શિવલિંગ સાથે માતાજીના લગ્ન કરાવાનો પ્રયત્ન થાય છે પરંતુ તેમાં ગામલોકો સફળ નથી થઈ શકતા.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. SINHA, N. (1991).
  2. www.wisdomlib.org (2018-05-22). "Shakambhari, Śākambharī, Śākaṃbharī: 12 definitions". www.wisdomlib.org (અંગ્રેજીમાં). મેળવેલ 2022-09-23.
  3. Thirugnanam (December 2012). Devi Mahatmyam English Transliteration. મેળવેલ 2022-09-18.
  4. www.wisdomlib.org (2013-05-15). "On the glory of the Śatakṣi Devī [Chapter 28]". www.wisdomlib.org (અંગ્રેજીમાં). મેળવેલ 2022-09-23.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ McDaniel, June (2004-08-05). Offering Flowers, Feeding Skulls: Popular Goddess Worship in West Bengal (અંગ્રેજીમાં). Oxford University Press. ISBN 978-0-19-029056-6.