દ્રાક્ષ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
કાળી દ્રાક્ષ
લીલી દ્રાક્ષ કે જેને વ્હાઈટ ટેબલ ગ્રેપ્સ કહે છે.
દ્રાક્ષ, કાળી અને લીલી
આહારનું પોષણ મુલ્ય પ્રતિ ૧૦૦ ગ્રામ(૩.૫ ઔંસ)
શક્તિ 70 kcal   290 kJ
કાર્બોદિત પદાર્થો     18.1 g
- શર્કરા  15.48 g
- રેષા  0.9 g  
ચરબી 0.0 g
નત્રલ (પ્રોટીન) 0.72 g
થાયામીન (વિટામિન બી૧)  0.069 mg   5%
રીબોફ્લેવીન (વિટામિન બી૨)  0.07 mg   5%
નાયેસીન (વિટામિન બી૩)  0.188 mg   1%
પેન્ટોથેનિક એસિડ (બી-૫)  0.05 mg  1%
વિટામિન બી૬  0.086 mg 7%
ફૉલેટ (Vit. B9)  2 μg  1%
વિટામિન બી૧૨  0 μg   0%
વિટામિન સી  10.8 mg 18%
વિટામિન કે  22 μg 21%
કેલ્શિયમ  10 mg 1%
લોહ તત્ત્વ  0.36 mg 3%
મેગ્નેશિયમ  7 mg 2% 
ફોસ્ફરસ  20 mg 3%
પોટેશિયમ  191 mg   4%
સોડિયમ  3.02 mg 0%
જસત  0.07 mg 1%
ટકાવારી અમેરિકા (US)નાં સંદર્ભમાં છે
પુખ્ત વ્યક્તિ માટે ભલામણ
સ્ત્રોત: USDA Nutrient database

દ્રાક્ષ એ એક બેરી(ઠળીયા વિનાના રસાળ ફળ) પ્રજાતિનું ફળ છે. વનસ્પતિ શાસ્ત્ર અનુસાર આ એક climacteric fruit અને તેની વેલની પ્રજાતિ Vitis છે. આ ફળ એક લાકડા જેવી કઠણ અને નિત્ય લીલી રહેતી વેલ પર ઉગે છે. દ્રાક્ષને સીધી ખાઈ શકાય છે કે તેમાંથી જામ, રસ, જેલી, વિનેગર, વાઇન, બીજ અર્ક, સૂકી દ્રાક્ષ (કિશમિસ), ગોળની રસી કે કાકવી(મોલાસીસ), અને દ્રાક્ષ બીજનું તેલ મેળવવા માટે થાય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

દ્રાક્ષનું વાવેતર ૬૦૦૦-૮૦૦૦ વર્ષ પહેલાં પૂર્વી યુરોપ ક્ષેત્રમાં શરૂ થયું. [૧] માનવ જાતને જ્ઞાત એવા સૌથી પ્રાચીન જીવાણુઓમાંના એક એવા યીસ્ટ દ્રાક્ષની સપાટી પર પ્રાકૃતિક રીતે મળી આવે છે, જેને પરિણામે વાઇન જેવા નવા પીણા શોધાયા. વાઇનના અસ્તિત્વના સૌથી પ્રાચીન અવશેષ આર્મેનિયામાં મળી આવે છે. અહીં ઈ.પૂ. ૪૦૦૦ વર્ષ પહેલાંની વાઇનરી મળી આવી છે. ૯મી સદી સુધીમાં શિરાઝ નામનું શહેર તેની શ્રેષ્ઠ વાઇન માટે મધ્ય પૂર્વમાં પ્રખ્યાત બન્યું હતું. આના પરથી એમ કહેવાય છે કે સાયરા રેડ વાઇનનું નામ સિરાઝ શહેર પરથી પડ્યું હશે. પ્રાચીન ઈજીપ્તની ચિત્ર લિપીઓમાં જાંબુડી રંગની દ્રાક્ષ (કાળી દ્રાક્ષ) ઉગાડાતી હોવાનું વર્ણન આવે છે, અને પ્રાચીન ગ્રીક, ફોનીશિયન અને પ્રાચીન રોમ વાસીઓ પણ દ્રાક્ષ ખાતા હોવાનું અને વાઇન બનાવતા હોવાનું જણાયું છે. ત્યાંથી દ્રાક્ષનું વાવેતર યુરોપ, ઉત્તર અફ્રિકા અને ઉત્તર અમેરિકામાં ફેલાયું.

વિટેસ પ્રજાતિની સ્થાનીય જાંબુડી કે કાળી દ્રાક્ષ સમગ્ર ઉત્તર અમેરિકાના વનવગડામાં ફેલાઈ હતી અને તે અમેરિકાના મૂળ રહેવાસીઓના ભોજનનો ભાગ હતી. પણ તેને અમેરિકન વસાહતીઓ દ્વારા વાઇન માટે અયોગ્ય ગણાઈ હતી.

વર્ણન[ફેરફાર કરો]

દ્રાક્ષ એ ૧૫ થી ૩૦૦ ના જુમખામાં ઉગે છે. તેમનો રંગ લીલો, પીળો, કાલો, ઘેરો ભૂરો, કેસરી કે ગુલાબી હોઈ શકે છે. "સફેદ દ્રાક્ષ"ના ધંધાદારી નામથી પ્રચલિત દ્રાક્ષ આમ તો લીલા કે પીળાશ પડતાં રગની હોય છે. તેમનું નિર્માણ જાંબુડી દ્રાક્ષમાંથી કરાયું છે. રંગ અર્પિત કરનારા બે જિન્સમાં ફેરફાર થવાથી એન્થોસ્યાનીન નામનું રંગદ્રવ્ય નિર્માણ રોકાતાં દ્રાક્ષ લીલી બની હતી.[૨] રેડ વાઇનની વિવિધ ઝાંયનો આધાર દ્રાક્ષના આ એન્થોસ્યાનીનની હાજરી પર રહેલું છે. [૩][૪] અમુક પ્રકારની પીપર બનાવવા પણ દ્રાક્ષ વપરાય છે. દ્રાક્ષ મોટે ભાગે લંબગોળ હોય છે જો કે ગોળાકાર દ્રાક્ષ પણ જોવા મળે છે.

દ્રાક્ષના વેલા[ફેરફાર કરો]

યકાતી દ્રાક્ષ ઈરાન ૨૦૦૮.

મોટા ભાગની દ્રાક્ષ વિટિસ વિનિફેરા કુળની હોય છે. આ મધ્ય એશિયા અને ભૂમધ્ય ક્ષેત્રની પ્રજાતિ છે. આ સિવાયની એશિયા અને ઉત્તરી અમેરિકાની પ્રજાતિ પણ અલ્પ પ્રમાણમાં મળે છે.

વિતરણ અને ઉત્પાદન[ફેરફાર કરો]

ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનઈઝેશન અનુસાર વિશ્વની ૭૫,૮૬૬ ચો. કિ.મી. ભૂમિ દ્રાક્ષના ઉત્પાદનને સમર્પિત છે. વિશ્વના કુલ દ્રાક્ષ ઉત્પદનનો ૭૧% ભાગ વાઇન બનાવવા માટે વપરાય છે, ૨૭ ફળ તરીકે અને ૨% ભાગ સૂકો મેવો બનાવવા વપરાય છે. દ્રાક્ષનો અમુક ભાગ દ્રાક્ષનો રસ બનાવવામાં થાય છે જે આગળ જઈ સાકર મૂક્ત પદાર્થો બનાવવા માટે કે ૧૦૦% પ્રાકૃતિક પદાર્થો બનાવવા માટે થાય છે. વાઇન યાર્ડ તરીકે સમર્પિત ક્ષેત્રમાં દર વર્ષે ૨%નો વધારો થાય છે.

ઉત્તર અમેરિકા ની કોન્કોર્ડ પ્રજાતિની લેબ્રુસ્કા દ્રાક્ષ

નીચેના કોઠામાં પ્રમુખ વાઇન ઉત્પાદક દશ દેશો દ્વારા આરક્ષિત દ્રાક્ષ ઉત્પાદન ક્ષેત્ર:

દેશ સમર્પિત ભૂક્ષેત્ર
સ્પેન ૧૧,૭૫૦ ચો. કિ.મી.
ફ્રાન્સ ૮,૬૪૦ ચો. કિ.મી.
ઈટલી ૮,૨૭૦ ચો. કિ.મી.
ટર્કી ૮,૧૨૦ ચો. કિ.મી.
યુ.એસ.એ. ૪,૧૫૦ ચો. કિ.મી.
ઈરાન ૨,૮૬૦ ચો. કિ.મી.
રોમાનિયા ૨,૪૮૦ ચો. કિ.મી.
પોર્ટુગલ ૨,૧૬૦ ચો. કિ.મી.
આર્જેન્ટીના ૨,૦૮૦ ચો. કિ.મી.
ચીલી ૧,૮૪૦ ચો. કિ.મી.
ઓસ્ટ્રેલિયા ૧,૬૪૨ ચો. કિ.મી.
આર્મેનિયા ૧,૪૫૯ ચો. કિ.મી.
લેબનાન ૧,૧૨૨ ચો. કિ.મી.
વિશ્વના પ્રમુખ ૧૦ દ્રાક્ષ ઉત્પાદકો – ૮ ઓક્ટોબર ૨૦૦૯
દેશ ઉત્પાદન (ટન) નોંધ
Flag of Italy.svg ઈટલી ૮૫,૧૯,૪૧૮ F
Flag of the People's Republic of China.svg ચીન ૬૭,૮૭,૦૮૧ F
Flag of the United States.svg યુ.એસ.એ. ૬૩,૮૪,૦૯૦ F
Flag of France.svg ફ્રાન્સ ૬૦,૪૪,૯૦૦ F
Flag of Spain.svg સ્પેન ૫૯,૯૫,૩૦૦ F
Flag of Turkey.svg ટર્કી-તુર્કસ્તાન ૩૬,૧૨,૭૮૧ F
Flag of Iran.svg ઈરાન ૩૦,૦૦,૦૦૦ F
Flag of Argentina.svg આર્જેન્ટીના ૨૯,૦૦,૦૦૦ F
Flag of Chile.svg ચીલી ૨૩,૫૦,૦૦૦ F
Flag of India.svg ભારત ૧૬,૬૭,૭૦૦ F
વિશ્વ ૬,૭૨,૨૧,૦૦૦ A
સંજ્ઞાહીન = અધિકૃત આંક, P = અધિકૃત આંક, F = FAOSTAT 2007, * = અનધિકૃત/અર્ધ અધિકૃત/પ્રતિરૂપ માહિતી, C = ગણેલો આંક, A = અંદાજીત (અધિકૃત, અર્ધ અધિકૃત કે અડસટ્ટે);

સ્રોત: સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય અને કૃષિ સંસ્થા: વાણિજય અને સામાજિક ખાતું: આંકડાશાસ્ત્ર વિભાગ.


દ્રાક્ષની જાત અનુસાર તેના ઉત્પાદનની માહિતી આપે એવો કોઈ સ્રોત ઉપલબ્ધ નથી. એમ માનવામાં આવે છે કે સુલતાના કે થોમ્પસન તરીકે ઓળખતી બીજ રહિત દ્રાક્ષનું ઉત્પાદન સૌથી વધુ પ્રમાણમાં થાય છે. આ જાતિ ૩૬૦૦ ચો. કિ.મી.માં રોપાય છે. બીજા ક્રમે આવતી પ્રજાતિ છે એઈરિન. અન્ય જાણીતી પ્રજાતિ છે કેબરનેટસોવીગ્નોન, સોવીગ્નોન બ્લાંક, કેબરનેટ ફ્રાંક,, મેરલોટ, ગ્રેનાચ, ટેમ્પ્રાનીલો, રેઈસલિંગ, ચર્ડોનેય.[૫]

ટેબલ દ્રાક્ષ અને વાઇન દ્રાક્ષ[ફેરફાર કરો]

વેલા પર વાઇન દ્રાક્ષ

ધંધાદારી રીતે ઉત્પાદન કરવામાં આવતી દ્રાક્ષના બે પ્રકાર પડે છે ટેબલ દ્રાક્ષ અને વાઇન દ્રાક્ષ. આ પ્રકાર તેના વપરાશ પર આધારિત હોય છે,

ફળ તરીકે ખવાતી દ્રાક્ષ ટેબલ દ્રાક્ષ કહે છે અને વાઇન બનાવવા માટે વપરાતી દ્રાક્ષને વાઇન દ્રાક્ષ કહે છે. આ દરેક દ્રાક્ષ એક જ પ્રજાતિ, વિટિસ વિનિફેરા,ની હોય છે. તેમ છતાં ટેબલ અને વાઇન દ્રાક્ષના ખાસ ઉછેરને કારણે તેમાં ફરક પડે છે. ટેબલ દ્રાક્ષ મોટી, બીજ વગરની અને પાતળી છાલ ધરાવતી હોય છે. જ્યારે વાઇન દ્રાક્ષ નાની, બીજ વાળી અને જાડી છાલ ધરાવતી હોય છે. (આ ગુણ વાઇન બનાવવા ઉપયોગી છે કેમ કે વાઇનને રંગ અને સુગંધ છાલ દ્વારા મળે છે.) વાઇન દ્રાક્ષ અત્યંત મીઠી હોય છે, તેમની કાપણી ત્યારે થાય છે જ્યારે તેમના રસમાં વજનના ૨૪% સાકર હોય છે. આની સરખામણીએ દ્રાક્ષરસ મેળવવા માટે મેળવાતી દ્રાક્ષને ૧૫% સાકર હોતાં જ કાપી લેવાય છે. [૬]

બીજરહિત દ્રાક્ષ[ફેરફાર કરો]

દ્રાક્ષના બીજમાં ઘણાં પોષક તત્વો હોય છે તેમ છતાં ઘણાં લોકો બીજ વગરની દ્રાક્ષ ખાવાનું પસંદ કરે છે. આજકાલ ખાદ્ય દ્રાક્ષના વાવેતરોમાં બીજરહિત દ્રાક્ષનું જ વાવેતર મોટે ભાગે થાય છે. દ્રાક્ષના વેલાની શાખાના કટકાને રોપીને નવો વેલો પ્રાપ્ત કરી શકાતો હોવાથી બીજ રહિત દ્રાક્ષ વાવવામાં કોઈ જોખમ રહેતું નથી. એ તો વાવેતર કરનારની પસંદગી પર છે કે તેઓ જનેતા વૃક્ષ તરીકે બીજ વાપરીને વાવેતર કરે છે કે ટીશ્યુ કલ્ચર પદ્ધતિ દ્વારા.

બીજરહિત દ્રાક્ષના પણ ઘણાં પ્રકારો છે. આ સર્વ ધંધાદારી પ્રજાતિઓ થોમ્પસન સીડલેસ, રશિયન સીડલેસ અને બ્લેક મોનુકા જેવી પ્રજાતિમાંની એકમાંથી મેળવાયેલી હોય છે. આ દરેક પ્રકાર વિટીસ વિનીફેરા કુળનાંજ હોય છે. આજ કાલ બીજરહિત દ્રાક્ષની ડઝન જેટલી જાત ઉપલબ્ધ છે. તેમાંની અમુક, જેમકે ઈનસેટ સીડલેસ, રિલાયન્સ, અને વિનસ પ્રજાતિને યુ.એસ.એ. અને દક્ષિણ ઓરાન્ટીયોના ઠંડા વાતવરણ સહન કરવા અને સખતાઈ વધારવાના ઉદ્દેશથી વિકસાવાઈ છે. .[૭]

બીજરહિત ખાધ્ય દ્રાક્ષનો વિકાસ થતાં દ્રાક્ષનાં બીજમાંથી મળતા ફાયટો કેમીકલ પોષક તત્વો ન મળવાની ખોટ ગઈ છે. [૮][૯]

સૂકી દ્રાક્ષ(કિશમિશ), કરંટ અને સુલતાના[ફેરફાર કરો]

સૂકી દ્રાક્ષ

ભારતમાં સૂકી દ્રાક્ષને કિશમિશ, કિસમિસ કે મનુકા કહેવાય છે, અંગ્રેજીમાં આને રેસીન કહે છે. યુ.કે.માં આની ત્રણ વિવિધ જાતો હોય છે, આથી યુરોપિયન યુનિયનમાં આનો "ડ્રાઈડ વાઇન ફ્રુટ" (તરીકે ઉલ્લેખ કરાયો છે. કિશમિશ એટલે નાના દાણાની બી વિનાની રાતી સૂકી દ્રાક્ષ. કરંટ એ સૂકી ઝાન્તે કે બ્લેક કોરીન્થ દ્રાક્ષ હોય છે. આ શબ્દ ફ્રેંચ શબ્દ રેસીન ડી કોરીન્થ નું અપભ્રંશ છે. બ્લેકકરંટ અને રેડ કરંટ નામને એ દ્રાક્ષથી અસંલગ્ન એવી બેરી માટે પણ કરંટ શબ્દ વપરાય છે.

તુર્કી મૂળની સુલતાના (થોમ્પસન સીડલેસ) દ્રાક્ષમાંથી બનતી કિશમિશને સુલતાના કહેવાય છે. પણ આ શબ્દ હવે લીલી દ્રાક્ષમાંથી (વાઈટ ગ્રેપ્સ)ને બ્લીચ (રંગહરીને) કરીને બનાવાતી દરેક કિશમિશ માટે વપરાય છે.

સ્વાસ્થ્ય દાવા[ફેરફાર કરો]

ફ્રેંચ વિરોધાભાસ[ફેરફાર કરો]

પાશ્ચાત્ય દેશોના ખાનપાનની સરખામણી કરતાં જણાયું છે કે ફ્રેંચ લોકો વધુ પ્રમાણમાં પ્રાણીજ ચરબીનું સેવન કરતાં હોવા છતાં ત્યાં હૃદય રોગનું પ્રમાણ ઓછું છે. આ ઘટનાને ફ્રેંચ વિરોધાભાસ (French Paradox) કહે છે, અને તેનું કારણ વાઇનનું નિયમિત સેવન માનવામાં આવે છે. મદ્યાર્કના પ્રત્યક્ષ ફાયદા, જેમકે રક્ત કણોની આક્રમકતામાં અને નસોના પહોળા થવા (વસોડિલેશન)માં ઘટાડો. ,[૧૦] સિવાય દ્રાક્ષની છાલમાં રહેલા પોલીફીનોલ (દા.ત રીસર્વેરાટ્રોલ) વધારે ફાયદાઓ આપે છે જેમકે:[૧૧]

 • રક્તવાહિનીના અણુ સંરચનામાં બદલાવ , જેને કારણે કોઈ પણ રક્તવાહિનીના નુકશાન પ્રત્યે સંરક્ષણ.
 • એન્જીઓટેન્સીનની પ્રક્રિયામાં ઘટાડો, એક યોજના હોર્મોન જે રક્તવાહીનીને સંકોચીને રક્તદાબ વધારે છે.
 • વેસોડીલેટર નામના હોર્મોન અને નાઈટ્રિક ઓક્સાઈડ(એંડોથીલિયમ આધારિત આરામપ્રદાયી કારક) માં વધારો.

ઘણાં સ્વાસ્થ્ય સંગઠનો દ્વારા વાઇનના પ્રયોગને સમર્થન નથી અપાતું,[૧૨] પણ મોટા ભાગના સંશોધનો જણાવે છે કે મર્યાદિત પ્રમાણમાં, દા.ત. સ્ત્રીઓ માટે પ્રતિદિન રેડ વાઇનનો એક ગ્લાસ કે પુરુષો માટે બે ગ્લાસ, સ્વાસ્થ્ય વર્ધક છે.[૧૩][૧૪][૧૫] નવા સંશોધનો જણાવે છે કે વાઇન પોલીફીનોલ, જેમકે રીસર્વેરાટ્રોલ[૧૬], શારીરિક ફાયદા આપે છે અને તે સાથે રહેલા મદ્યાર્કના ગુણો રુધિરાભિસરણ તંત્ર પર ફાયદાકારક છે.[૧૭]

રીસર્વેટ્રોલ[ફેરફાર કરો]

દ્રાક્ષના ફાયટોકેમિકલ જેમકે રીસર્વેટ્રોલ (એક પોલીફીનોલ એન્ટીઓક્સિડેન્ટ)ની કેન્સર, હૃદય રોગ, ચેતાતંત્રના ખવાણનો રોગ, વિષાણું સંક્રમણ, અને અલ્ઝાઈમર રોગના તંત્ર વગેરે પર સકારાત્મક અસર ધરાવે છે.[૧૮][૧૯]

રીસર્વેટ્રોલનું મુખ્ય કાર્ય એન્ટિઓક્સિડેન્ટ મારફતે જીનોમનું સંરક્ષણ કરવાનો હોઈ શકે છે. [૨૦] પ્રાયોગિક અભ્યાસમાં રીસર્વેટ્રોલ આપવાથી હૃદય, મગજના સ્નાયુઓ, અને મગજને કેલેરી રોકની અસરને વધારે છે. ઉંમર વધારાને કારણે થતી હૃદય અને મગજની પેશીઓ પરની અસરને આ પદાર્થ હળવી કરે છે અને ઉંમર વધારાને લીધે થતાં હૃદયરોગને તે રોકે છે.[૨૧]

રીસર્વેટ્રોલની માનવ પર ચકાસણી ચાલુ છે,[૨૨] તેમાંની એક સૌથી આગળ ચાલી રહેલી તપાસ એક વર્ષના ખાસ ખોરાકની, અલ્ઝાઈમરથી પીડિત વૃદ્ધો માટે, ત્રીજા તબકકામાં ચાલુ છે.[૨૩]

ઘણી વનસ્પતિ દ્વારા સંયોજાતું રીસર્વેટ્રોલ ફૂગરોધી છે અને અન્ય ઔષધીય ગુણો પણ ધરાવે છે. ખાદ્ય રીસર્વેટ્રોલ દ્વારા લીપીડનું (ચરબીઓ) ચયાપચય, ઓછી ઘનતા ધરાવતા લીપોપ્રોટીનનું ઓક્સિડેશન અને રક્તકણોની આક્રમકતાને નિયંત્રીત કરે છે.[૨૪]

દ્રાક્ષમાં તેની જાત અનુસાર રીસર્વેટ્રોલનું પ્રમાણ બદલાતું રહે છે. આ તત્વ મૂળ રીતે તેની છાલ અને બીજમાં મળે છે. તેના ગર (માવો) કરતાં છાલમાં આનું પ્રમાણ ૧૦૦ ગણું વધુ હોય છે. [૨૫] તાજી દ્રાક્ષની છાલના પ્રતિ એક ગ્રામમાં ૫૦ થી ૧૦૦ માઈક્રોગ્રામ રીસર્વેટ્રોલ હોય છે. .[૨૬]

એન્થોસાયનીન અને અન્ય ફેનોલીક[ફેરફાર કરો]

Anatomical-style diagram of three grapes on their stalks.
દ્રાક્ષનો આડછેદ તેના ભાગના નામ સાથે

કાળી કે જાંબુડી દ્રાક્ષમાં એન્થોસાયનીન એ મુખ્ય પોલીફિનોલ હોય છે જ્યારે ફ્લેવન-૩-ol (એટલે કે કેથેચીન) એ લીલી દ્રાક્ષમાં મુખ્ય પોલીફિનોલ હોય છે.[૨૭] લીલી દ્રાક્ષના મુકાબલે કાળી દ્રાક્ષમાં ફેનોલીકનું પ્રમાણ વધુ હોય છે.[૨૭] આ એન્થોસ્યાનીન નામના તત્વની માનવ સ્વાસ્થ્ય પર અસરના વિષયે વૈજ્ઞાનિકોનું ધ્યાન આકર્ષિત કર્યું કર્યું છે.[૨૮] દ્રાક્ષના વાવેતર અનુસાર તેમાં ફેનોલીક પદાર્થનું પ્રમાણ બદલાય છે. તે સિવાય માટીનું બંધારણ, વાતાવરણ, ભોગોલિક ક્ષેત્ર અને વાવેતર પદ્ધતિ કે રોગનો મુકાબલો કે ફૂગનું સંક્રમણ આદિને કારણે પણ ફેનોલિક પદાર્થનું પ્રમાણ બદલાય છે.

સફેદ વાઇન કરતાં લાલ વાઇન તેમાં રહેલાં તત્વોને કારણે વધુ ફાયદાકારક હોય છે. કેમકે લાલ વાઇનની બનાવટમાં દ્રાક્ષની છાલ સાથે તેને આથવામાં આવે છે. આમ કરતાં તેમાં રીસર્વેટ્રોલની માત્રા વધે છે.[૨૯] સામાન્ય રીતે મસ્કેડાઈન સિવાયની લાલ વાઇન ૦.૨ થી ૫.૮ મિ.ગ્રા/લિટર રીસર્વેટ્રોલ ,[૩૦]ધરાવે છે. કેમકે આ વાઇનને તેની છાલ સાથે આથવામાં આવે છે. આની સરખામણીએ સફેદ કે રંગહીન વાઇનમાં ફેનોલેક તત્વ ઓછું હોય છે કેમકે તેને છાલ કાઢીને થાય છે.

મસ્કેડાઈન દ્રાક્ષમાંથી બનતી વાઇન ૪૦ મિ.ગ્રા/લિટર જેટલું ફેનોલીક તત્વ ધરાવે છે.[૨૫][૩૧] આ મસ્કેડાઈનની છાલમાં, ઈલેજીક એસીડ, માઈરીસેટીન, ક્વેરસેટીન, કીમ્પ્ફેરોલ અને ટ્રાન્સ-રીસર્વેટ્રોલ જેવા મુખ્ય ફીનોલિક્સ હોય છે.[૩૨] પહેલાંના પરિણામો કરતા, ઈલેજીક એસીડ અને નોન રીસર્વેટ્રોલ જેવા તત્વો મસ્કેડાઈન દ્રાક્ષના મુખ્ય ફેનોલીક તત્વો હોય છે.

અમુક ખાસ ફ્લેવોનોલ જેમકે સીરીંજેથીન,સીરીંજેથીન 3-O-ગેલેક્ટોસાઈડ, લેરીસીટ્રીન અને લેરીસીટ્રીન 3-O-ગેલેક્ટોસાઈડ એ કાળી દ્રાક્ષમાં મળે છે જે લીલી દ્રાક્ષમાં ગેરહાજર હોય છે. [૩૩]

બીજમાંના પોષક તત્વો[ફેરફાર કરો]

૧૯૮૦થી ચાલી રહેલા દ્રાક્ષના બીજના અભ્યાસમાંથી જણાયું છે કે તેઓ ઘણાં એન્ટીઓક્સિડેન્ટ ધરાવે છે..[૩૪] અમુક પ્રકારના ટેનીન, પોલીફીનોલમ્ અસંતૃપ્ત પોલી ફેટીએસીડ જેવા તત્વો સાથે દ્રાક્ષના બીયાં પ્રાયોગિક ધોરણે અમુક રોગ, જેમ કે કેન્સર, હૃદય વિકાર, અને ઓક્સિડેટીવ તાણ સંબંધીત, સામે ફાયદાકારક સાબિત થઈ છે.[૩૫][૩૬]

દ્રાક્ષના બીયાંમાંથી મેળવાતા દ્રાક્ષ બીજ તેલનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો અને ત્વચા સંબંધીત પ્રસાધનો બનાવવા વપરાય છે અને તેઓ સ્વાસ્થ્ય માટે ફાયદા કારક મનાય છે. દ્રાક્ષ બીજ તેલ તેમાં રહેલા ઉચ્ચ ટોકોફીરોલ (વિટામીન ઈ). ફાયટોસ્ટેરોલ અને અસંતૃપ્ત પોલી ફેટીએસિડ જેમકે લીનોલીઈક એસીડ, ઓલેઈક એસીડ, આલ્ફા લીનોલીઈક એસીડ માટે જાણીતું છે. [૩૭][૩૮][૩૯]

કોન્કોર્ડ દ્રાક્ષનો રસ[ફેરફાર કરો]

કોન્કોર્ડ પ્રજાતિના દ્રાક્ષના રસના સ્વાસ્થ્ય ફાયદા ઉપર સંશોધન થયું છે. તે સંશોધનમાં જણાયું છે કે કેન્સરના શરૂઆતી તબક્કાના ઇલાજમાં,[૪૦] રક્તકણની આક્રમકતાના ઇલાજમાં અને એથીરોસ્ક્લેરોસીસના અન્ય જોખમો સામે,[૪૧] શારિરીક શક્તિના હ્રાસ સામે તથા ઉંમર વધતા થતી માનસિક તકલીફો સામે,[૪૨] માનવ હાયપરટેન્શન સામે.[૪૩] આ રસ ઉપયોગી છે.

ધાર્મિક મહત્વ[ફેરફાર કરો]

બાઈબલમાં એવો ઉલ્લેખ આવે છે કે નોઆહે પોતાની વાડીમાં દ્રાક્ષ ઉગાડી હતી. (Genesis 9:20-21). વાઇન સંબંધીત સૂચનાઓ બુક ઑફ પ્રોવર્બસ અને બુક ઓફ ઈસાઈહ માં આપી છે (Isaiah 5:20-25 અને Deuteronomy 18:3-5,14:22-27,16:13-15) જે જ્યૂ કાળ (યહૂદી કાળ) દરમ્યાન વાઇનના વપરાશની માહિતી આપે છે. પ્રાચીન ગ્રીસ અને પ્રાચીન રોમન સામ્રાજ્યમાં પણ દ્રાક્ષ જાણીતી હતી અને તેમના ખેતીના દેવ ડોનીસસ જે પ્રાયઃ દ્રાક્ષ અને વાઇન સાથે દર્શાવાતા તેના માથે દ્રાક્ષના વેલાનો મુગટ હતો.[૪૪] ખ્રિસ્તી ધર્મમાં પણ દ્રાક્ષનું ધાર્મિક મહત્વ છે, તેઓ તેમની યુકેરીસ્ટ નામની ઉજવણીમાં લાલ વાઇન વાપરે છે.[૪૫] ખ્રિસ્તી કલામાં દ્રાક્ષ ઈશુનું લોહી પ્રદર્શિત કરે છે.

ચિત્રમાળા[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સ્રોત[ફેરફાર કરો]

Footnotes
 1. Patrice This, Thierry Lacombe, Mark R. Thomash. "Historical Origins and Genetic Diversity of Wine Grapes". Trends in Genetics 22 (8). http://oak.cats.ohiou.edu/~ballardh/pbio480/thisetal2006-winegrapegeneticdiversity.pdf. 
 2. Walker AR, Lee E, Bogs J, McDavid DA, Thomas MR, Robinson SP, AR (Mar 2007). "White grapes arose through the mutation of two similar and adjacent regulatory genes". Plant J 49 (5): 772–85. doi:10.1111/j.1365-313X.2006.02997.x . ISSN 0960-7412 . PMID 17316172 . 
 3. Waterhouse AL, AL (May 2002). "Wine phenolics". Ann. N. Y. Acad. Sci. 957: 21–36. doi:10.1111/j.1749-6632.2002.tb02903.x . ISSN 0077-8923 . PMID 12074959 . http://www.blackwell-synergy.com/openurl?genre=article&sid=nlm:pubmed&issn=0077-8923&date=2002&volume=957&spage=21. 
 4. Brouillard R, Chassaing S, Fougerousse A, R (December 2003). "Why are grape/fresh wine anthocyanins so simple and why is it that red wine color lasts so long?". Phytochemistry 64 (7): 1179–86. doi:10.1016/S0031-9422(03)00518-1 . ISSN 0031-9422 . PMID 14599515 . http://linkinghub.elsevier.com/retrieve/pii/S0031942203005181. 
 5. "The most widely planted grape in the world". 
 6. "Wine Grapes and Grape-y Wines". Retrieved 03/07/2010. 
 7. Reisch BI, Peterson DV, Martens M-H. "Seedless Grapes", in "Table Grape Varieties for Cool Climates", Information Bulletin 234, Cornell University, New York State Agricultural Experiment Station, retrieved December 30, 2008
 8. Shi J, Yu J, Pohorly JE, Kakuda Y, J (Winter 2003). "Polyphenolics in grape seeds-biochemistry and functionality". J Med Food 6 (4): 291–9. doi:10.1089/109662003772519831 . ISSN 1096-620X . PMID 14977436 . 
 9. Parry J, Su L, Moore J, et al., J (May 2006). "Chemical compositions, antioxidant capacities, and antiproliferative activities of selected fruit seed flours". J. Agric. Food Chem. 54 (11): 3773–8. doi:10.1021/jf060325k . ISSN 0021-8561 . PMID 16719495 . 
 10. Providência R, R (November 2006). "Cardiovascular protection from alcoholic drinks: scientific basis of the French Paradox" (Free full text). Rev Port Cardiol 25 (11): 1043–58. ISSN 0870-2551 . PMID 17274460 . http://toxnet.nlm.nih.gov/cgi-bin/sis/search/r?dbs+hsdb:@term+@rn+64-17-5. 
 11. Opie LH, Lecour S, LH (July 2007). "The red wine hypothesis: from concepts to protective signalling molecules" (Free full text). Eur. Heart J. 28 (14): 1683–93. doi:10.1093/eurheartj/ehm149 . ISSN 0195-668X . PMID 17561496 . http://eurheartj.oxfordjournals.org/cgi/pmidlookup?view=long&pmid=17561496. 
 12. American Heart Association, Alcohol, wine and cardiovascular disease
 13. Alcohol. Harvard School of Public Health
 14. Mukamal KJ, Kennedy M, Cushman M, et al., KJ (January 2008). "Alcohol consumption and lower extremity arterial disease among older adults: the cardiovascular health study" (Free full text). Am. J. Epidemiol. 167 (1): 34–41. doi:10.1093/aje/kwm274 . ISSN 0002-9262 . PMID 17971339 . http://aje.oxfordjournals.org/cgi/pmidlookup?view=long&pmid=17971339. 
 15. de Lange DW, van de Wiel A, DW (May 2004). "Drink to prevent: review on the cardioprotective mechanisms of alcohol and red wine polyphenols". Semin Vasc Med 4 (2): 173–86. doi:10.1055/s-2004-835376 . ISSN 1528-9648 . PMID 15478039 . 
 16. Das S, Das DK, S (June 2007). "Resveratrol: a therapeutic promise for cardiovascular diseases". Recent Patents Cardiovasc Drug Discov 2 (2): 133–8. doi:10.2174/157489007780832560 . ISSN 1574-8901 . PMID 18221111 . 
 17. Sato M, Maulik N, Das DK, M (May 2002). "Cardioprotection with alcohol: role of both alcohol and polyphenolic antioxidants". Ann. N. Y. Acad. Sci. 957: 122–35. doi:10.1111/j.1749-6632.2002.tb02911.x . ISSN 0077-8923 . PMID 12074967 . http://www.blackwell-synergy.com/openurl?genre=article&sid=nlm:pubmed&issn=0077-8923&date=2002&volume=957&spage=122. 
 18. Shankar S, Singh G, Srivastava RK, S (Sep 2007). "Chemoprevention by resveratrol: molecular mechanisms and therapeutic potential". Front. Biosci. 12 (12): 4839–54. doi:10.2741/2432 . ISSN 1093-9946 . PMID 17569614 . http://www.bioscience.org/2007/v12/af/2432/fulltext.htm. 
 19. Mancuso C, Bates TE, Butterfield DA, et al., C (December 2007). "Natural antioxidants in Alzheimer's disease". Expert Opin Investig Drugs 16 (12): 1921–31. doi:10.1517/13543784.16.12.1921 . ISSN 1354-3784 . PMID 18042001 . 
 20. Gatz SA, Wiesmüller L, SA (February 2008). "Take a break—resveratrol in action on DNA" (Free full text). Carcinogenesis 29 (2): 321–32. doi:10.1093/carcin/bgm276 . ISSN 0143-3334 . PMID 18174251 . http://carcin.oxfordjournals.org/cgi/pmidlookup?view=long&pmid=18174251. 
 21. Barger JL, Kayo T, Vann JM, et al., JL (Jun 2008). Tomé, Daniel. ed. "A Low Dose of Dietary Resveratrol Partially Mimics Caloric Restriction and Retards Aging Parameters in Mice" (Free full text). PLoS ONE 3 (6): e2264. doi:10.1371/journal.pone.0002264 . PMC 2386967 . PMID 18523577 . http://dx.plos.org/10.1371/journal.pone.0002264. 
 22. "Listing of resveratrol clinical trials". US National Institutes of Health. 
 23. "Randomized Trial of a Nutritional Supplement in Alzheimer's Disease". US Department of Veterans Affairs, Mount Sinai School of Medicine. May 2008.  Check date values in: May 2008 (help)
 24. Chan WK, Delucchi AB, WK (November 2000). "Resveratrol, a red wine constituent, is a mechanism-based inactivator of cytochrome P450 3A4". Life Sci. 67 (25): 3103–12. doi:10.1016/S0024-3205(00)00888-2 . ISSN 0024-3205 . PMID 11125847 . http://linkinghub.elsevier.com/retrieve/pii/S0024320500008882. 
 25. ૨૫.૦ ૨૫.૧ LeBlanc, MR (2005). "Cultivar, Juice Extraction, Ultra Violet Irradiation and Storage Influence the Stilbene Content of Muscadine Grapes (Vitis Rotundifolia Michx". PhD Dissertation. Louisiana State University.  Check date values in: 2005 (help)
 26. Li X, Wu B, Wang L, Li S, X (November 2006). "Extractable amounts of trans-resveratrol in seed and berry skin in Vitis evaluated at the germplasm level". J. Agric. Food Chem. 54 (23): 8804–11. doi:10.1021/jf061722y . ISSN 0021-8561 . PMID 17090126 . 
 27. ૨૭.૦ ૨૭.૧ Cantos E, Espín JC, Tomás-Barberán FA, E (September 2002). "Varietal differences among the polyphenol profiles of seven table grape cultivars studied by LC-DAD-MS-MS". J. Agric. Food Chem. 50 (20): 5691–6. doi:10.1021/jf0204102 . ISSN 0021-8561 . PMID 12236700 . 
 28. Journal of Agricultural and Food Chemistry Presents Research from the 2007 International Berry Health Benefits Symposium, Journal of Agricultural and Food Chemistry ACS Publications, February 2008
 29. pbrc.edu
 30. Gu X, Creasy L, Kester A, Zeece M, X (August 1999). "Capillary electrophoretic determination of resveratrol in wines". J. Agric. Food Chem. 47 (8): 3223–7. doi:10.1021/jf981211e . ISSN 0021-8561 . PMID 10552635 . 
 31. Ector BJ, Magee JB, Hegwood CP, Coign MJ. "Resveratrol Concentration in Muscadine Berries, Juice, Pomace, Purees, Seeds, and Wines". 
 32. Pastrana-Bonilla E, Akoh CC, Sellappan S, Krewer G, E (August 2003). "Phenolic content and antioxidant capacity of muscadine grapes". J. Agric. Food Chem. 51 (18): 5497–503. doi:10.1021/jf030113c . ISSN 0021-8561 . PMID 12926904 . 
 33. Metabolite Profiling of Grape: Flavonols and Anthocyanins. Fulvio Mattivi, Raffaele Guzzon, Urska Vrhovsek, Marco Stefanini and Riccardo Velasco, J. Agric. Food Chem., 2006, 54 (20), pp 7692–7702
 34. Bagchi D, Bagchi M, Stohs SJ, et al., D (August 2000). "Free radicals and grape seed proanthocyanidin extract: importance in human health and disease prevention". Toxicology 148 (2–3): 187–97. doi:10.1016/S0300-483X(00)00210-9 . ISSN 0300-483X . PMID 10962138 . http://linkinghub.elsevier.com/retrieve/pii/S0300483X00002109. 
 35. Agarwal C, Singh RP, Agarwal R, C (November 2002). "Grape seed extract induces apoptotic death of human prostate carcinoma DU145 cells via caspases activation accompanied by dissipation of mitochondrial membrane potential and cytochrome c release". Carcinogenesis 23 (11): 1869–76. doi:10.1093/carcin/23.11.1869 . ISSN 0143-3334 . PMID 12419835 . http://carcin.oxfordjournals.org/cgi/pmidlookup?view=long&pmid=12419835. 
 36. Bagchi D, Sen CK, Ray SD, et al., D (Feb 2003). "Molecular mechanisms of cardioprotection by a novel grape seed proanthocyanidin extract". Mutat. Res. 523-524: 87–97. doi:10.1016/S0027-5107(02)00324-X . ISSN 0027-5107 . PMID 12628506 . http://linkinghub.elsevier.com/retrieve/pii/S002751070200324X. 
 37. Beveridge TH, Girard B, Kopp T, Drover JC, TH (March 2005). "Yield and composition of grape seed oils extracted by supercritical carbon dioxide and petroleum ether: varietal effects". J. Agric. Food Chem. 53 (5): 1799–804. doi:10.1021/jf040295q . ISSN 0021-8561 . PMID 15740076 . 
 38. Crews C, Hough P, Godward J, et al., C (August 2006). "Quantitation of the main constituents of some authentic grape-seed oils of different origin". J. Agric. Food Chem. 54 (17): 6261–5. doi:10.1021/jf060338y . ISSN 0021-8561 . PMID 16910717 . 
 39. Tangolar SG, Ozoğul Y, Tangolar S, Torun A, SG (September 2007). "Evaluation of fatty acid profiles and mineral content of grape seed oil of some grape genotypes". Int J Food Sci Nutr 60 (1): 1–8. doi:10.1080/09637480701581551 . ISSN 0963-7486 . PMID 17886077 . 
 40. Jung KJ, Wallig MA, Singletary KW, KJ (February 2006). "Purple grape juice inhibits 7,12-dimethylbenz[a]anthracene (DMBA)-induced rat mammary tumorigenesis and in vivo DMBA-DNA adduct formation". Cancer Lett. 233 (2): 279–88. doi:10.1016/j.canlet.2005.03.020 . ISSN 0304-3835 . PMID 15878797 . 
 41. Shanmuganayagam D, Warner TF, Krueger CG, Reed JD, Folts JD, D (January 2007). "Concord grape juice attenuates platelet aggregation, serum cholesterol and development of atheroma in hypercholesterolemic rabbits". Atherosclerosis 190 (1): 135–42. doi:10.1016/j.atherosclerosis.2006.03.017 . ISSN 0021-9150 . PMID 16780846 . 
 42. Shukitt-Hale B, Carey A, Simon L, Mark DA, Joseph JA, B (March 2006). "Effects of Concord grape juice on cognitive and motor deficits in aging". Nutrition 22 (3): 295–302. doi:10.1016/j.nut.2005.07.016 . ISSN 0899-9007 . PMID 16412610 . 
 43. Park YK, Kim JS, Kang MH, YK (2004). "Concord grape juice supplementation reduces blood pressure in Korean hypertensive men: double-blind, placebo controlled intervention trial". Biofactors 22 (1–4): 145–7. doi:10.1002/biof.5520220128 . ISSN 0951-6433 . PMID 15630270 . http://iospress.metapress.com/openurl.asp?genre=article&issn=0951-6433&volume=22&issue=1&spage=145. 
 44. Garden Guides
 45. Justin Martyr, First Apology, "Chapter LXV. Administration of the sacraments" and "Chapter LXVII. Weekly worship of the Christians".

વધુ વાંચન[ફેરફાર કરો]

 • Creasy, G.L. / Creasy, L.L. (2009). Grapes (Crop Production Science in Horticulture). CABI. ISBN 9781845934019

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]


આ પ્રસ્તુત લેખ છે. વધુ જાણવા અહિં ક્લિક કરો.