શીતળા માતા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
શીતળા માતા

શીતળા માતા ભારતીય ઉપખંડમાં પ્રાચીન કાળથી પ્રચલિત એવા હિંદુ ધર્મના લોકોની દેવી તરીકે પૂજાય છે. શીતળા માતાનું પ્રાચીન કાળથી અધિક માહાત્મ્ય રહ્યું છે. સ્કંધપુરાણમાં શીતળા માતાના વાહન તરીકે ગદર્ભને દર્શાવવામાં આવેલ છે. માતાના હાથોમાં કળશ (લોટો), સૂપ (પંખો), માર્જન (ઝાડુ) અને લીમડાનાં પાંદડાં ધારણ કરેલી દર્શાવાવામાં આવેલ છે. માતાને શીતળા જેવા રક્તસંક્રમણના રોગોની દેવી તરીકે દર્શાવવામાં આવેલ છે. આનું પ્રતિકાત્મક મહત્વ છે, જેમ કે પંખા વડે હવા નાખી રોગીના શરીરની બળતરા શાંત કરવી, ઝાડુ વડે ફોડલા ફફોડી શકાય, કળશના ઠંડા જળથી શરીરને ઠંડુ કરી શકાય તેમ જ લીમડાના પર્ણો વડે ફોડલાને સડવાથી બચાવી શકાય. ગદર્ભની લાદના લેપનથી શીતળાના ડાઘ મટી શકે એવી પણ માન્યતા છે[૧].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. શીતળામાતા વિશે લેખ- અંગ્રેજી વિકિ પર