લખાણ પર જાઓ

સંતોલાદેવી મંદિર, દહેરાદૂન

વિકિપીડિયામાંથી

ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યના મુખ્ય શહેર દેહરાદૂન શહેરથી લગભગ ૧૫ કિ.મી. દૂર સ્થિત પ્રસિદ્ધ સંતોલાદેવી મંદિર પંહોચવા માટે બસ દ્વારા જૈતાંવાલા સુધી જઇને ત્યાંથી પંજાબીવાલા સુધી ૨ કિ.મી. જીપ અથવા કોઇ હળવાં વાહન દ્વારા તથા પંજાબીવાલા ગામથી ૨ કિ.મી. સુધી પૈદલ રસ્તા પર મંદિર પહોંચી શકાય છે. આ મંદિર લોકોના વિશ્વાસનું પ્રતીક ગણાય છે અને તેનું સાંસ્કૃતિક તથા ધાર્મિક મહત્વ ઘણું છે. લોકપ્રિય કથાનક અનુસાર દુશ્મનો સાથે મુકાબલો કરવામાં પોતાને અક્ષમ જાણ્યા બાદ સંતોલાદેવી અને તેમના ભાઈએ આ જગ્યા પર પોતાનાં હથિયાર ફેંકી દીધા પછી ઈશ્વરને પ્રાર્થના કરી હતી. તેમની પ્રાર્થના સ્વીકારવામાં આવી અને તેઓ પથ્થરની મૂર્તિઓમાં તબદીલ થઇ ગયા હતા. શનિવારના દિવસને દેવી અને તેમના ભાઈના પથ્થરમાં પરિવર્તિત થયાના દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.