લખાણ પર જાઓ

શેમ્પેન

વિકિપીડિયામાંથી
શેમ્પેન અને તેની બાટલી

શેમ્પેન એ પરપોટાં ધરાવતો આલ્કોહોલીક પીણું (દારૂ) છે, જેનું નામ અનેક વિનેયાર્ડ (દ્રાક્ષનાં વાવેતરો) ધરાવતા ફ્રાન્સના શેમ્પેન વિસ્તાર પરથી પડ્યું છે. ઘણાં લોકો અન્ય દારૂ જે પરપોટાં ધરાવે છે, તેને શેમ્પેન કહે છે, પરંતુ વ્યાપારી કાયદા મુજબ ફ્રાન્સના શેમ્પેન વિસ્તારમાંથી આવતા શેમ્પેનને જ શેમ્પેન કહી શકાય છે.[][]

પ્રકારો

[ફેરફાર કરો]

શેમ્પેન અમુક પ્રકારની દ્રાક્ષમાંથી જ બનાવવો જોઇએ. તે સફેદ ચાર્ડોની દ્રાક્ષ, અથવા લાલ પિનોટ નોઇર અથવા પિનોટ મેઉનિર દ્રાક્ષમાંથી બનાવી શકાય છે. જો લાલ દ્રાક્ષ ઉપયોગમાં લેવાય તો અમુક શેમ્પેન સફેદ અથવા કેટલીક વખત ગુલાબી ઝાંય ધરાવે છે.

શેમ્પેનમાં રહેલી ખાંડના પ્રમાણ મુજબ તેના અલગ-અલગ નામો છે. નીચે આપેલ નામો ચઢતા ક્રમમાં ખાંડ ધરાવતા શેમ્પેનનાં નામ છે:[]

  • બ્રુટ ઝીરો અથવા બ્રુટ નેચરલ - ખાંડ ઉમેરવામાં આવતી નથી
  • બ્રુટ
  • ઍક્સ્ટ્રા-ડ્રાય
  • સેક
  • ડેમી-સેક
  • ડોઉક્સ

બ્રુટ સૌથી સામાન્ય પ્રકારનો શેમ્પેન છે.

ગુણધર્મો

[ફેરફાર કરો]
શેમ્પેનનાં બૂચ

શેમ્પેન દરેક પ્રકારનાં પરપોટાં વાળાં દારૂની જેમ કાર્બનોટેડ છે. ઘણાં બધાં પરપોટાંના કારણે શેમ્પેન ઘણી વખત બબલી કહેવામાં આવે છે. (દા.ત. "અમે અમારા લગ્નમાં બબલી પીશું")

શેમ્પેન તેનું બૂચ ઉપર આવે તે રીતે ખોલવામાં આવે છે અને શેમ્પેન પરપોટાંના સ્વરૂપમાં વહીને બહાર આવે છે. સામાન્ય રીતે આમ કોઇ ઉજવણી દરમિયાન કરવામાં આવે છે. આમ કરવા માટે શેમ્પેનની બાટલી થોડી હલાવી દેવામાં આવે છે. આમ કરતાં પહેલાં ધ્યાન રાખવું જરૂરી છે.

શેમ્પેનને શેમ્પેન ફ્લૂટ (ઊંચો પાતળો ગ્લાસ) માં પીરસવામાં આવે છે. આ આકાર શેમ્પેનનાં પરપોટાંઓને લાંબો સમય ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે.

શેમ્પેન હંમેશા ઠંડો જ પીરસવામાં આવે છે. સૌથી યોગ્ય તાપમાન ૭ થી ૯ સે. (૪૩ થી ૪૮ ફે.) છે. સામાન્ય રીતે શેમ્પેનની બાટલીને ખોલતાં પહેલાં અને ખોલ્યાં પછી બરફ ભરેલાં પાત્રમાં રાખવામાં આવે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Guy, Kolleen. When Champagne became French: Wine and the Making of a National Identity. Baltimore, MD: Johns Hopkins University Press, 2003.
  2. Robinson, Jancis (Ed.) The Oxford Companion to Wine. Oxford, England: Oxford University Press, second edition, 1999.
  3. Prial, Frank J. Decantations. New Yrk: St. Maritin's and grifin Publishers, 2001, p. 24.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]